________________
બીજો વિભાગ : પ્રદેશી રાજા
૧૨૯
ધર્મશ્રવણ પ્રાપ્તિ-અપ્રાપ્તિના ચાર-ચાર કારણોઃ
३७ त णं केसी कुमारसमणे चित्तं सारहिं एवं वयासी- एवं खलु चउहिं ठाणेहिं चित्ता ! जीवा केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए, तं जहा
आरामगयं वा उज्जाणगयं वा समणं वा माहणं वा णो अभिगच्छइ णो वंदइ णो णमंसइ णो सक्कारेइ णो सम्माणेइ णो कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासेइ, णो अट्ठाई हेऊई पसिणाइं कारणाइं वागरणाई पुच्छइ । एएणं ठाणेणं चित्ता ! जीवा केवलिपण्णत्तं धम्मं णो लभंति सवणयाए ॥१॥ उवस्सयगयं समणं वा तं चेव जाव एएण वि ठाणेणं चित्ता ! जीवा केवलिपण्णत्तं धम्मं णो लभंति सवणयाए ॥२॥ गोयरग्गगयं समणं वा माहणं वा जाव णो पज्जुवासेइ, णो विउलेणं असण-पाण- खाइम साइमेणं पडिलाइ, जो अट्ठाई जाव पुच्छइ । ए एणं वि ठाणेणं चित्ता ! जीवे केवलिपण्णत्तं धम्मं णो लभइ सवणयाए ॥३॥ जत्थ वि य णं समणेण वा माहणेण वा सद्धिं अभिसमागच्छइ तत्थ वि णं हत्थेण वा वत्थेण वा छत्तेणं वा अप्पाणं आवरित्ता चिट्ठइ, णो अट्ठाई जाव पुच्छइ । एएण वि ठाणेणं चित्ता ! जीवे णो लभइ केवलिपण्णत्तं धम्मं सवणयाए ॥४॥ ભાવાર્થ :- ત્યાર પછી કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથિને કહ્યું– હે ચિત્ત ! જીવ ચાર કારણોથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવાનો લાભ મેળવી શકતા નથી. તે આ પ્રમાણે છે—
(૧) જે મનુષ્યો આરામ કે ઉદ્યાનમાં પધારેલા શ્રમણ-માહણની સામે જતા નથી, તેમને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માનાદિ કરતા નથી, તેમને કલ્યાણ સ્વરૂપ, મંગલસ્વરૂપ, ધર્મદેવ સ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ માનતા નથી; તેમની સેવા શુશ્રુષા કરતા નથી; અર્થભૂત- જીવાદિ પદાર્થો વિષયક પ્રશ્નો પૂછતા નથી; મોક્ષના હેતુભૂત– મુક્તિના ઉપાયો પૂછતા નથી; જિજ્ઞાસાવશ પ્રશ્નો, સંસાર બંધના કારણો, તત્ત્વનું સ્વરૂપ જાણવા તેની વ્યાખ્યાને પૂછતા નથી; હે ચિત્ત ! તે મનુષ્યો કેવળી કથિત ધર્મ શ્રવણનો લાભ મેળવી શકતા નથી. અર્થાત્ જે મનુષ્યો વંદનાદિ કોઈ પણ નિમિત્તે શ્રમણ નિગ્રંથોના સંપર્કમાં આવતા નથી, તેને ધર્મ શ્રવણનો લાભ મળતો નથી અને તેથી જ તેઓ ધર્મ શ્રવણથી વિમુખ રહે છે.
(૨) જે મનુષ્યો ઉપાશ્રયમાં પધારેલા શ્રમણ-માહણાદિની સામે જતાં નથી, તેમને વંદન નમસ્કારાદિ કરતા નથી યાવત્ તત્ત્વસ્વરૂપ જાણવા વ્યાખ્યાદિ પૂછતા નથી તે મનુષ્યો કેવળી કથિત ધર્મ શ્રવણનો લાભ મેળવી શકતા નથી.
(૩) જે મનુષ્યો ગોચરીએ નીકળેલા શ્રમણ-માહણની સામે જતા નથી યાવત્ તેમની સેવા-શુશ્રુષા કરતા નથી, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પ્રતિલાભિત કરતા નથી(આહારાદિ વહોરાવતા નથી), જીવાદિ પદાર્થ વિષયક પ્રશ્ન પૂછતા નથી, તે મનુષ્યો કેવળી કથિત ધર્મ શ્રવણનો લાભ લઈ શકતા નથી. (૪) જે મનુષ્યો શ્રમણ-માહણ સામે મળી જાય તો પણ પોતાની જાતને છૂપાવી રાખવા હાથ, છત્ર કે વસ્ત્ર વડે પોતાને ઢાંકી રાખે, જીવાદિ પદાર્થ વગેરે વિષયક કાંઈ પૂછતા નથી, શ્રમણોની પાસે આવતા નથી તે મનુષ્યોને ધર્મ શ્રવણનો લાભ મળતો નથી.