________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
૧૧૯ ]
वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- जहा णं देवाणुप्पियाणं अंतिए बहवे उग्गा जाव इब्भा इब्भपुत्ता चिच्चा हिरण्णं, चिच्चा सुवण्णं एवं धणं धण्णं बलं वाहणं कोसं कोट्ठागारं पुरं अंतेउरं, चिच्चा विउलं धण-कणग-रयण-मणि-मोत्तिय संख-सिलप्पवाल-संतसारसावएज्जं विच्छत्तिा विगोवइत्ता, दाणं दाइयाणं परिभाइत्ता, मुंडे भवित्ता णं अगाराओ अणगारियं पव्वयंति, णो खलु अहं तहा संचाएमि चिच्चा हिरण्णं तं चेव जाव पव्वइत्तए । अहं णं देवाणुप्पियाणं अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जित्तए। अहासुहं देवाणुप्पिया! मा पडिबध करेहि। ભાવાર્થ :- ત્યાર પછી તે ચિત્ત સારથિએ કેશીકુમાર શ્રમણ પાસેથી ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, હર્ષિત થયા યાવત પ્રફુલ્લિત હૃદયવાળા થયા અને પોતાના આસન ઉપરથી ઊભા થઈને કેશીકુમાર શ્રમણને પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને, આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! નિગ્રંથ પ્રવચન ઉપર હું શ્રદ્ધા રાખું છું, હે ભગવન્! નિગ્રંથ પ્રવચન ઉપર હું પ્રતીતિ-વિશ્વાસ રાખું છું, હે ભગવન્! નિગ્રંથ પ્રવચન ઉપર રુચિ ધરાવું છું, હે ભગવન્! નિગ્રંથ પ્રવચનનો હું સ્વીકાર કરું છું. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન યથાર્થ છે, તથ્થાર્થ છે. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન ઇષ્ટ છે, પ્રતીષ્ટ છે, હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચનને હું ઇચ્છું છું, વારંવાર ઇચ્છું છું. તમે જેમ કહ્યું છે, તેવું જ આ નિગ્રંથ પ્રવચન છે; આ પ્રમાણે કહીને તેમણે કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
જે રીતે આપ દેવાનુપ્રિયની પાસે ઘણા ઉગ્રવંશી, ઇભ્યવંશી લોકો, ઇભ્યવંશી પુત્રો વગેરે સોનું, ચાંદી, ધન, ધાન્ય, સેના, વાહન, કોશ, કોઠાર, નગર, અંતઃપુરનો ત્યાગ કરીને અને વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ(મંગા) આદિ વારસામાં પ્રાપ્ત સારભૂત દ્રવ્યોના મમત્વને છોડીને, દીન-દરિદ્રને દાન આપીને, પુત્રાદિમાં ભાગ પાડીને, મુંડિત થઈને, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થાય છે. તે રીતે ચાંદી વગેરેનો ત્યાગ કરીને વાવતું પ્રવ્રજિત થવામાં હું સમર્થ નથી. હું આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત મૂલક બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. ચિત્ત સારથિની ભાવનાને જાણીને કેશીકુમાર શ્રમણે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઊપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. १९ तए णं से चित्ते सारही केसिकुमार समणस्स अंतियं पंचाणुव्वइयं गिहिधम्म उवसंपज्जित्ताणं विहरइ । तए णं से चित्ते सारही केसिकुमारसमणं वंदइ णमंसइ, वंदित्ता णमंसिता जेणेव चाउग्घंटे आसरहे तेणेव पहारेत्थ गमणाए । चाउग्घंट आसरहं दुरुहइ, जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए । ભાવાર્થ - ત્યારે ચિત્ત સારથિએ કેશીકુમાર શ્રમણ પાસેથી પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રતરૂપ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યાર બાદ ચિત્ત સારથીએ કેશીકુમાર શ્રમણને વંદના નમસ્કાર કરીને, ચાર ઘંટાવાળા અશ્વરથ તરફ પ્રયાણ કર્યું. ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થઈને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કેશીકુમાર શ્રમણના ચાતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મ અને ચિત્ત સારથિ દ્વારા ગ્રહણ