________________
પ્રથમ વિભાગ : સૂર્યાભદેવ
करित्ता वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता जेणेव सूरियाभे देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सूरियाभं देवं करयल- परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं वद्धावेंति, वद्धावित्ता एवं आणत्तियं पच्चप्पिणंति ।
૫૧
ભાવાર્થ :- ત્યાર પછી તે બધા દેવકુમારો અને દેવકુમારીઓએ ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ, બત્રીસ પ્રકારની દિવ્ય નાટ્યવિધિઓ બતાવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા. ત્યારપછી સૂર્યાભદેવ પાસે આવીને, બંને હાથ જોડીને, આવર્તનપૂર્વક મસ્તક પર અંજલિ કરીને, જય વિજયના શબ્દોથી વધાવીને તેમને આજ્ઞા પાછી સોંપી અર્થાત્ કાર્ય પૂર્ણ થયાનું સૂચન કર્યું.
८६ णं से सूरियाभे देवे तं दिव्वं देविडि, दिव्वं देवजुइं दिव्वं देवाणुभावं पडिसाहरइ, पडिसाहरेत्ता खणेणं जाए एगे एगभूए । तए णं से सूरियाभे देवे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णियगपरिवालसद्धि संपरिवुडे तमेव दिव्वं जाण विमाणं दुरुहइ, दुरुहित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए ।
ભાવાર્થ :- તત્પશ્ચાત્ તે સૂર્યાભદેવ પોતાની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ અને દિવ્ય દેવ પ્રભાવનું સંહરણ કરીને ક્ષણવારમાં પહેલાં જેમ એકલા હતા, તેવા જ એકાકી બની ગયા. ત્યાર પછી સૂર્યાભદેવે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને પોતાના પૂર્વોક્ત પરિવાર સાથે તે દિવ્ય યાન-વિમાન પર આરૂઢ થઈને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા.
विवेचन :
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યાભદેવદ્વારા બતાવવામાં આવેલા ૩૨ પ્રકારના નાટકોનું વર્ણન છે. તે નાટકો બે પ્રકારે રજૂ થયા હતા- (૧) અષ્ટમંગલ, કકાર પ્રવિભક્તિ વગેરે કેટલાક નાટકોમાં દેવકુમારો-દેવકુમારીઓએ તે-તે આકારે ગોઠવાઈને અભિનયો કર્યા અને (૨) ચંદ્રોદય-સૂર્યોદય, ચંદ્ર-સૂર્ય ગ્રહણ વગેરે કેટલાક નાટકોમાં તે પ્રકારના દશ્યો રજૂ કર્યા. બત્રીસમાં નાટકમાં મહાવીર સ્વામીના પૂર્વભવો અને ચ્યવનથી નિર્વાણ પર્યંતની જીવન ઘટનાના દશ્યો રજૂ કરી તેમનું જીવન તાદશ કર્યું હતું. સૂર્યાભદેવ સંબંધી ગૌતમ સ્વામીની જિજ્ઞાસા :
८७ 'भंते' त्ति भयवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी - सूरियाभस्स णं भंते ! देवस्स एसा दिव्वा देविड्डी दिव्वा देवज्जुइ दिव्वे देवाणुभावे कहिं गए ? कहिं अणुप्पविट्ठे ? गोयमा ! सरीरं गए सरीरं अणुप्पविट्टे ।
सेकेणणं भंते ! एवं वुच्चइ सरीरं गए, सरीरं अणुप्पविट्ठे ? गोयमा ! से जहाणामए कूडागारसाला सिया दुहओ लित्ता गुत्ता गुत्तदुवारा णिवाया णिवायगंभीरा । तीसे णं कूडागारसालाए अदूरसामंते एत्थ णं महेगे जणसमूहे चिट्ठइ । तए णं से
समूह एगं महं अब्भवद्दलगं वा वासवद्दलगं वा महावायं वा एज्जमाणं पास,