________________
[ ૧૨૮ ]
શ્રી શયપણેણીય સત્ર
બેસીને) હાથ જોડી, મસ્તક ઉપર અંજલી સ્થાપિત કરીને શક્રસ્તવ દ્વારા સ્તુતિ કરવા લાગ્યા. સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા અરિહંત એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો યાવતું મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક કેશીકુમાર શ્રમણને નમસ્કાર હો. ત્યાં મૃગવન ઉધાનમાં સ્થિત ભગવાનને અહીંથી હું વંદન કરું છું ત્યાં રહેલા ભગવાન અહીં રહેલ મને પોતાના જ્ઞાનથી જુએ છે; આ પ્રમાણે કહીને વંદન-નમસ્કાર કર્યા.
ત્યાર પછી તે ઉદ્યાનપાલકોને વિપુલ પ્રમાણમાં વસ્ત્ર, ગંધ, માળા, અલંકારો આપીને તેમનું સન્માન કર્યું, સત્કાર કર્યો તથા આજીવિકા યોગ્ય વિપુલ પ્રીતિદાન(પારિતોષિક) આપીને તેઓને વિદાય કર્યા. ३५ कोडुंबियपुरिसे सद्दावेइ, सहावेत्ता एवं वयासी- खिप्पामेव भो ! देवाणुप्पिया चाउग्घट आसरहं जुत्तामेव उवट्ठवेह जाव पच्चप्पिणह । तए णं ते कोडुबियपुरिसा तहेव पडिसुणित्ता खिप्पामेव सच्छत्तं सज्झयं जाव उवटुवित्ता तमाणत्तियं पच्चप्पिणंति। तए णं से चित्ते सारही कोडुबियपुरिसाणं अतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुडे, ण्हाए जाव विभूसियसरीरे जाव पज्जुवासइ, धम्मकहा । ભાવાર્થ :- ત્યાર પછી ચિત્ત સારથિએ કર્મચારી પુરુષોને બોલાવ્યા અને ચાર ઘંટાવાળો અશ્વરથ તૈયાર કરીને, શીધ્ર ત્યાં લાવવા આજ્ઞા કરી. ત્યાર પછી કર્મચારી પુરુષોએ તે આજ્ઞાનો સ્વીકાર કર્યો અને શીઘ્ર છત્ર અને ધ્વજા પતાકાથી શોભિત રથ ત્યાં લઈ આવ્યા અને રથ તૈયાર થઈ ગયાના સમાચાર આપ્યા. ત્યાર પછી રથ તૈયાર થઈ જવાથી હર્ષિત હૃદયવાળા ચિત્ત સારથિ સ્નાન કરી વાવ વિભૂષિત થયા અને રથમાં બેસીને કેશીકુમાર શ્રમણ પાસે આવ્યા. વંદનાદિ કરી તેમની પર્યાપાસના કરવા લાગ્યા અને ધર્મોપદેશ સાંભળ્યો. પ્રદેશી રાજાને ધર્મોપદેશ આપવા વિનંતી :३६ तए णं से चित्ते सारही केसिस्स कुमारसमणस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुढे जाव एवं वयासी- एवं खलु भंते ! अम्ह पएसी राया अधम्मिए जाव सयस्स वि णं जणवयस्स णो सम्मं करभरवित्तिं पवत्तेइ, तं जइ णं देवाणुप्पिया! पएसिस्स रण्णो धम्ममाइक्खेज्जा; बहुगुणतरं खलु होज्जा पएसिस्स रण्णो, तेसिं च बहूणं दुपय-चउप्पयामिय-पसु-पक्खी-सरीसवाणं, तेसिं च बहूणं समण-माहण-भिक्खुयाणं, तं जइ णं देवाणुप्पिया! पएसिस्स रण्णो धम्ममाइक्खेज्जा, बहुगुणत्तरं होज्जा सव्वस्स वि य णं जणवयस्स । ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણ પાસેથી ધર્મોપદેશ સાંભળીને હર્ષિત, સંતુષ્ટિત થયેલા ચિત્ત સારથિએ કેશીકુમાર શ્રમણને કહ્યું- હે ભગવાન ! અમારા પ્રદેશી રાજા અધાર્મિક છે યાવતુ પ્રજા પાસેથી કર લઈને તેમનું સમ્યક પાલન-પોષણ કે રક્ષણ કરતા નથી. આપ દેવાનુપ્રિય જો પ્રદેશી રાજાને ધર્મોપદેશ આપો, તો તે પ્રદેશ રાજા માટે ઘણો ગુણકારી, લાભકારી થશે, તે ધર્મોપદેશથી તેનું ઘણું ભલું થશે. સાથે ઘણા મનુષ્યો, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસર્પ વગેરેનું તથા શ્રમણ, બ્રાહ્મણ તથા ભિક્ષુઓનું પણ ઘણું ભલું થશે. તેથી આપ દેવાનુપ્રિય પ્રદેશ રાજાને ધર્મનો બોધ આપો તો આખા ય દેશને માટે બહુગુણકારી થશે.