________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
[ ૧૨૭]
છે, જેમના દર્શનની સ્પૃહા ધરાવે છે, જેમના દર્શનની અભિલાષા સેવે છે અને જેમનું નામ ગોત્ર સાંભળતા જ ખૂબ પ્રસન્ન થાય છે, તે જ આ કેશીકુમાર શ્રમણ, અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અહીં આવ્યા છે, અહીં પધાર્યા છે, અહીં બિરાજમાન થયા છે. આ શ્વેતાંબિકા નગરીની બહારના ઉદ્યાનમાં જ ઉતરવાની આજ્ઞા લઈ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહ્યા છે.
તો હે દેવાનુપ્રિયો ! આપણે ચિત્ત સારથિ પાસે જઈએ અને તેમને પ્રિય લાગે તેવા કેશીકુમાર શ્રમણના આગમનના સમાચાર આપીએ. પરસ્પરની ચર્ચાવિચારણાના અંતે તે સર્વેએ એકમત થઈ, ઉપર પ્રમાણે નિર્ણય કર્યો. ३३ जेणेव सेयविया णयरी जेणेव चित्तस्स सारहिस्स गिहे जेणेव चित्त सारही तेणेव उवागच्छंति, चित्तं सारहिं करयल जाव वद्धाति, वद्धावेत्ता एवं वयासीजस्स णं देवाणुप्पिया ! दसणं कंखति जाव अभिलसति जस्स णं णामगोयस्स वि सवणयाए हट्ठ जाव भवह, से णं अयं केसी कुमारसमणे पुव्वाणुपुट्विं चरमाणे जाव समोसढे जाव विहरइ । ભાવાર્થ :- ત્યારપછી ઉધાનપાલકો શ્વેતાંબિકા નગરીમાં, ચિત્ત સારથિના ઘેર, ચિત્તસારથિ પાસે આવ્યા. ચિત્ત સારથિને હાથ જોડી વંદન કરી, જય-વિજયના શબ્દોથી વધાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આપ જેના દર્શનને ઇચ્છો છો યાવતુ આપ જેના દર્શનની અભિલાષા રાખો છો, જેના નામગોત્રના શ્રવણથી પણ પ્રસન્ન થાઓ છો, તે કેશીકુમાર શ્રમણ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અહીં પધાર્યા છે થાવત્ અહીં વિચરી રહ્યા છે. ચિત્તસારથિનું દર્શનાર્થે ગમન - ३४ तए णं से चित्ते सारही तेसिं उज्जाणपालगाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव आसणाओ अब्भुटेइ, पायपीढाओ पच्चोरुहइ, पाउयाओ ओमुयइ, ए गसाडियं उत्तरासंग करेइ, अंजलि-मउलियग्गहत्थे केसिकुमार- समणाभिमुहे सत्तट्ठ पयाई अणुगच्छइ, करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी
णमोत्थुणं अरहंताणं भगवंताणं जावसंपत्ताणं; णमोत्थुणं केसिस्स कुमारसमणस्स मम धम्मायरियस्स धम्मोवदेसगस्स । वंदामि णं भगवंतं तत्थगयं इहगए, पासइ मे भगवं तत्थगए इहगयं त्ति कटु वंदइ णमंसइ ।
ते उज्जाणपालए विउलेणं वत्थगंधमल्लालंकारेणं सक्कारेइ सम्माणेइ, विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ઉદ્યાનપાલકો પાસેથી કેશીકુમાર શ્રમણના આગમનના સમાચાર સાંભળીને ઘણી ખુશી અનુભવતા ચિત્તસારથિ આસન ઉપરથી ઊભા થઈને, પાદપીઠ પર પગ મૂકીને, નીચે ઉતરી, પગમાંથી મોજડીઓ કાઢી નાંખીને, મોઢા આડો ખેસ રાખીને, હાથને અંજલીબદ્ધ કરીને(હાથ જોડીને) કેશીકુમાર શ્રમણ જે દિશામાં બિરાજમાન હતા તે દિશા સન્મુખ સાત-આઠ પગલા જઈને તેણમોત્થણની મુદ્રામાં