________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
- ૫૫ ]
પાયા રિષ્ટ રત્નના, થાંભલીઓ વેઠ્યરત્નની છે; ભૂમિતલ પંચરંગી ઉત્તમ મણિઓથી જડિત છે; તેના ઉંબરા હંસગર્ભ રત્નના ઇન્દ્ર કીલ ગોમેદ રત્નનો, બારસાખો લોહિતાક્ષ રત્નોની, ઓતરંગો- દ્વાર પરના ત્રાંસા પાટિયા જ્યોતિરસ રત્નોના, ખીલીઓ લોહિતાક્ષ રત્નોની છે, તેની સાંધોમાં વજરત્નો પૂરવામાં આવ્યા છે; ખીલીઓની ઉપરના ટોપકા વિવિધ મણિમય, આગળીયો અને તેનું અટકણ વજનું છે આવર્તન પીઠ–ઉલાળાનું ટેકણ ચાંદીનું છે; ઉત્તર પાર્શ્વક–બારણાંના ઉત્તર પડખાં અંક રત્નોના છે; તેના કમાડ (બારણા) તિરાડ ન રહે, ચપોચપ બંધ થાય તેવાં મજબૂત છે; તે દરવાજાઓની બંને બાજુની ભીંતોમાં ૧૬૮-૧૬૮(કુલ મળી ૩પદ) ભિત્તિ ગુલિકાઓ–બહાર જોવા માટેના ગોળ-ગુપ્ત ઝરૂખાઓ છે અને તેટલી જ ગોમાનસિકા–બેઠકો છે; દ્વારા ઉપર વિવિધ રત્નો અને મણિઓથી નિર્મિત સર્પના આકારવાળી રમતી પુતળીઓ છે; તેના કૂટ(માઢ ભાગ) વજરત્નના અને કૂટના શિખરો રજતમય છે; તે કૂટનો ઉપરનો ભાગ તપનીય સુવર્ણમય છે; તે દ્વારમાં જાળીયુક્ત ગવાક્ષો-ઝરુખા મણિના બનેલા છે; તે દરવાજાના ઉપરના વાંસા(વળા) મણિમય છે, વાંસાની વચ્ચે પ્રતિવાંસા લોહિતાક્ષ રત્નોના અને તેની ભૂમિ ચાંદીની છે; તે દ્વારના પડખાં અને પડખાંની બાજુઓ અંક રત્નમય છે; તે દ્વાર ઉપરના છજ્જાની ખપાટો(વળા), વળાવેલૂક–વળાની બંને બાજુએ ત્રાંસા મૂકેલા વળા અને નળિયાંજ્યોતિરસ નામના રત્નોના બનેલા છે; પટ્ટીઓ રૂપાની, નળિયાના ઢાંકણ સુવર્ણમય અને પ્રોચ્છનીઓ(છત ઉપર ઝીણા તરણાનું મજબુત આચ્છાદન) વજમય છે; તે નળિયાના આચ્છાદન સર્વાત્મના શ્વેત રજતમય છે; તેના ઉપરના સૂપ સુવર્ણના છે; તેના શિખરો અંતરત્નમય અને સ્કૂપિકાઓ તપનીય સુવર્ણમય છે.
તે દરવાજાઓ વિમલ શંખતલ, નિર્મળ ઘનીભૂત દહીં, દૂધના ફીણ, ચાંદીના ઢગલા જેવા શ્વેત અને ચકચકિત છે; તે દરવાજા ઉપર તિલક, અર્ધ ચંદ્રકો કોતરેલા છે; તેના ઉપર મણિની માળાઓ ટાંગેલી છે; તે દરવાજા અંદર-બહાર લીસા-સુંવાળા છે; તેના ઉપર સોનેરી રેતી ચોંટાડેલી છે; તે દ્વારા સુંદર, સુખદ સ્પર્શ વાળા, શોભા સંપન્ન, પ્રસન્નતાદાયક, દર્શનીય અને અતીવ રમણીય છે. દ્વારવર્તી બેઠકો કળશોઃ નાગદતાઓ:९२ तेसि णं दाराणं उभओ पासे दुहओ णिसीहियाए सोलस सोलस चंदणकलस परिवाडीओ पण्णत्ताओ, ते णं चंदणकलसा वरकमलपइट्ठाणा सुरभिवस्वारिपडिपुण्णा, चंदणकय चच्चागा, आविद्धे कंठे गुणा, पउमुप्पलपिहाणा सव्वरयणामया, अच्छा जाव पडिरूवगा महयामहया इंदकुंभसमाणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ-તેલારોની ડાબી-જમણી બંને બાજુએ બેઠકો પર ૧૬-૧ચંદન કળશોને એક હારમાં ગોઠવવામાં આવ્યા છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે ચંદન કળશો કમળો પર સ્થાપિત; ઉત્તમ સુગંધી પાણીથી પરિપૂર્ણ ચંદનના લેપથી ચર્ચિત; કાંઠા પર લાલ સૂતર(નાડાછડી) બાંધેલા; કમળો અને ઉત્પલોથી આચ્છાદિત મુખવાળા; સર્વ રત્નમય, નિર્મળ અને મોટા-મોટા ઇન્દ્રકુંભ જેવા છે. ९३ तेसिणंदाराणं उभओ पासे दुहओ णिसीहियाए सोलससोलसणागदंत-परिवाडीओ पण्णत्ताओ । तेणं णागदंता-मुत्ताजालंतरुसियहेमजाल गवक्खजाल-खिखिणीघंटाजालपरिक्खित्ता अब्भुग्गया अभिणिसिट्ठा तिरियं सुसंपरिग्गहिया अहेपण्णगद्धरूवा, पण्णगद्धसंठाणसंठिया, सव्ववयरामया अच्छा जावपडिरूवा; महया-महया गयदंतसमाणा पण्णत्ता समणाउसो।