________________
| પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ
| ૮૩ |
તે પ્રત્યેક જિનપ્રતિમાઓની બંને બાજુએ એક-એક ચામરધારી પ્રતિમાઓ છે. પોત-પોતાના હાથમાં વિવિધ મણિરત્નોથી ખચિત ચંદ્રકાંત, વજ અને વૈર્થ મણિઓની ડાંડીવાળા; રજત જેવા શ્વેત, પાતળા લાંબાવાળવાળા; અંતરત્ન, કંદપુષ્પ, જલબિન્દુ, રજત અને મંથન કરવાથી ઉત્પન્ન અમૃતના ફીણ જેવા શ્વેત ચામરોને ધારણ કરી અને લીલાપૂર્વક વિજતી તે ચામરધારી પ્રતિમાઓ ઊભી છે.
તે જિનપ્રતિમાઓની આગળ સર્વ રત્નમયી. નિર્મળ યાવત મનોહર બે-બે નાગપ્રતિમાઓ, બે-બે યક્ષ પ્રતિમાઓ, બે-બે ભૂત પ્રતિમાઓ અને બે-બે કુંડ(પાત્ર વિશેષ) ધારક પ્રતિમાઓ ઊભી છે.
તે જિનપ્રતિમાઓની આગળ એકસો આઠ-એકસો આઠ ઘંટાઓ, ચંદનકળશો, ભૃગાંરો, દર્પણો, થાળો, પાત્રો, સુપ્રતિષ્ઠાનો, મનોગુલિકાઓ, વાતકારકો, ચિત્રકારકો, રત્નકરંડિયાઓ, અશ્વકંઠોથી વૃષભકંઠો સુધીના કંઠ સુધીના ચહેરાઓ, પુષ્પ ચંગેરીથી મોરપીંછ ચંગેરી સુધીની છાબડીઓ, પુષ્પપટલો, તેલ સમુદ્ગ(તેલનાપાત્ર)થી અંજન સમુગ સુધીના પાત્ર વિશેષો, એકસો આઠ ધ્વજાઓ, એકસો આઠ ધૂપદાનીઓ છે. સિદ્ધાયતનની ઉપરનો ભાગ આઠ-આઠ મંગલ, ધ્વજા અને છત્રાતિછત્રથી શોભિત છે. નોધ:- કેટલાક કારણોસર આ પાઠ પ્રક્ષિપ્ત હોય તેમ જણાય છે. યથા– (૧) પ્રતિમામાં કે ચિત્રમાં શરીરની બહાર દેખાતા ભાગોનું જ વર્ણન હોય. પ્રતિમામાં જીભ, તાળવું, દાંત, ખોપડી વગેરે અવયવો સંભવિત નથી. પ્રસ્તુત પાઠમાં જિનપ્રતિમાનાં નહીં દેખાતાં જીભ, તાળવું, દાંત વગેરે અંગોનું વર્ણન છે. (૨) ઔપપાતિકાદિ આગમ સુત્રોમાં જ્યાં જિનેશ્વર ભગવાનના દેહનું વર્ણન છે ત્યાં તે વર્ણનમસ્તકથી શરૂ થાય છે. પ્રસ્તુતમાં જિનપ્રતિમાના વર્ણનમાં પગથી શરૂ થતું વર્ણન છે. આવી વર્ણન પદ્ધતિ કામદેવાદિના વર્ણનમાં જોવા મળે છે. (૩) ભવનપતિ જાતિના નાગદેવ અને વ્યંતર જાતિના યક્ષદેવ કરતાંવમાનિક જાતિના સૂર્યાભદેવ અને સૂર્યાભવિમાનવાસી અન્ય દેવો મહદ્ધિક છે. મહદ્ધિકદેવોના વિમાનમાં અલ્પદ્ધિક નાગદેવની પ્રતિમા અસ્થાનીય છે. વળી જિનપ્રતિમાની આગળ વૈમાનિકદેવો, નાગ, યક્ષ પ્રતિમા શા માટે મૂકે? તેનો કોઈ ઉત્તર નથી. (૪) કામવિજેતા જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ તેલના પાત્ર, હીંગળો, સુગંધી ચૂર્ણ વગેરે કામવર્ધક, કામપોષક દ્રવ્યોના પાત્ર અનુચિત જણાય છે. (૫) જિનપડિમાઓ ૧૦૮ની સંખ્યામાં હોવાનો કોઈ મેળ થતો નથી. લોકમાં ઉત્કૃષ્ટ તીર્થકર ૧૬૦ કે ૧૭૦ હોય છે. ભરત-એરવત ક્ષેત્રમાં તીર્થકર ૨૪-૨૪ હોય છે. (૬) જિનેશ્વર દેવના વર્ણનમાં ચક(સ્તનની ડીંટડી)નું કથન નથી. પ્રસ્તુતમાં તેનું કથન છે. (૭) જિનપ્રતિમાની આગળ સ્થિત ઘટ કળશ વગેરેની વચન વિભક્તિમાં પણ તફાવત છે. બહુવચનના બદલે એકવચનનો (વિડ) વગેરે પ્રયોગ છે. તે જ રીતે કંટા, તારં વગેરે શબ્દોમાં પ્રથમ વિભક્તિના બદલે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ છે તે પણ સંગત નથી.
ઉપરોકત કારણોનો વિચાર કરતાં આ પાઠ પાછળથી ઉમેરવામાં આવ્યો હોય, તેમ જણાય છે. તેથી આ પાઠને કૌંસમાં રાખ્યો છે.) ઉપપાત સભા:१६२ तस्स णं सिद्धायतणस्स उत्तरपुरस्थिमेणं, एत्थ णं महेगा उववायसभा पण्णत्ता, जहा सुभाए सुहम्माए तहेव जाव मणिपेढिया अट्ठ जोयणाई, देवसयणिज्जं तहेव સળવળ, અ૬ મત IT, ફયા, છત્તાછત્તા | ભાવાર્થ :- સિદ્ધાયતનના ઈશાનકોણમાં સુધર્માસભા જેવી જ એક વિશાળ ઉપપાત સભા છે. તે ઉપપાત સભાની વચ્ચોવચ્ચ આઠ યોજન લાંબી-પહોળી એક મણિપીઠિકા છે. સુધર્મા સભાની દેવશય્યા જેવી જ અહીં