________________
| બીજ વિભાગઃ પ્રદેશી રાજા
[ ૧૪૧ ]
(૧) નરકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા નારકી ત્યાંની અત્યંત તીવ્ર વેદનાનું વેદન કરતા હોવાથી મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પણ આવી શકતા નથી. (૨) નરકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા નારકી નરકપાલો દ્વારા પીડિત થવાથી મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પણ આવી શકતા નથી. (૩) નરકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા નારકીના નરકમાં ભોગવવા યોગ્ય કર્મ હજુ ક્ષીણ થયા નથી, ભોગવાયા નથી, નિર્જીર્ણ થયા નથી. તેથી તે મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પરંતુ આવી શકતા નથી. (૪) નરકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા નારકીનું નરકાયુ કર્મ ક્ષીણ થયું નથી, ભોગવાયું નથી, નિજીર્ણ થયું નથી, તેથી તે મનુષ્યલોકમાં આવવા ઇચ્છે છે, તો પણ આવી શકતા નથી. માટે હે પ્રદેશી ! જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે પરંતુ જીવ અને શરીર એક નથી, તેવી તું શ્રદ્ધા રાખ. દાદીના દેવલોકથી ન આવવાનો બીજો તર્કઃ५७ तए णं से पएसी राया केसि कुमारसमणं एवं वयासी- अस्थि णं भंते ! (मम) एसा पण्णा उवमा, इमेण पुण कारणेण णो उवागच्छइ- एवं खलु भंते ! मम अज्जिया होत्था, इहेव सेयवियाए णयरीए धम्मिया जाव धम्मेणं चैव वित्तिं कप्पेमाणी समणोवासिया अभिगयजीवा सव्वो वण्णओ जाव अप्पाणं भावेमाणी विहरइ । सा णं तुझं वत्तव्वयाए सुबहु पुण्णोवचयं समज्जिणित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववण्णा ।। ભાવાર્થ :- ત્યારપછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મારી આ ઉપરોકત માન્યતા છે, તેને પુષ્ટ કરતું આ ઉદાહરણ છે, જેના કારણે હું આપના કથનનો સ્વીકાર કરતો નથી, તે આ પ્રમાણે છે
હે ભગવન્! મારા એક દાદીમાં હતા. તેઓ આ શ્વેતાંબિકાનગરીમાં ધાર્મિક હતા તથા ધર્મમય જીવન પસાર કરતા હતા, તેઓ શ્રમણોપાસિકા હતા. જીવ-અજીવાદિ નવ તત્ત્વોના જ્ઞાતા હતા વગેરે વર્ણન સમજી લેવું યાવત સંયમ-તપથી આત્માને ભાવિત કરતા રહેતા હતા. તમારા કહેવા પ્રમાણે તો તેઓ ઘણા પુણ્યશાળી હતા અને ઘણા પુણ્યનો સંચય કરીને, મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે જન્મ પામ્યા હોવા જોઈએ. ५८ तीसे णं अज्जियाए अहं णत्तुए होत्था- इटे कंते जाव पासणयाए, तं जइ णं सा अज्जिया मम आगंतुं एवं वएज्जा- एवं खलु णत्तुया ! अहं तव अज्जिया होत्था, इहेव सेयवियाए णयरीए धम्मिया जाव धम्मेणं चेव वित्तिं कप्पेमाणी समणोवासिया जाव अप्पाणं भावेमाणी विहरामि । तए णं सुबहु पुण्णोवचयं समज्जिणित्ता जाव देवलोएसु देवत्ताए उववण्णा, तं तुम पि णत्तुया ! भवाहि धम्मिए जाव विहराहि । तए णं तुम पि एवं चेव सुबहु पुण्णोवचयं समज्जिणित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववज्जिहिसि । ભાવાર્થ - મારા તે દાદીમાનો હું વ્હાલો પૌત્ર હતો. તેમને હું ઇષ્ટ, કાંત હતો તથા મારું મુખ જોવું પણ દુર્લભ હતું. મારા તે દાદીમા જો આવીને મને કહે કે– હે પૌત્ર ! હું તારી દાદીમા હતી. આ શ્વેતાંબિકા