________________
| પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ,
૫૯ ]
दरिसणिज्जा जावदामा । ભાવાર્થ :- પ્રત્યેક ઓટલાઓ ઉપર એક-એક પ્રાસાદાવતસક–શ્રેષ્ઠ મહેલ છે. તે મહેલો અઢીસો યોજન ઊંચા અને સવાસો યોજન લાંબા-પહોળા અને જાડા છે. સર્વ દિશામાં વ્યાપ્ત પોતાની પ્રભાથી જાણે તે હસતા ન હોય તેવા લાગે છે. તે મહેલો વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી ખીચોખીચ જડેલા છે; ઉપરાઉપરી છત્રોથી શોભાયમાન વિજય-વૈજયંતી પતાકાઓ મહેલો ઉપર પવનથી લહેરાતી રહે છે; તેના મણિકનકમય ઊંચા શિખરો, જાણે આકાશને અડે છે; મહેલોની ભીંતોમાં વચ્ચે વચ્ચે રત્નના જાળિયાઓ છે, તે જાળિયાગત રત્નો જાણે પાંજરામાંથી(કબાટમાંથી) હમણાં જ બહાર કાઢ્યા હોય તેવા શોભે છે; તેની ભીંતો ઉપર વિકસિત શતપત્રો- વાળા પુંડરીક કમળો, તિલક અને અર્ધચંદ્રકો કોતરેલા છે; તે મહેલો મણિમય અનેક પ્રકારની માળાઓથી અલંકૃત છે; તે મહેલોની અંદર-બહાર મુલાયમ સોનેરી રેતી પાથરેલી છે. તે મહેલ સુંદર, સુખદ સ્પર્શવાળા, શોભાયુક્ત, પ્રાસાદીય, દર્શનીય છે યાવત મોતીઓની માળાઓથી અત્યંત સુશોભિત છે. તે મહેલનું ભૂમિહલ, પ્રેક્ષામંડપ, સિંહાસન, તેના ઉપરનું વિજયદૂષ્ય, વજાંકુશ(આંકડો), તેના પર લટકતા ઝુમ્મર અને મોતીઓની માળા વગેરેનું વર્ણન સૂત્ર રર થી ૩૬ પ્રમાણે છે. જે સ્ત્રમાં નાવ વામા શબ્દ દ્વારા સૂચિત છે. દ્વારોનાં ઉભય પાર્શ્વવર્તી તોરણ:१०१ तेसि णं दाराणं उभओ दुहओ णिसीहियाए सोलससोलस तोरणा पण्णत्ताणाणामणिमया, णाणामणिमएसुखंभेसु उवणिविट्ठसण्णिविट्ठा जाव पउमहत्थगा । तेसि णं तोरणाणं पत्तेयं पुरओ दो दो सालभंजियाओ पण्णत्ताओ । जहा हेट्ठा तहेव । तेसि णं तोरणाणं पुरओ णागदंता पण्णत्ता । जहा हेट्ठा जाव दामा । ભાવાર્થ – તે દ્વારોની ડાબી-જમણી બંને બાજુની બેઠકો ઉપર સોળ-સોળ તોરણો છે. તે મણિમય તોરણો મણિમય થાંભલાઓ ઉપર સ્થિત છે યાવત તે તોરણો પદ્મકમળોના સમૂહથી ઉપશોભિત છે. તોરણોનું વર્ણન પૂર્વોક્ત પ્રમાણે(સૂત્ર ૨૦ થી ૨૩ પ્રમાણે) જાણવું. તે પ્રત્યેક તોરણોની આગળ બે-બે પૂતળીઓ છે. તેનું વર્ણન સુત્ર ૯૫ પ્રમાણે જાણવું. તે પ્રત્યેક તોરણોની સામે નાગદંતાઓ(ખીંટીઓ) છે. તે નાગદંતાઓ ઉપર મોતીની માળાઓ વીંટાળાયેલી છે વગેરે વર્ણન સૂત્ર ૩ પ્રમાણે જાણવું. १०२ तेसिणं तोरणाणं पुरओ दोदो हयसंघाडा गयसंघाडा णरसंघाडा किण्णरसंघाडा किंपुरिससंघाडा महोरगसंघाडा गंधव्वसंघाडा उसभसंघाडा सव्वरयणामया अच्छा जाव ડિવા આ પર્વ પતો, વીહી, મિડ્ડપાડું ! ભાવાર્થ:- તે તોરણોની આગળ રત્નમય બે-બે અશ્વ સંઘાટ(સમાન લિંગી યુગલ), હાથી, નર, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ અને વૃષભના સમાન લિંગી યુગલ છે, તે સર્વ ઘાટીલા છે. આ જ રીતે તે તોરણોની આગળ એક હારમાં રહેલા સમાન લિંગી અશ્વાદિની પંક્તિઓ છે, બે હારમાં રહેલા સમાન લિંગી અશ્વાદિની વીથિઓ છે અને મિથુન એટલે નર-માદાના યુગલો છે. १०३ तेसि णं तोरणाणं पुरओ दोदो पउमलयाओ जाव सामलयाओ णिच्चं कुसुमियाओ सव्वरयणामया अच्छा जाव पडिरूवा । तेसि णं तोरणाणं पुरओ दोदो दिसा-सोवत्थिया