________________
શ્રી રાયપસેણીય સૂત્ર
तेसु णं णागदंतसु बहवे किण्हसुत्तबद्धा वग्घारिय-मल्लदाम-कलावा णील- लोहियहालिद्दसुक्किल-सुत्तबद्धा वग्घारियमल्लदामकलावा । ते णं दामा तवणिज्ज-लंबूसगा, सुवण्णपयरगमंडिया णाणाविह-मणिरयण-विविहहार-उवसोभिय-समुदया ईसिं अण्णमण्णमसंपत्ता, वाएहिं पुव्वावर-दाहिणुत्तुरागएहिं मंदायं मंदायं एज्जमाणा-एज्जमाणा, पलंबमाणापलंबमाणा, वदमाणा-वदमाणा उरालेणं मणुण्णणं मणहरेणं कण्ण-मण- णिव्वुइकरेणं सद्देणं A से सव्वओ समंता आपूरेमाणा-आपूरेमाणा सिरीए अई अईव उवसोभेमाणा चिट्ठति । ભાવાર્થ :- તે દ્વારોની ડાબી-જમણી બંને બાજુએ બંને બેઠકોમાં ૧-૧૬ નાગદંતાઓ(નાની ખીંટીઓ) છે. તે નાગદંતાઓ મોતીઓની માળા, સોનાની માળાઓ અને ગવાક્ષાકાર(ગાયના આકારવાળા) માળાઓ અને નાની-નાની ઘંટડીઓથી વ્યાપ્ત છે. તે નાગદંતાઓ ભીંતમાં મજબૂત રીતે જડેલી છે અને તેનો આગળનો ભાગ દિવાલથી બહાર તિરછો સીધો અને લાંબો સારી રીતે સ્થિત છે. તેનો નીચેનો આકાર સર્પના આગળના અર્ધભાગ જેવો હોવાથી તે નાગદંત સર્પાર્ધ સંસ્થાન સંસ્થિત છે અને વજ્રરત્નોથી નિર્મિત છે; હે આયુષ્યમાન્ શ્રમણો ! મોટા-મોટા ગજદંતો જેવી તે નાગદંતાઓ અતીવ સ્વચ્છ યાવત્ અતીવ મનોહર છે.
૫૬
તે નાગદંતાઓ ઉપર કાળા, નીલા, લાલ, પીળા અને સફેદ સૂતરથી ગૂંથેલી લાંબી માળાઓ લટકાવેલી છે; તે માળાઓ સોનાના દડા અને સોનાની પાંદડીઓથી સુશોભિત અને અનેક પ્રકારના મણિરત્નોના હાર-અર્ધહારથી ઉપશોભિત છે. પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશાના વાયુથી તે માળાઓ ધીર-ધીરે હલે છે; હલતાં-હલતાં એકબીજા સાથે અથડાય છે અને તેમાંથી વિશિષ્ટ, મનોજ્ઞ, મનોહર, કર્ણપ્રિય-મધુર અને મનને પરમશાંતિદાયક ગુંજન થાય છે, તે દિવ્ય ગુંજનથી તે પ્રદેશ ગુંજાયમાન થાય છે. તે માળાઓ પોતાની શોભાથી અત્યંત શોભિત છે.
९४ तेसि णं णागदंताणं उवरिं अण्णाओ सोलस-सोलस णागदंतपरिवाडीओ पण्णत्ता, ते णं णागदंता तं चेव जाव गयदंतसमाणा पण्णत्ता समाणाउसो । तेसु णं णागदंतएसु बहवे रययामया सिक्कगा पण्णत्ता, तेसु णं रययामएसु सिक्कएसु बहवे वेरुलियामईओ धूवघडीओ पण्णत्ताओ, ताओ णं धूवघडीओ कालागुरु-पवर-कुंदुरुक्क तुरुक्क धूव-मघमघंत-गंधुद्धयाभिरामाओ सुगंधवरगंधियाओ गंधवट्टिभूयाओ ओरालेणं मणुण्णेणं मणहरेणं घाणमणणिव्वुइकरेणं गंधेणं ते पएसे सव्वओ समंता आपूरेमाणा- आपूरेमाणा जाव चिट्ठति । ભાવાર્થ :-આ નાગદંતાઓ ઉપર બીજી સોળ-સોળ નાગદંતાઓની પંક્તિઓ છે. હે આયુષ્યમાન્ શ્રમણો! પૂર્વોક્ત નાગદંતાઓની જેમ આ નાગદંતાઓ પણ યાવત્ વિશાળ ગજદંતો જેવી છે.
આ નાગદંતાઓ ઉપર ઘણાં ચાંદીમય શીકા ટાંગેલા છે, તે ચાંદીમય શીકાઓમાં વૈડૂર્ય મણિઓથી બનેલી ધૂપ ટિકાઓ છે. આ ઘૂપ ટિકાઓમાં ઉત્તમ કાલાગુરુ, શ્રેષ્ઠ કુન્દુરુષ્ક, તુરુષ્ક(લોબાન) વગેરે સુગંધી ધૂપ મઘમઘી રહ્યો છે. સુગંધની વાટ કે અગરબત્તી જેવી તે ધૂપઘટકાઓમાંથી મનોહારી, ઘ્રાણ અને મનને તૃપ્તિદાયક સુગંધ ચોમેર પ્રસરી રહી છે અને નીકટવર્તી ચારેબાજુના પ્રદેશને સુવાસિત કરી રહી છે. દ્વાર સ્થિત પૂતળીઓ ઃ ઝરુખા : ઘંટાઓ :
९५ तेसि णं दाराणं उभओ पासे दुहओ णिसीहियाए सोलस- सोलस सालभंजिया