________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
[ ૧૦૯ ]
तत्थ णं सेयवियाए णगरीए पएसी णाम राया होत्था-महयाहिमवंत जाव विहरइ। अधम्मिए अधम्मिटे, अधम्मक्खाई अधम्माणुए, अधम्मपलोई अधम्मपजणणे अधम्मसील- समुदायारे, अधम्मेण चेव वित्तिं कप्पेमाणे ।
हण छिंद भिंद पवत्तए लोहियपाणी पावे चंडे रुद्दे खुद्दे साहस्सीए उक्कंचणवंचण-मायानियडि-कूडकवङसाइसंपओगबहुले; णिस्सीले णिव्वए णिग्गुणे णिम्मेरे णिप्पच्चक्खाण- पोसहोववासे बहूणं दुपय-चउप्पय-मिय पसुपक्खी सरिसिवाणं घायाए वहाए उच्छायणयाए अधम्मकेऊ समुट्ठिए गुरूणं णो अब्भुढेइ णो विणयं पउजइ सयस्स वि य ण जणवयस्स णो सम्म करभरवित्ति पवत्तेइ । ભાવાર્થ :- “ગૌતમ” આ રીતે ગૌતમ સ્વામીને સંબોધન કરીને ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ ! તે કાળે–વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરામાં, તે સમયે-કેશીસ્વામી વિદ્યમાન હતા તે સમયે, આ જેબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કેક્વાર્ધ નામનો દેશ હતો. તે રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિથી સમૃદ્ધ હતો યાવત દર્શનીય, મનોજ્ઞ અને અતિ રમણીય હતો. તે કેકયાર્ધ દેશમાં રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિથી પરિપૂર્ણ તથા રમણીય એવી શ્વેતાંબિકા નામની નગરી હતી.
તે શ્વેતાંબિકા નગરીની બહાર, ઈશાનકોણમાં નંદનવન જેવું રમ્ય, સર્વ ઋતુના ફળોથી સમૃદ્ધ સુંદર-સુગંધી, શીતળ છાયા યુક્ત, પ્રસન્નતાદાયક તથા શોભનીય એવું મૃગવન નામનું ઉધાન હતું.
તે શ્વેતાંબિકા નગરીમાં મહાહિમવાન પર્વત જેવો પ્રભાવશાળી પ્રદેશનામનો રાજા હતો. તે રાજા અધાર્મિક, અધર્મિષ્ઠ, અધર્યાખ્યાયી(અધર્મીરૂપે પ્રખ્યાત), અધર્માનુગામી, અધર્માવલોકી, અધર્મને ફેલાવનારો, અધર્મશીલ અને અધર્માચારી હતો અને અધર્મથી જ જીવન નિર્વાહ કરનાર હતો.
તે રાજા મારો, છેદો, ભેદો જેવા શબ્દો વડે હિંસાનો પ્રવર્તક હતો અર્થાત્ તેવા કાર્ય કરાવતો હતો. તેના હાથ હંમેશાં લોહીથી ખરડાયેલા રહેતા હતા. તે સાક્ષાત્ પાપનો અવતાર હતો. પ્રકૃતિથી જ તે પ્રચંડ ક્રોધી, ભયાનક, અધમ અને સાહસિક(વગર વિચાર્યું કાર્ય કરનારો) હતો. ઉત્કંચન–તે ઠગોને પ્રોત્સાહન આપનારો, લાંચ લેનારો, બીજાને છેતરનારો, માયાવી, બગભગત, કૂડ-કપટ કરનારો હતો. તેનામાં આ સર્વ દુર્ગુણો ફૂલ્યાફાલ્યા હતા. તેનામાં કોઈપણ પ્રકારના વ્રત, શીલ, ગુણ કે મર્યાદા ન હતા. તે ક્યારેય પ્રત્યાખ્યાન પૌષધ કે ઉપવાસ કરતો નહીં. તે મનુષ્ય, પશુ, મૃગ, પક્ષી, સર્પ વગેરેનો ઘાતક હતો. ટૂંકમાં તે રાજા અધર્મના કેતગ્રહ જેવો હતો. તે ગુરુજનોનો આદર, વિનય કરતો નહીં. પોતાની પ્રજા પાસેથી કર લઈને તેમનું સમ્યક રક્ષણ કરતો ન હતો. વિવેચન :હોય કે – કેકયાર્ધ. શ્રી પ્રજ્ઞાપના સુત્ર અનુસાર ક્ષેત્રની અપેક્ષાએ ભરતક્ષેત્રમાં ૨પા આર્યદેશો છે અર્થાત્ ૨૫ દેશ આખા અને કેયે દેશ અર્ધા આર્યક્ષેત્ર કહેવાય છે. અર્ધા કેકય દેશને અહીં જુદા જનપદ(દેશ)ના નામે સંબોધિત કરવામાં આવ્યો છે. સૂર્યકતા રાણી : યુવરાજ સૂર્યકત:| ३ तस्स णं पएसिस्स रण्णो सूरियकता णामं देवी होत्था- सुकुमालपाणिपाया