________________
અધ્યયન–૨/ઉન્ઝિતક
૪૩
ભાવાર્થ :- ત્યાર બાદ મિત્ર રાજાની શ્રી નામની રાણીને યોનિથૂળ રોગ ઉત્પન્ન થયો; તેથી મિત્ર રાજા રાણી સાથે મનુષ્ય સંબંધી ઈચ્છિત કામભોગોનું સેવન કરવામાં સમર્થ ન રહ્યો.
કયારેક તે રાજાએ ઉજ્ઞિતકકુમારને કામધ્વજા ગણિકાના સ્થાનમાંથી કાઢી મૂક્યો અને કામધ્વજા વેશ્યાને પોતાના અંતઃપુરના રૂપમાં રાખી લીધી ને તેની સાથે મનુષ્ય સંબંધી ઈચ્છિત વિષય ભોગોનું સેવન કરવા લાગ્યો.
२२ तणं से उज्झिए दारए कामज्झयाए गणियाए गिहाओ णिच्छुभेमाणे कामज्झयाए गणियाए मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववणे अण्णत्थ कत्थइ सुइं च रइं च धिइं च अविंदमाणे तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविए कामज्झयाए गणियाए बहूणि अंतराणि य छिद्दाणि य पडिजागरमाणे पडिजागरमाणे विहरइ ।
तणं से उज्झिए दारए अण्णया कयाइ कामज्झयं गणियं अंतरं लभेइ, लभित्ता कामज्झयाए गणियाए गिहं रहसियं अणुप्पविसइ, अणुप्पविसित्ता, कामज्झयाए गणियाए सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरइ ।
ભાવાર્થ :- ત્યાર બાદ કામધ્વજા વેશ્યાનાં ઘરમાંથી કાઢી મૂકાયેલો અને કામધ્વજામાં મૂર્છિત(તેના જ ધ્યાનમાં મૂઢ–પાગલ બનેલો), ગૃદ્ધ(તેની આકાંક્ષા−ઈચ્છા રાખનારો), ગ્રથિત(તેની જ સ્નેહજાળમાં બંધાયેલો) અને અધ્યુપપત્ર(તેના જ વિચારમાં અત્યંત બેચેન રહેનારો) તે કુમાર બીજા કોઈ પણ સ્થાને સ્મૃતિ–સ્મરણ, પ્રેમ, ધૃતિ–માનસિક શાંતિ પ્રાપ્ત ન કરી શક્યો. તેનું ચિત્ત તે વેશ્યામાં જ પરોવાયેલું રહ્યા કરતું. તદ્વિષયક પરિણામવાળો, તત્સંબંધી કામભોગોમાં પ્રયત્નશીલ, તેને મેળવવા માટે આતુર, તેણીને અર્પિત મન, વચન અને શરીરવાળો, તે વેશ્યાની જ ભાવનાથી ભાવિત રહેતો તે કુમાર કામધ્વજા વેશ્યાના અંતર(રાજાનું આગમન જે સમયે ન હોય), છિદ્ર(રાજપરિવારની કોઈ પણ વ્યક્તિ જે સમયે ન હોય) અને વિવર(સામાન્ય મનુષ્ય પણ જે સમયે ન હોય)ને શોધતો જીવન પસાર કરતો હતો.
ત્યાર પછી તે ઉત્ત્તિતકકુમારે કોઈ વખતે કામધ્વજા ગણિકા પાસે જવાનો અવસર પ્રાપ્ત કરીને ગુપ્ત રીતે તેના ઘરમાં પ્રવેશ કર્યો અને તે કામધ્વજા વેશ્યાની સાથે મનુષ્ય સંબંધી ઈચ્છિત વિષયભોગોનો ઉપભોગ કરતો સમય પસાર કરવા લાગ્યો.
રાજાનો પ્રકોપ અને ઉર્જાિતકની દુર્દશા
२३ इमं च णं मित्ते राया पहाए जाव सव्वालंकारविभूसिए मणुस्सवग्गुरा
: