________________
[ ૧૪૨ |
શ્રી રાયપસણીય સૂત્ર
નગરીમાં ધર્મમય જીવન જીવતી હતી, શ્રમણોપાસિકા હતી યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતી હતી. ઘણા પુણ્ય કર્મોનો સંચય કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને હું દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ છું. હે પૌત્ર ! તું પણ ધર્મનું આચરણ કર. તો તું પણ ઘણા પુણ્યકર્મોનો સંચય કરીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈશ. ५९ तं जइ णं अज्जिया मम आगंतुं एवं वएज्जा तो णं अहं सद्दहेज्जा पत्तिएज्जा रोइज्जा जहा- अण्णो जीवो अण्णं सरीरं, णोतं जीवोतं सरीरं । जम्हा सा अज्जिया ममं आगंतु णो एवं वयासी, तम्हा सुपइट्ठिया मे पइण्णा जहा- तं जीवो तं सरीरं, णो अण्णो जीवो अण्णं सरीरं । ભાવાર્થ:- જો મારા દાદી આવીને મને આ પ્રમાણે કહે, તો હું શ્રદ્ધા કરું, પ્રતીતિ–વિશ્વાસ કરું, રુચિ રાખું કે જીવ અને શરીર બંને ભિન્ન-ભિન્ન છે, એક રૂપ નથી, પરંતુ મારા દાદીમાં આવીને તેવું કશું કહેતા નથી. તેથી “જીવ અને શરીર એક છે” તેવી મારી ધારણા સુપ્રતિષ્ઠિત છે, યોગ્ય જ છે. શૌચાલયના દષ્ટાંતે જવાબ:६० तए णं केसी कुमारसमणे पएसीरायं एवं वयासी- जइ णं तुम पएसी ! हायं जाव उल्लपडसाडगं भिंगास्कडुच्छुय-हत्थगयं देवकुलमणुपविसमाणं केइ पुरिसे वच्चघरसि ठिच्चा एवं वएज्जा- एह ताव सामी ! इह मुहुत्तागं आसयह वा चिट्ठह वा णिसीयह वा तुयट्टह वा । तस्स णं तुम पएसी ! पुरिसस्स खणमवि एयमटुं पडिसुणिज्जासि? णो इणडे समढे । कम्हा गं? जम्हाणं भंते ! असुई असुइसामंतो । ભાવાર્થ - ત્યારપછી કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું- હે પ્રદેશી ! તું સ્નાન કરીને યાવતુ ભીના વસ્ત્ર પહેરીને, હાથમાં ઝારી અને ધૂપદાની લઈને કોઈ દેવમંદિરમાં જઈ રહ્યો હો, તે સમયે શૌચાલય(સંડાસ)માં રહેલો કોઈ પુરુષ તને બોલાવે અને કહે કે- હે સ્વામી! તમે થોડીવાર માટે અહીં આવો, બેસો, ઊભા રહો કે સૂઓ; તો હે પ્રદેશી ! તું તે પુરુષની વાતનો સ્વીકાર કરે ખરો ? પ્રદેશી – હું તેની વાત કાને પણ ન ધરું અર્થાત્ સ્વીકારું નહીં. કેશીકુમાર શ્રમણ– શા માટે તું તેની વાતનો સ્વીકાર ન કરે ? પ્રદેશી- તે સ્થાન અપવિત્ર છે, અપવિત્ર વસ્તુઓવાળું છે. ६१ एवामेव पएसी ! तव वि अज्जिया होत्था- इहेव सेयवियाए णयरीए धम्मिया जाव विहरइ । सा णं अम्हं वत्तव्वयाए सुबहु जाव उववण्णा । तीसे णं अज्जियाए तुमं णत्तुए होत्था- इढे जाव किमंग पुण पासणयाए ? सा णं इच्छइ माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव संचाएइ हव्वमागच्छित्तए । ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને કહ્યું- હે પ્રદેશી! તે જ પ્રમાણે તારા દાદી આ શ્વેતાંબિકા નગરીમાં ધાર્મિક જીવન જીવતાં હતાં. અમારા કથન અનુસાર તે ઘણા પુણ્ય કર્મ કરી દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા હોય. તે દાદીનો તું ઇષ્ટ, કાંત તથા દર્શન દુર્લભ એવો પૌત્ર છો. તારા તે દાદી મનુષ્ય લોકમાં