________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
[૧૧૧ ]
કુણાલ જનપદ, શ્રાવસ્તીનગરી, જિતશત્રુ રાજા - [५ तेणं कालेणं तेणं समएणं कुणाला णामं जणवए होत्था- रिद्ध-स्थिमिय-समिद्धे, वण्णओ । तत्थ णं कुणालाए जणवए सावत्थी णामंणयरी होत्था-रिद्ध-स्थिमियसमिद्धा जाव पडिरूवा । तीसे णं सावत्थिए णगरीए बहिया उत्तरपुरस्थिमे दिसीभाए कोट्ठए णामं चेइए होत्था- पोराणे जाव पासाईए ।
तत्थ णं सावत्थीए णयरीए पएसिस्स रण्णो अंतेवासी जियसत्तू णामं राया होत्था, महयाहिमवंत जाव विहरइ । ભાવાર્થ :- કાળે–વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરામાં, તે સમયે- કેશીસ્વામી વિધમાન હતા, તે સમયે રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિથી ભરપૂર તથા રમણીય એવો કુણાલ નામનો દેશ હતો. તેમાં રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિથી પરિપૂર્ણ, રમણીય એવી શ્રાવસ્તી નામની નગરી-રાજધાની હતી.
તે શ્રાવસ્તી નગરીની ઉત્તર-પૂર્વ દિશામાં(ઈશાન કોણમાં) અત્યંત પ્રાચીન તથા મનોહર એવું કોષ્ટક નામનું યક્ષાયતનયુક્ત ઉદ્યાન હતું. તે શ્રાવસ્તી નગરીમાં મહાહિમવાન પર્વત જેવો પ્રભાવશાળી જિતશત્રુ નામના પ્રદેશ રાજાના આધીનસ્થ ખંડિયા રાજા રાજ્ય કરતા હતા. વિવેચન - અંતેવાસી નિયત :- શ્રાવસ્તી નગરીનો જિતશત્રુ રાજા શ્વેતાંબિકાના પ્રદેશી રાજાનો અંતેવાસી હતો. અંતેવાસી શબ્દ શિષ્યભાવનો સૂચક છે. શિષ્ય ગુરુની આજ્ઞાનો ધારક હોય છે, તેમ જિતશત્રુ રાજા પ્રદેશી રાજાની આજ્ઞાનો ધારક હતો અર્થાત્ તેના તાબામાં રહેતો ખંડિયો રાજા હતો. શ્રાવસ્તીમાં ચિત્ત સારથિનું આગમન - |६ तए णं से पएसी राया अण्णया कयाइ महत्थं महग्धं महरिहं विउलं रायारिहं पाहुडं सज्जावेइ, सज्जावित्ता चित्तं सारहिं सद्दावेइ, सहावित्ता एवं वयासी- गच्छ णं चित्ता ! तुमं सावत्थि णयरिं जियसत्तुस्स रण्णो इमं महत्थं जाव पाहुडं उवणेहि, जाइ तत्थ रायकज्जाणि य रायकिच्चाणि य रायणीइओ य रायववहारा य ताइ जियसत्तुणा सद्धिं सयमेव पच्चुवेक्खमाणे विहराहि त्ति कटु विसज्जिए । ભાવાર્થ - ત્યાર પછી એકદા પ્રદેશી રાજાએ મહાર્થ–મણિ, રત્ન, કનક વગેરે ઉત્તમ પદાર્થોથી યુક્ત, મહામૂલ્યવાન, મહાન પુરુષોને યોગ્ય ભેટ તૈયાર કરાવીને, ચિત્ત સારથિને બોલાવીને કહ્યું કે- હે ચિત્ત ! તમે શ્રાવસ્તી નગરી જાઓ અને જિતશત્રુ રાજાને આપણી આ મહામૂલ્યવાન ભેટ આપી આવો તથા જિતશત્રુરાજા સાથે થોડો વખત રહીને ત્યાંના રાજકાર્યો, રાજનીતિઓ તથા રાજવ્યવહાર જોઈ-તપાસી આવો. તેમ કહી ચિત્ત સારથિને જવાની આજ્ઞા કરી. |७ तए णं से चित्ते सारही पएसिणा रण्णा एवं वुत्ते समाणे हट्ठ तुढे जाव पडिसुणेत्ता तं महत्थं जाव पाहुडं गेण्हइ, गेण्हित्ता पएसिस्स रण्णो अंतियाओ