________________
શ્રી રાયપસેણીય સૂત્ર
I
पण्णत्ता, सव्वरयणामया अच्छा जाव पडिरूवा । तेसि णं तोरणाणं पुरओ दो-दो चंदणकलसा पण्णत्ता । ते णं चंदणकलसा वरकमल-पइट्ठाणा तहेव । तेसि णं तोरणाणं पुरओ दो-दो भिंगारा पण्णत्ता । ते णं भिंगारा वरकमलपइट्ठाणा जाव महया मत्तगय मुहागिइ समाणा पण्णत्ता समणाउसो !
Fo
ભાવાર્થ:- તે તોરણોની આગળ નિત્ય પુષ્પિત, અતિમનોહર, સંપૂર્ણપણે રત્નોની બનેલી પદ્મલતાઓ યાવત્ શ્યામલતાઓ છે. તે તોરણોના અગ્રભાગમાં રત્નમય, નિર્મળ, દર્શનીય બે-બે દિશા સ્વસ્તિક છે. તે તોરણોની આગળ શ્રેષ્ઠ કમળો ઉપર સ્થાપિત બે-બે ચંદન કળશો છે. તેનું વર્ણન સૂત્ર ૯૨ પ્રમાણે છે. હે આયુષ્યમાન શ્રમણ ! તે તોરણોની આગળ શ્રેષ્ઠ કમળો ઉપર સ્થાપિત યાવત્ મત્ત ગજરાજની મુખાકૃતિ જેવી વિશાળ બે-બે ઝારી છે.
१०४ तेसि णं तोरणाणं पुरओ दो-दो आयंसा पण्णत्ता । तेसि णं आयंसाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते, तंजहा - तवणिज्जमया पगंठगा, अंकमया मंडला अणुग्घसितणिम्मलाए छायाए समणुबद्धा, चंदमंडलपडिणिकासा महया महया अद्धकायसमाणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :– તે તોરણોની આગળ બે-બે અરીસા છે. તે અરીસાઓનું વર્ણન આ પ્રમાણે છે– તે અરીસાની પીઠ અર્થાત્ જે સ્થાન પર તેને સ્થાપિત કરાય, તે પીઠ તપનીય સોનાની છે અને જેમાં પ્રતિબિંબ પડે તે (કાચ) મંડળ અંક રત્નમય છે, ઘસેલા નહીં હોવા છતાં તે દર્પણો પોતાની સ્વાભાવિક નિર્મળ પ્રભાથી યુક્ત છે અર્થાત્ તેમાં પ્રતિબિંબિત થતાં પ્રતિબિંબો નિર્મળ હોય છે. હે આયુષ્યમાન શ્રમણ ! ચંદ્રમંડળ જેવા તે નિર્મળ અરીસાઓ અર્ધકાય પ્રમાણ ઊંચા છે.
છે
१०५ तेसि णं तोरणाणं पुरओ दो-दो वइरणाभी थाला पण्णत्ता - अच्छ-तिच्छडियसालि- तंदुल-णहसंदिट्ठ-पडिपुण्णा इव चिट्ठति सव्वजंबूणयमया जाव पडिरूवा महया-महया रहचक्कवालसमाणा पण्णत्ता समणाउसो ।
ભાવાર્થ :- તે તોરણોની આગળ વજ્રરત્નમય મધ્યભાગવાળા બે-બે વજ્રનાભ થાળ છે. તે જાંબુનદ સુવર્ણના છે યાવત્ પ્રતિરૂપ છે. રથના પૈડા જેવા મોટા-મોટા તે થાળો જાણે ત્રણવાર છડેલા, અખંડ ચોખાથી ભરેલા ન હોય, તેવા લાગે છે.
१०६ तेसि णं तोरणाणं पुरओ दो-दो पाईओ पण्णत्ताओ । ताओ णं पाईओ अच्छोदागपरिहत्थाओ, णाणाविहस्स फलहरियगस्स बहुपडिपुण्णाओ विव चिट्ठति; सव्वरयणामईओ अच्छाओ जावपडिरूवाओ महया महया गोकलिंजगचक्कसमाणीओ पण्णत्ताओ समणाउसो ! ભાવાર્થ:હે આયુષ્યમાન શ્રમણ ! તે તોરણોની આગળ સર્વ-રત્નના બનેલા, ગાયને ખાણ આપવાના મોટા-મોટા બકડીયા જેવા બે-બે પાત્ર મૂકેલા છે. તે જાણે સ્વચ્છ અને નિર્મળ જળ તથા વિવિધ પ્રકારના તાજા, લીલા, ફળોથી ભરેલા ન હોય, તેવા દેખાય છે. તે સુંદર યાવત્ મનોહર છે.
१०७ तेसि णं तोरणाणं पुरओ दो-दो सुपइट्ठा पण्णत्ता । ते णं सुपइट्ठगा सुसव्वोसहिपडिपुण्णा णाणाविहस्स च पसाधणभंडस्स बहुपडिपुण्णा इव चिट्ठति सव्वरयणामया