________________
[ ૧૧૦ ]
શ્રી રાયપસણીય સૂત્ર
धारिणी वण्णओ । पएसिणा रण्णा सद्धिं अणुरत्ता अविरत्ता जाव विहरइ ।
तस्स णं पएसिस्स रण्णो जेटे पुत्ते सूरियकताए देवीए अत्तए सूरियकते णामं कुमारे होत्था- सुकुमालपाणिपाए जाव पडिरूवे । से णं सूरियकंते कुमारे जुवराया वि होत्था । पएसिस्स रण्णो रज्जं च रटुं च बलं च वाहणं च कोसं च कोट्ठागारं च पुरं अंतेउरं सयमेव पच्चुवेक्खमाणे पच्चुवेक्खाणे विहरइ । ભાવાર્થ:- તે પ્રદેશ રાજાને સૂર્યકતા નામની રાણી હતી. તેના હાથ-પગ સુકોમળ હતા વગેરે વર્ણન ઔપપાતિક સુત્રના ધારિણી રાણીના વર્ણનની સમાન જાણવું. તેણી પ્રદેશી રાજામાં અનુરક્ત અને તેમને અનુકૂળ હતી યાવતુ સુખપૂર્વક રહેતી હતી.
તે પ્રદેશ રાજાનો જ્યેષ્ઠ પુત્ર અને સૂર્યકતા રાણીનો આત્મજ સૂર્યકેત નામનો કુમાર હતો. તેના હાથ-પગ વગેરે અવયવો અત્યંત સુકોમળ હતા થાવ તે અત્યંત મનોહર હતો. તે સૂર્યકંતકુમાર યુવરાજ હતો. તે પ્રદેશ રાજાના રાજ્ય, દેશ, સેના, વાહન, કોશ, રાજભંડાર અને કોઠાર–અન્નભંડાર તથા અંતઃપુરની સાર સંભાળ રાખતો હતો. | ४ तस्स णं पएसिस्स रण्णो जेढे भाउय-वयंसए चित्ते णाम सारही होत्था-अड्डे जाव बहुजणस्स अपरिभूए, साम-दंड-भेय-उवप्पयाण-अत्थसत्थ-ईहा-म-विसारए, उप्पत्तियाए वेणइयाए कम्मयाए पारिणामियाए-चउव्विहाए बुद्धीए उववेए, पए सिस्स रण्णो बहूसु कज्जेसु य कारणेसु य कुडुबेसु य मंतेसु य गुज्झेसु य रहस्सेसु य णिच्छएसु य ववहारसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे मेढी पमाण आहारे आलंबणं चक्रु, मेढीभूए पमाणभूए आहारभूए आलंबणभूए चक्खुभूए सव्वट्ठाण-सव्वभूमियासु लद्धपच्चए विदिण्णवियारे रज्जधुराचिंतए यावि होत्था । ભાવાર્થ - તે પ્રદેશી રાજાને જ્યેષ્ઠ ભાતૃવંશીય(મિત્ર સમાન) ચિત્ત નામનો સારથિ(પ્રધાન) હતો. તે ચિત્ત સારથિ સમૃદ્ધ-સંપત્તિવાન તથા અપરિભૂત- અનેક લોકોને માટે આદર્શભૂત હતો, તે અર્થશાસ્ત્ર સૂચિત સામ, ભેદ, દંડ અને ઉપપ્રદાન, આ ચારે ય રાજનીતિ તથા રાજકરણીય ઉપાયોમાં વિશારદ-કુશળ હતો. તે કોઠાસૂઝ વાળો અને તત્કાલ સમાધાન શોધી લે તેવી ઔત્પાત્તિકી બુદ્ધિ; વડીલો અને ગુરુજનોના વિનયથી પ્રાપ્ત વૈયિકી બુદ્ધિ, કાર્ય કરતાં-કરતાં અનુભવથી પ્રાપ્ત કર્મજાબુદ્ધિ અને ઉંમર વધતા વૃદ્ધિ પામે તેવી પારિણામિકી બુદ્ધિથી સંપન્ન હતો. પ્રદેશ રાજા પણ પોતાના અનેક કાર્યોમાં, કાર્ય સંપાદક હેતુઓમાં, કૌટુંબિક વિષયોમાં, મંત્રણાઓમાં, ગોપનીય કાર્યોમાં, રહસ્યભૂત બનાવોમાં, અનેક પ્રકારના નિર્ણયો લેવામાં અને રાજ્ય સંબંધી વ્યવહારોમાં વારંવાર તેમની સલાહ લેતા હતા. રાજા અને સર્વજનો માટે તે મેઢી સમાન હતો. ખળાના વચલા સ્તંભને મેઢી કહે છે, તેના આધારે બળદો ગોળ-ગોળ ફરે છે, તેમ મંત્રણા સમયે મંત્રીમંડળ તેને પ્રમાણરૂપ માનતા હતા. રાજાદિ માટે તે પ્રમાણરૂપ, પૃથ્વીની જેમ આધારભૂત, દોરડાની જેમ અવલંબનરૂપ અને ચક્ષની જેમ માર્ગદર્શક હતો. તે મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, અવલંબનભૂત અને ચક્ષુભૂત હતો. સંધિવિગ્રહ વગેરે અનેક સ્થાનો, મંત્રી પદ વગેરે સર્વભૂમિકાઓમાં સલાહ આપી શકતો હતો. રાજાનો વિશ્વાસુ હતો અને સમગ્ર રાજ્યની ધુરાને વહન કરતો હતો અર્થાત સકલ રાજ્યકાર્યની દેખભાળ રાખતો હતો.