________________
બીજો વિભાગ : પ્રદેશી રાજા
૧૨૧
य ताइं जियसत्तुणा रण्णा सद्धिं सयमेव पच्चुवेक्खमाणे पच्चुवेक्खमाणे विहरइ । ભાવાર્થ:- વ્રત ગ્રહણ કર્યા પછી તે ચિત્ત સારથિ શ્રમણોપાસક થઈ ગયા. તે ચૈતન્ય સ્વરૂપી જીવતત્ત્વ અને જડસ્વરૂપી અજીવ તત્ત્વના જ્ઞાતા બની ગયા, શુભકર્મરૂપ પુણ્યતત્ત્વ અને અશુભકર્મરૂપ પાપ તત્ત્વને સમજવા લાગ્યા, કર્મબંધના કારણરૂપ આશ્રવતત્ત્વ, હિંસાદિ વિરમણરૂપ સંવર તત્ત્વ, એક દેશથી કર્મ પુદ્ગલોનું આત્મપ્રદેશથી છૂટા પડવારૂપ નિર્જરા તત્ત્વ, કાયકી આદિ ક્રિયાઓ, ક્રિયાના સાધનરૂપ અધિકરણ, આત્મપ્રદેશો સાથે દૂધપાણીની જેમ જોડાતા કર્મપુદ્ગલરૂપ બંધતત્ત્વ અને સર્વ કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોથી સર્વથા છૂટા પડવારૂપ મોક્ષતત્ત્વના સ્વરૂપને જાણવામાં કુશળ થઈ ગયા.
તેઓ કુતીર્થિકોના કુતર્કોનું ખંડન કરવામાં બીજાની સહાયની જરૂર ન રહે તેવા આત્મનિર્ભર થઈ ગયા. તેમને નિગ્રંથ પ્રવચન ઉપર એવી દઢ શ્રદ્ઘા થઈ ગઈ કે કોઈ દેવ, અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર દેવો, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ(દેવ), ગંધર્વ, મહોરગ કે અન્ય જાતીય કોઈપણ દેવગણ તેમને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરી શકે તેમ ન હતા અર્થાત્ દેવતાના ડગાવ્યા ડગે નહીં, ચલાવ્યા ચલિત થાય નહીં, તેવા દઢ થઈ ગયા.
તેઓને નિગ્રંથ પ્રવચન પ્રતિ કોઈ પણ પ્રકારની શંકા થતી ન હોવાથી નિઃશંકિત, અન્ય મત પ્રતિ કોઈ પણ પ્રકારની કાંક્ષા—ઇચ્છા ન હોવાથી નિઃકાંક્ષિત અને ધર્મક્રિયાદિના ફળ માટે સંદેહ ન હોવાથી નિર્વિચિકિત્સા ગુણથી સંપન્ન થઈ ગયા. નિગ્રંથ પ્રવચનનો અર્થ જાણી લેવાથી તેઓ લબ્ધાર્થ, તે અર્થને સ્વીકારી લેવાથી ગૃહિતાર્થ, પ્રશ્નોત્તર દ્વારા સંશયો દૂર થઈ જવાથી પૃષ્ટાર્થ, સર્વ પ્રકારે અર્થ ગ્રહણથી અધિગતાર્થ અને તે અર્થને આત્મસાત્ કરી લેવાથી વિનિશ્ચિતાર્થ બની ગયા.
ચિત્ત સારથિને નિગ્રંથ પ્રવચનનો રંગ હાડહાડની મજ્જાએ લાગી ગયો અર્થાત્ તેની રગેરગમાં નિગ્રંથ પ્રવચન પ્રતિ પ્રેમ અને અનુરાગ થઈ ગયો.(જેમ અસ્થિ અને મજ્જા પરસ્પર ઓતપ્રોત હોય છે, તેવી જ ઓતપ્રોતતા તેને નિગ્રંથ પ્રવચનમાં થઈ ગઈ હતી.) તેમના એવા ભાવ વ્યક્ત થતા હતા કે હે આયુષ્યમાન ! આ નિગ્રંથ પ્રવચન જ યથાર્થ છે, પરમાર્થરૂપ છે, બાકી બધું અનર્થરૂપ છે. પ્રવચન પ્રત્યેની આવી આસ્થાના કારણે તેનું હૃદય સ્ફટિક જેવું નિર્મળ થઈ ગયું હતું. સાધુઓ-ભિક્ષુઓ આદિ સર્વ માટે તેના ઘરના દરવાજા સદા ખુલ્લા રહેવા લાગ્યા અર્થાત્ ભિક્ષુઓ ભિક્ષા માટે સરળતાપૂર્વક પ્રવેશી શકે તે માટે તેના ઘરના દ્વાર સદા ખુલ્લા રહેવા લાગ્યા.
તેનું શીલ એટલું બધું પવિત્ર બની ગયું કે અંતઃપુરમાં તે નિઃશંકપણે પ્રવેશ કરી શકતા હતા, ચૌદસ, આઠમ, અમાસ, પૂનમના દિવસોમાં પ્રતિપૂર્ણ પૌષધનું પાલન કરવા લાગ્યા. તે શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક-અચિત્ત અને એષણીય–સાધુજન માટે કલ્પનીય એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારના આહાર, પીઢ, ફલક, શય્યા-સંસ્તારક, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધ ભેષજથી પ્રતિલાભિત કરતા રહ્યા, વિધિપૂર્વક ગ્રહણ કરેલા તપથી તથા શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધાદિથી આત્માને ભાવિત કરતા રહ્યા. જિતશત્રુ રાજા સાથે રહીને રાજ્યકાર્યો તથા રાજ્ય વ્યવહારોનું અવલોકન કરતા શ્રાવસ્તી નગરીમાં રહ્યા.
| २१ तए णं से जियसत्तुराया अण्णया कयाइ महत्थं जाव पाहुडं सज्जेइ, सज्जेत्ता चित्तं सारहिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छाहि णं तुमं चित्ता ! सेयवियं णयरिं पएसिस्स रण्णो इमं महत्थं जाव पाहुडं उवणेहि, मम पाउग्गं च