________________
| १२२ ।
શ્રી રાયપરોણીય સૂત્ર
णं जहाभणियं अवितहमसंदिद्धं वयणं विण्णवेहि त्ति कटु विसज्जिए । ભાવાર્થ:- આ રીતે કેટલાક દિવસો વીત્યા પછી કોઈ એક દિવસે જિતશત્રુ રાજાએ એક મહામૂલ્યવાન ભેટ તૈયાર કરાવીને ચિત્ત સારથિને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે ચિત્ત ! તમે શ્વેતાંબિકા નગરીમાં પ્રદેશી રાજાને મારી આ ભેટ આપજો અને મારા પ્રણામ કહીને મારાવતી વિનંતી કરજો કે તેઓએ મને જે સંદેશ મોકલ્યો હતો, તે મારે મન અવિતથ–સાચો અને અસંદિગ્ધ છે. આ રીતે સૂચના આપીને રાજાએ આદરપૂર્વક ચિત્ત સારથિને વિદાય આપી. કેશી શ્રમણને શ્વેતાંબિકા પધારવા પ્રાર્થના -
२२ तए णं से चित्ते सारही जियसत्तुणा रण्णा विसज्जिए समाणे तं महत्थं जाव पाहुडं गिण्हइ, गिण्हित्ता जियसत्तुस्स रण्णो अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सावत्थी णयरीए मज्झंमज्झेणं णिग्गच्छइ, जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छइ, तं महत्थं जाव ठवेइ, हाए जाव पायचारविहारेण महया पुरिसवग्गुरा-परिक्खित्ते रायमग्ग-मोगाढाओ आवासाओ णिग्गच्छइ, सावत्थीणगरीए मझमज्झेणं णिग्गच्छइ, जेणेव कोट्ठए चेइए जेणेव केसी कुमारसमणे तेणेव उवागच्छइ, केसी कुमारसमणस्स अंतिए धम्म सोच्चा जाव एवं वयासी- एवं खलु अहं भंते ! जियसत्तुणा रण्णा पएसिस्स रण्णो इमं महत्थं जाव उवणेहि त्ति कटु विसज्जिए । तं गच्छामि णं अहं भंते ! सेयवियं णयरिं । पासादीया णं भंते ! सेयविया णयरी, दरिसणिज्जा णं भंते ! सेयविया णयरी, अभिरूवा णं भंते ! सेयविया णयरी, पडिरूवा णं भंते ! सेयविया णगरी, समोसरह णं भंते ! तुब्भे सेयवियं णयरिं । ભાવાર્થ - જિતશત્ર રાજાએ ચિત્તસારથિને વિદાય આપી ત્યારે તેણે તે ભેટ ગ્રહણ કરી અને જિતશત્રુ રાજા પાસેથી નીકળીને, શ્રાવસ્તી નગરીમાં થઈને રાજમાર્ગ ઉપરના પોતાના ઉતારે આવીને તે ભેટને એકબાજુ મૂકી દીધી. ત્યાર પછી સ્નાન કરીને શરીરને અલંકૃત કરીને, કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરીને વિશાળ જનસમુદાય સાથે પોતાના રાજમાર્ગ ઉપરના ઉતારેથી નીકળીને પગપાળા કેશીકુમાર શ્રમણ બિરાજમાન હતા, ત્યાં આવીને કેશીકુમાર શ્રમણ પાસેથી ધર્મોપદેશ સાંભળ્યો. ત્યાર પછી કેશીકમાર શ્રમણને વિનંતી કરી કે હે ભગવાન!જિતશત્રુ રાજાની વિદાય લઈને, પ્રદેશી રાજાને આપવાની ભેટ લઈને આજે હું શ્વેતાંબિકા નગરી જઈ રહ્યો છું. હે ભગવાન ! તમે એકવાર શ્વેતાંબિકા નગરી જરૂર પધારજો. શ્વેતાંબિકાનગરી પ્રાસાદિક છે, હે ભગવાન ! શ્વેતાંબિકાનગરી દર્શનીય છે, શ્વેતાંબિકા નગરી મનોહર છે, રમણીય છે, માટે તમે જરૂર ત્યાં પધારવા કૃપા કરશો. २३ तए णं से केसी कुमारसमणे चित्तेणं सारहिणा एवं वुत्ते समाणे चित्तस्स सारहिस्स एयमटुं णो आढाइ, णो परिजाणाइ तुसिणीए संचिट्ठइ । तए णं से चित्ते सारही केसी कुमारसमणं दोच्चं पि तच्च पि एवं वयासी- एवं खलु अहं भंते ! जियसत्तुणा रण्णा पएसिस्स रण्णो इमं महत्थं जाव समोसरह णं भंते ! तुब्भे सेयवियं णयरिं ।