________________
૧૨૬
શ્રી રાયપસેણીય સૂત્ર
ભોગવતા રહેવા લાગ્યા.
કેશી શ્રમણનું શ્વેતાંબિકામાં પદાર્પણ ઃ
३० तए णं केसी कुमार-समणे अण्णया कयाइ पाडिहारियं पीढ-फलग-सेज्जासंथारगं पच्चप्पिणइ, सावत्थीओ णयरीओ कोट्ठगाओ चेइयाओ पडिणिक्खमइ पंचहि अणगार सएहिं जाव विहरमाणे जेणेव केकइयद्धे जणवए जेणेव सेयविया णयरी जेणेव मियवणे उज्जाणे तेणेव उवागच्छइ, अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तए णं सेयवियाए णयरीए सिंघाडग जाव महया जणसद्देइ वा जाव परिसा णिग्गच्छइ ।
ભાવાર્થ :- ત્યાર પછી અન્ય કોઈ એક દિવસે પાઢીયારા લાવેલા પાટ, બાજોઠ, શય્યા, સંસ્તારક વગેરે ઉપકરણો જેના લાવ્યા હતા, તેને પાછા સોંપીને ૫૦૦ અણગારો સાથે કેશીકુમાર શ્રમણે શ્રાવસ્તીના કોષ્ટક ઉદ્યાનમાંથી વિહાર કર્યો અને વિચરતાં-વિચરતાં કેકયાર્ધ દેશની શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં આવીને ઉતરવાની આજ્ઞા લઈને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં ત્યાં રહ્યા. કેશીકુમાર શ્રમણનું શ્વેતાંબિકા નગરીમાં આગમન થતાં જ શ્વેતાંબિકા નગરીના શ્રૃંગાટકાદિ સ્થાનો પર લોકો પરસ્પર ભેગા થઈ કેશીકુમાર શ્રમણના આગમન સંબંધી વાતચીત કરવા લાગ્યા યાવત્ દર્શન કરવા માટે જવા લાગ્યા.
લોકો
३१ तए णं ते उज्जाणपालगा इमीसे कहाए लद्धट्ठा समाणा हट्ठतुट्ठ जाव हिया जेणेव केसी कुमार-समणे तेणेव उवागच्छंति, केसिं कुमार-समणं वंदति णमंसंति, अहापडिरूवं उग्गहं अणुजाणंति, पाडिहारिएणं पीढ-फलग-सेज्जा- संथारएणं उवणिमंतति । ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણ ઉદ્યાનમાં પધાર્યા ત્યારે, તેમનું આગમન જાણીને ઉદ્યાનપાલકો ખુશ થયા અને તેમની પાસે આવીને, તેમને વંદન–નમસ્કાર કરીને તે સ્થાનમાં ઉતરવાની આજ્ઞા આપી તથા પાઢીયારાં પાટ, બાજોટ, શય્યા, સંસ્તારક વગેરે ગ્રહણ કરવા નિમંત્રણ આપ્યું.
| ३२ णामं गोयं पुच्छंति, ओधारेति, एगंतं अवक्कमंति, अण्णमण्णं एवं वयासी - जस्स णं देवाणुप्पिया ! चित्ते सारही दंसणं कखइ, दंसणं पत्थेइ, दंसणं पीहेइ, दंसणं अभिलस, जस्स णं णामगोयस्स वि सवणयाए हट्ठतुटु जाव हियए भवइ, से णं एस केसी कुमारसमणे पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे इहमागए, इह संपत्ते, इह समोसढे इहेव सेयवियाए णयरीए बहिया मियवणे उज्जाणे अहापडिरूवं जाव विहरइ ।
तं गच्छामो णं देवाणुप्पिया ! चित्तस्स सारहिस्स एयमट्ठ पियं णिवेदेमो, पियं से भवउ । अण्णमण्णस्स अंतिए एयमट्टं पडिसुर्णेति ।
ભાવાર્થ :- ત્યાર પછી ઉદ્યાનપાલકોએ કેશીકુમાર શ્રમણના નામ-ગોત્ર પૂછ્યાં અને હૃદયમાં ધારણ કર્યા અર્થાત્ સ્મૃતિમાં લઈ લીધા. ત્યાર પછી તેઓએ એકાંત સ્થાનમાં જઈને એક બીજા સાથે ચર્ચા-વિચારણા કરી કે ચિત્ત સારથિ જેમના દર્શનની ઇચ્છા રાખે છે(જેમની વાટ જોવે છે), જેમના દર્શન માટે પ્રાર્થના કરે