________________
| १४८ ।
શ્રી રાયપસણીય સૂત્ર
બાણ છોડવાના સામર્થ્યની ભિન્નતાનો પાંચમો તર્ક - ७२ तए णं पएसी राया केसीकुमार समणं एवं वयासी- अत्थि णं भंते ! एस पण्णा उवमा, इमेण पुण मे कारणेणं णो उवागच्छइ- से जहाणामए केइ पुरिसे तरुणे जाव सिप्पोवगए पभू पंचकंडयं णिसिरित्तए ? हंता, पभू ।।
जइ णं भंते ! सो चेव पुरिसे बाले जाव मंदविण्णाणे पभू होज्जा पंचकंडयं णिसि- रित्तए, तो णं अहं सद्दहेज्जा जहा- अण्णो जीवो, तं चेव ।
जम्हा णं भंते ! स चेव से पुरिसे जाव मंदविण्णाणे णो पभू पंचकंडयं णिसीरित्तए, तम्हा सुपइट्ठिया मे पइण्णा जहा- तज्जीवो तं सरीरं, णो अण्णो जीवो अण्णं सरीरं । ભાવાર્થ - પૂર્વોક્ત યુક્તિને સાંભળીને પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું- હે ભગવન્! મારી આ ઉપરોકત માન્યતા છે, તેને ટેકો આપતો અન્ય પણ પુરાવો છે, જેના કારણે હું આપના કથનનો સ્વીકાર કરતો નથી, તે આ પ્રમાણે છે–પ્રદેશી- હે ભગવન્! શું કોઈ યુવાન તથા પોતાના કાર્યમાં નિપુણ પુરુષ એક સાથે પાંચ બાણો ફેંકી લક્ષ્યવેધ કરવામાં સમર્થ હોય શકે ? કેશીકુમારશ્રમણ- હા, પ્રદેશી ! તે તેમ કરી શકે છે. પ્રદેશી- હે ભગવન્! તે જ યુવાન જ્યારે મંદવિજ્ઞાનવાળી બાલ્યાવસ્થામાં હોય ત્યારે એક સાથે પાંચ બાણ ફંકી, લક્ષ્ય વેધ કરવામાં સમર્થ હોત તો હું શ્રદ્ધા કરત કે આત્મા અને શરીર ભિન્ન-
ભિન્ન છે. પરંતુ હે ભગવન્! જ્યારે તે યુવાન પુરુષ મંદજ્ઞાનવાળો બાળક હોય છે ત્યારે તે એક સાથે પાંચ બાણ ફેંકી શકતો નથી(યુવાનનો આત્મા છે તે જ આત્મા બાળકમાં છે તેથી યુવાન જેવું જ સામર્થ્ય બાળકમાં હોવું જોઈએ. પણ જગતમાં બંનેનું સામર્થ્ય જુદું-જુદું જણાય છે. શરીર અને આત્મા એક જ હોવાથી શરીરના વિકાસ સાથે જીવનો(જીવની શક્તિનો) વિકાસ થવાથી બાલ્યાવસ્થા અને યુવાવસ્થાના સામર્થ્યમાં ભિન્નતા દેખાય છે.) તેથી જીવ અને શરીર એક છે, તેવી મારી માન્યતા સુસંગત જ છે. અપર્યાપ્ત ઉપકરણના દષ્ટાંતે જવાબ:|७३ तए णं केसी कुमारसमणे पएसिं रायं एवं वयासी- से जहाणामए केइ पुरिसे तरुणे जावसिप्पोवगए णवएणं धणुणा णवियाए जीवाए णवएणं इसुणा पभूपंचकंडगं णिसिरित्तए । हता, पभू । सो चेव णं पुरिसे तरुणे जावणिउणसिप्पोवगए कोरिल्लए णं धणुणा कोरिल्लयाए जीवाए कोरिल्लएणं इसुणा पभू पंचकंडगं णिसिरित्तए ? णो तिणढे समढे ।
___ कम्हा णं ? भंते ! तस्स पुरिसस्स अपज्जत्ताई उवगरणाई हवंति । एवामेव पएसी! सो चेव परिसे बाले जाव मंदविण्णाणे अपज्जत्तोवगरणे, णो पभ पंचकंडयं णिसिरित्तए, तं सद्दहाहि ण तुमं पएसी ! जहा अण्णो जीवो, तं चेव ।