________________
શ્રી રાયપસેણીય સૂત્ર
દેવશય્યા છે યાવત્ તે ઉપપાત સભાનો ઉપરનો ભાગ આઠ-આઠ મંગલ, ધ્વજા, છત્રાતિછત્રથી શોભી રહ્યો છે. १६३ तीसे णं उववयासभाए उत्तरपुरत्थिमेणं, एत्थ णं महेगे हरए पण्णत्ते- एगं जोयणसयं आयामेणं, पण्णासं जोयणाइं विक्खंभेणं दस जोयणाइं उव्वेहेणं, तहेव । सेणं हर गाए पउमवरवेइयाए एगेण वणसंडेण सव्वओ समंता संपरिक्खित्ते । तस्स णं हरयस्स तिदिसं तिसोवाणपडिरूवगा पण्णत्ता ।
૪
ભાવાર્થ :- તે ઉપપાત સભાના ઈશાનકોણમાં સો યોજન લાંબો, પચાસ યોજન પહોળો અને દસ યોજન ઊંડો એક ધરો(હૃદ) છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે હૃદ ચારે બાજુથી એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે. તે હદની ત્રણે દિશામાં મનોહર એવી ત્રિસોપાન શ્રેણી છે.
અભિષેક સભા :
१६४ तस्सं णं हरयस्स उत्तरपुरत्थिमेणं एत्थ णं महेगा अभिसेगसभा पण्णत्ता । सुहम्मागमएणं जाव गोमाणसियाओ । मणिपेढिया सीहासणं सपरिवारं जाव दामा चिट्ठति । तत्थ णं सूरियाभस्स देवस्स सुबहु अभिसेयभंडे संणिक्खित्ते चिट्ठ । अट्ठट्ठ मंगलगा तहेव ।
ભાવાર્થ:- તે હૃદના ઈશાનકોણમાં સુધર્મા સભા જેવી જ એક વિશાળ અભિષેક સભા છે. સુધર્માસભાની જેમ જ આ અભિષેક સભાનું વર્ણન છે, જેમાં ગોમાનસિકાઓ, મણિપીઠિકા અને સપરિવાર સિંહાસન છે યાવત્ મોતીઓની માળાઓ લટકી રહી છે. તેમાં કળશ આદિ અનેક પ્રકારની અભિષેક સામગ્રી હોય છે. તે અભિષેક સભાનો ઉપરી ભાગ આઠ-આઠ મંગલ, ધ્વજાઓ અને છત્રાતિછત્રથી સુશોભિત છે.
અલંકારસભા:
| १६५ तीसे णं अभिसेगसभाए उत्तरपुरत्थिमेणं, एत्थ णं महेगा अलंकारियसभा पण्णत्ता । जहा सभा सुहम्मा मणिपेढिया अट्ठ जोयणाई, सीहासणं सपरिवारं । तत्थ णं सूरियाभस्स देवस्स सुबहु अलंकारियभंडे संणिक्खित्ते चिट्ठति । सेसं तहेव । ભાવાર્થ:- તે અભિષેક સભાના ઈશાનકોણમાં સુધર્માસભા જેવી જ એક અલંકારસભા છે. સુધર્માસભાની જેમ જ તે અલંકારસભાની વચ્ચોવચ મણિપીઠિકા છે, ત્યાં સપરિવાર સિંહાસનો સ્થિત છે. તે અલંકાર સભામાં સૂર્યાભદેવના અલંકારની સામગ્રી—આભૂષણાદિ હોય છે.
વ્યવસાયસભા:
१६६ तीसे णं अलंकारियसभाए उत्तरपुरत्थिमेणं, एत्थ णं महेगा ववसायसभा पण्णत्ता । i जहा उववायसभा जाव मणिपेढिया सीहासणं सपरिवारं सेसं तहेव ।
ભાવાર્થ:- તે અલંકારસભાના ઈશાનકોણમાં સુધર્માસભા જેવી જ મણિપીઠિકા, સપરિવાર સિંહાસનાદિથી યુક્ત એક વિશાળ વ્યવસાયસભા છે.