________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
[ ૧૨૩ ]
ભાવાર્થ :- ચિત્ત સારથિએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથિના આ કથનનો આદર ન કર્યો, તેના તરફ ધ્યાન ન આપ્યું. માત્ર મૌન રહ્યા. ત્યારે ચિત્ત સારથિએ બીજી-ત્રીજીવાર વિનંતી કરી કે– હે ભગવન્! પ્રદેશી રાજા માટે મૂલ્યવાન ભેટ લઈને, રાજાની વિદાય લઈને આજે હું શ્વેતાંબિકા જઈ રહ્યો છું. આપ ત્યાં પધારવાની અવશ્ય કૃપા કરશો. २४ तए णं केसी कुमार-समणे चित्तेण सारहिणा दोच्चं पि तच्चपि एवं वुत्ते समाणे चित्तं सारहिं एवं वयासी- चित्ता ! से जहाणामए वणसंडे सिया- किण्हे किण्होभासे जाव पडिरूवे । से णूणं चित्ता ! से वणसंडे बहूणं दुपय-चउप्पय-मियपसु-पक्खी-सिरीसिवाणं अभिगमणिज्जे ? हंता अभिगमणिज्जे । __तंसि च णं चित्ता ! वणसंडसि बहवे भिलुंगा णाम पावसउणा परिवसंति। जे णं तेसिं बहूणं दुपय-चउप्पय-मिय-पसु-पक्खी-सिरीसिवाणं ठियाणं चेव मंससोणियं आहारेंति। से णूणं चित्ता ! से वणसंडे तेसि णं बहूणं दुपय जाव सिरीसिवाणं अभिगमणिज्जे? णो तिणढे समटे । कम्हा णं ? भंते ! सोवसग्गे।
एवामेव चित्ता ! तुब्भं पि सेवियाए णयरीए पएसी णामं राया परिवसइ जाव णो सम्मं करभरवित्तिं पवत्तइ । तं कहं णं अहं चित्ता ! सेयवियाए णयरीए समोसरिस्सामि? ભાવાર્થ - ચિત્ત સારથિએ બે-ત્રણવાર આગ્રહભરી વિનંતી કરી ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથિને પૂછ્યું કે- હે ચિત્ત! જેમ કે કોઈ કૃષ્ણ અને કૃષ્ણછાયાવાળું અર્થાત્ હર્યું-ભર્યું, લીલુંછમ તથા રમણીય એવું વન(વનખંડ) હોય, તો તે વન મનુષ્યોને તથા ચતુષ્પદ મૃગ, પશુ, પક્ષી, સરિસર્પ વગેરે માટે શું અભિગમનીય– વિચરવા યોગ્ય કહેવાય ખરું? ચિત્ત- હા, ભગવન્! તે વન મનુષ્યાદિ માટે વિચરવા યોગ્ય છે. કેશી શ્રમણ- હે ચિત્ત ! તે વનમાં મનુષ્ય, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસર્પોનો શિકાર કરનારા, તેના લોહી-માંસ ખાનારા ઘણા પારિષ્ઠ ભીલ જાતિના શિકારીઓ રહેતા હોય, તો તે ચિત્ત ! શું તે વન મનુષ્યાદિ માટે વિચરવા યોગ્ય કહેવાય ખરું? ચિત્ત- હે ભગવન્! તેવું વન મનુષ્યાદિ માટે વિચારવા યોગ્ય ન કહેવાય. કેશી શ્રમણ- હે ચિત્ત ! શા માટે તે વન મનુષ્યાદિ માટે વિચરવા યોગ્ય ન કહેવાય? ચિત્ત- હે ભગવન્! તે વન ઉપસર્ગ, વિદન, બાધા-પીડાવાળું હોવાથી મનુષ્યાદિ માટે વિચરવા યોગ્ય નથી. કેશી શ્રમણ– તે જ પ્રમાણે હે ચિત્ત ! તારી શ્વેતાંબિકા નગરી ભલે ઘણી સારી હોય પરંતુ ત્યાંનો પ્રદેશી રાજા અધાર્મિક છે વાવત કર લઈને પ્રજાનું પોષણ-રક્ષણ કરતો નથી, તેથી તે ચિત્ત ! હું શ્વેતાંબિકા નગરીમાં કેવી રીતે આવું? તાત્પર્ય એ છે કે જે રાજ્યમાં રાજ્યવ્યવસ્થા ઉચિત ન હોય, શાસક અન્યાયી અને ક્રૂર હોય ત્યાં સાધ્વાચારના પાલનમાં મુશ્કેલીની સંભાવના હોવાથી સાધુએ ત્યાં વિચરવું યોગ્ય નથી.