________________
૧૨૦
શ્રી રાયપસેણીય સૂત્ર
કરાયેલા બાર અણુવ્રતરૂપ ગૃહસ્થધર્મનું નિરૂપણ છે.
મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓ માટે ચાર મહાવ્રતનું વિધાન છે. કેશીકુમાર શ્રમણ ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના હોવાથી તેમણે ચાર મહાવ્રતરૂપ શ્રમણધર્મનો ઉપદેશ આપ્યો. તેઓએ મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ આ બંને મહાવ્રતોનો સમાવેશ બહિદ્ધાદાન વિરમણ નામના ચતુર્થ મહાવ્રતમાં કરી, ચાર મહાવ્રતોનું કથન કરે છે.
સવ્વાબો વહિદ્ધાવાળાઓ વેરમાં :- સર્વ પ્રકારના બાહ્ય આદાનથી વિરતિ. ધાર્મિક ઉપકરણો સિવાયના સર્વ પદાર્થો બાહ્ય કહેવાય છે. તેના ગ્રહણને બહિદ્ધા દાન કહે છે. બાહ્ય સર્વ પદાર્થો પરિગ્રહરૂપ છે તે જ રીતે સ્ત્રી પણ બાહ્ય આદાન હોવાથી પરિગ્રહરૂપ જ છે. તેથી બહિદ્ધાદાન વિરમણ વ્રતમાં સ્ત્રી ત્યાગ—મૈથુન વિરમણ અને બાહ્ય પદાર્થોનો ત્યાગ, તે સર્વનો સમાવેશ થઈ જાય છે. પંચાળુળ્વયં સત્ત સિવાવયાર્ં :- આ સૂત્રમાં ચિત્ત સારથિના વ્રતગ્રહણ પ્રસંગે સૂત્રકારે બાર વ્રતનું કથન કર્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ તીર્થંકરના શાસનમાં શ્રાવકો માટે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર વ્રતોનું કથન હોય છે. તેમાંથી શ્રાવક પોતાની શક્તિ સામર્થ્યનો વિચાર કરીને ઇચ્છાનુસાર વ્રત ગ્રહણ કરી શકે છે.
શાસ્ત્રોમાં ક્યાંક સાત શિક્ષાવ્રતનો પાઠ મળે અને ક્યાંક ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, એવો પણ પાઠ મળે છે. ગુણવ્રતોને કોઈ અપેક્ષાએ શિક્ષાવ્રત પણ કહી શકાય છે. ગુણવ્રતાનામપિ निरन्तरमभ्यस्य- मानतया शिक्षाव्रतत्वेन विवक्षणात् सिक्खावयाइं त्युक्तं । गुए। व्रतो પણ નિરંતર અભ્યાસ સાધ્ય હોવાથી ત્રણ ગુણ વ્રતોને પણ આ સૂત્રમાં શિક્ષાવ્રતરૂપે વિવક્ષિત કરીને સાત શિક્ષાવ્રતો કહ્યા છે.
ચિત્તસારથિની ધર્મશ્રદ્ધા અને આચાર શુદ્ધિ :
२० तए णं से चित्ते सारही समणोवासए जाए अहिगयजीवाजीवे उवलद्ध पुण्णपावे आसव-संवर- णिज्जर-किरियाहिगरण-बंध- मोक्ख-कुसले ।
असहिज्जे देवासुर-णाग-सुवण्ण जक्ख- रक्खस-किण्णर- किंपुरिस-गरुलगंधव्व-महोरगाईहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जे । णिग्गंथे पावयणे णिस्संकिए, णिक्कंखिए णिव्वितिगिच्छे लद्धट्टे गहियठ्ठे पुच्छियट्टे अहिगयट्ठे विणिच्छियट्ठे, अट्ठिमिंजपेम्माणुरागरत्ते; अयमाउसो ! णिग्गंथे पावणे બટ્ટે, મયં પરમકે, તેણે અકે, શિવત્તિને અવયવુવા
चियत्तंतेउरघरप्पवेसे चाउद्दसमुद्दिट्ठ-पुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणु-पालेमाणे, समणे णिग्गंथे फासुएसणिज्जेणं असण-पाण -खाइम-साइमेणं पीढ-फलगसेज्जा- संथारेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं ओसह-भेसज्जेणं पडिलाभेमाणे, अहापरिग्गहेहिं तवोकम्मेहिं बहूहिं सीलव्वय गुणवय वेरमण पच्चक्खाणपोसहोववासेहिं अप्पाणं भावेमाणे, जाई तत्थ रायकज्जाणि य जाव रायववहाराणि