________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
परिवाडीओ पण्णत्ताओ । ताओ णं सालभंजियाओ लीलट्ठियाओ, सुपइट्ठियाओ, सुअलंकियाओ, णाणाविहरागवसणाओ, णाणामल्लपिणद्धाओ, मुट्ठिगिज्झसुमज्झाओ, आमेलग-जमल-जुयल-वट्टिय-अब्भुण्णय-पीणरइय-संठिय-पीवर-पओहराओ, रत्तावंगाओ, असियकेसीओ मिऊविसय-पसत्थ-लक्खणसंवेल्लियग्ग- सिरयाओ ईसिं असोगवरपायवसमुट्ठियाओ वामहत्थग्गहियग्गसालाओ ईसिं अद्धच्छिकडक्खचिट्ठिएणं लूसमाणीओ विव चक्खुल्लोयणलेसेहि य अण्णमण्णं खिज्जमाणीओ विव पुढविपरिणामाओ, सासयभाव-वगयाओ,चंदाणणाओ, चंदविलासिणीओ, चंदद्धसमणिडालाओ, चंदाहिय सोमदंसणाओ, उक्का विव उज्जोवे - माणाओ, विज्जु-घण-मिरिय-सूर- दिप्पंत-तेय-अहिययरसण्णिकासाओ सिंगारागार-चारु- वेसाओ पासाइयाओ दरिसणिज्जाओ अभिरूवाओ पडरूवाओ तेयसा अईव - अईव उवसोभेमाणीओ उवसोभेमाणीओ चिट्ठति ।
૫૭
ભાવાર્થ :– તે દ્વારોની બંને બાજુઓની બેઠક ઉપર સોળ-સોળ પૂતળીઓ પંક્તિબદ્ધ ગોઠવાયેલી છે. તે પૂતળીઓ વિવિધ પ્રકારની ક્રીડા કરતી; સુપ્રતિષ્ઠિત; સારી રીતે શણગારાયેલી; રંગબેરંગી વસ્ત્રો પહેરાવાયેલી; જાત-જાતની માળાઓ વડે શોભાયમાન; મુઠ્ઠીમાં સમાય જાય તેવી પાતળી કમ્મરવાળી; માથે ઊંચો અને કઠણ અંબોડો વાળેલી; સમશ્રેણીમાં સ્થિત, ગોળ, ઉન્નત, સ્થૂળ-ભરાવદાર પયોધરવાળી; લાલ अशियाणी जांभोवाणी, आणा, प्रेमण (रेशमी), निर्माण, शोभनी, घेघुर, भाथाने ढांडी घेता डेशडसायथी શોભનીય દેખાતી તે પુતળીઓ ઉત્તમ અશોકવૃક્ષની પાસે, તેની ડાળને ડાબા હાથે પકડીને ઊભી છે. તે પૂતળીઓ આંખ મીંચામણી કરતી, દેવોના મનને જાણે કે હરતી ન હોય, પરસ્પર એકબીજા સામું જોતી જાણે કે ખીજાતી ન હોય, તેવી લાગે છે; તે બધી પૂતળીઓ માટી(પૃથ્વીની) બનેલી હોવા છતાં નિત્ય રહેનારી છે; ચંદ્ર જેવા મુખવાળી, ચંદ્ર જેવી વિલાસી, અર્ધ ચંદ્ર જેવા લલાટવાળી, ચંદ્ર જેવા સૌમ્ય દર્શનવાળી તે પૂતળીઓ ઉલ્કા—ખરતા તારાની જેવી ઝગમગે છે; વીજળીના ચમકારાની જેમ ચમકે છે અને સૂર્યના પ્રખર દેદીપ્યમાન તેજથી પણ વધુ તેજસ્વી લાગે છે; શ્રૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી તે પૂતળીઓ ચિત્તને પ્રસન્ન કરે તેવી દેખાવડી, મનોજ્ઞ અને મનોહર છે તથા તેજથી અત્યંત સુશોભિત છે.
९६ तेसिणं दाराणं उभओ पासे दुहओ णिसीहियाए सोलास-सोलस जालकडगा पण्णत्ता, ते णं जालकडगा सव्वरयणामया अच्छा जाव पडिरूवा ।
ભાવાર્થ :- આ દ્વારોની બંને બાજુઓની બંને બેઠકોમાં સોળ-સોળ જાલકટક—ઝરુખાની પંક્તિઓ છે. આ પ્રદેશ રત્નમય, નિર્મળ યાવત્ અત્યંત રમણીય છે.
९७ तेसि णं दाराणं उभओ पासे दुहओ णिसीहियाए सोलस-सोलस घंटापरिवाडीओ पण्णत्ता। तासि णं घंटाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- जंबूणयामईओ घटाओ, वयरामयाओ लालाओ, णाणामणिमया घंटापासा, तवणिज्जमइयाओ संकलाओ, रययामयाओ रज्जूओ ।
ताओ णं घंटाओ ओहस्सराओ मेहस्सराओ, हंसस्सराओ कुंचस्सराओ सीहस्सराओ