________________
શ્રી રાયપસેણીય સૂત્ર
મહાવીર સ્વામીના પૂર્વભવના ચરિત્ર સંબંધી પ્રસંગો તેમજ ચ્યવન, ગર્ભસંહરણ, જન્માભિષેક, બાલક્રીડા, યૌવન, કામભોગ, અભિનિષ્ક્રમણ-દીક્ષા, તપશ્ચરણ, કેવળજ્ઞાન પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન, પરિનિર્વાણ-મોક્ષ પ્રાપ્તિ અને પરિનિર્વાણ દેવ મહોત્સવ નિબદ્ધ નામના દિવ્ય અભિનયો કર્યા.॥૩૨॥
૫૦
८१ तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य चउव्विहं वाइत्तं वाएंति, तं जहा- ततं विततं घणं झुसिरं ।
ભાવાર્થ :-ત્યાર પછી તે દેવકુમારો અને દેવકુમારીઓએ ચાર પ્રકારના વાજિંત્રો વગાડયા. યથા– (૧) તત– તારયુક્ત, આંગળીઓથી વગાડાય તે વીણાદિ (૨) વિતત– ચામડાથી મઢેલા અને હાથની થપાટ મારીને વગાડાય તેવા ઢોલાદિ (૩) ઘન− કાંસાની ધાતુથી નિર્મિત ઝાલર, ઘંટ વગેરે (૪) શુષિર– વાયુ પૂરીને આંગળીઓથી વગાડાય તે વાંસળી, હારમોનિયમ વગેરે.
८२ तए णं ते बहवे देवकुमारा य देवकुमारियाओ य चउव्विहं गेयं गायंति, जहा- उक्खित्तं पायंतं मंदायं रोइयावसाणं च ।
ભાવાર્થ:ત્યાર પછી તે દેવકુમારો-દેવકુમારિકાઓએ ચાર પ્રકારના ગીતો ગાયા. યથા− (૧) ઉત્તિપ્ત– નૃત્ય કરતાં ગાવું, આરંભમાં મધુર ગાવું (૨) પાદાંત, પાયવૃદ્ધ– પધછંદોને ગાવા, ઉત્તમ સ્વરથી ગાવું, ગીતના મધ્યમાં ઊંચા સ્વરે ગાવું (૩) મંદ– મંદસ્વરથી ગાવું, નીચા સ્વરે ગીત ગાવું (૪) રોચિતાવસાન– ધીમા સ્વરને તેજ કરી ગાવું, ધીમે-ધીમે ગાતાં ગીતપૂર્ણ કરવું.
८३ तए णं ते बहवे देवकुमारा य देवकुमारियाओ य चउव्विहं णट्टविहिं उवदर्सेति, तं जहा - अंचियं रिभियं आरभडं भसोलं च ।
ભાવાર્થ :- ત્યાર પછી તે ઘણા દેવકુમારો-દેવકુમારિકાઓએ ચાર પ્રકારના નૃત્ય બતાવ્યા. યથા– (૧) અંચિત નૃત્ય– રોકાઈ-રોકાઈને મંદ મંદ નાચવું (૨) રિભિત– સંગીત સાથે નૃત્ય કરવું (૩) આરભટ– ગાતા-ગાતાં નૃત્ય કરવું (૪) ભષોલનાટ્ય– વિવિધ ચેષ્ટા અને ભાવભંગિમાઓ પ્રદર્શિત કરતાં નૃત્ય કરવું.
८४ त णं ते बहवे देवकुमारा य देवकुमारियाओ च चउव्विहं अभिणयं भिणएंति, तं जहा- दिट्ठतियं पाडंतियं सामाण्णओ-विणिवाइयं अंतोमज्झावसाणियं च ।
ભાવાર્થ :- ત્યાર પછી તે દેવકુમારો-દેવકુમારિકાઓએ ચાર પ્રકારના અભિનય બતાવ્યા. યથા– (૧) દાષ્ટાંતિક– કોઈ ઘટના વિશેષનો અભિનય કરવો, બાહ્ય શરીરની ચેષ્ટાઓથી અભિનય કરવો (૨) પ્રાત્યંતિક– રામાયણાદિનો અભિનય કરવો (૩) સામાન્યતો વિનિપાતિક– રાજા, મંત્રી આદિનો અભિનય કરવો (૪) લોક મધ્યાવસિત– માનવ જીવનની વિભિન્ન અવસ્થાઓનો અભિનય કરવો, દેશકાલને અનુરૂપ વેશભૂષાનો અભિનય કરવો.
८५ तए णं ते बहवे देवकुमारा य देवकुमारियाओ य गोयमादियाणं समणाणं णिग्गंथाणं दिव्वं देविद्धिं दिव्वं देवजुइं दिव्वं देवाणुभावं दिव्वं बत्तीसइबद्धं णाडयं उवदंसित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति,