________________
૩૦ |
શ્રી વિપાક સૂત્ર
ગણિકા વર્ણન :| ३ तत्थ णं वाणियग्गामे कामज्झया णामं गणिया होत्था । अहीण जाव पडिपुण्ण पचिंदियसरीरा लक्खण-वंजण-गुणोववेया माणुम्माण-प्पमाण-पडिपुण्ण सुजाय- सव्वंगसुंदरंगी ससिसोमाकारा कंतपियदसणा सुरूवा, चउसट्ठिकलापंडिया, चउसट्ठि-गणिया-गुणोववेया, एगूणतीसविसेसे रममाणी, एकवीस-रइगुणप्पहाणा बत्तीस-पुरिसोवयारकुसला, णवंगसुत्तपडिबोहिया, अट्ठारसदेसीभासाविसारया, सिंगारागारचारुवेसा, गीयरइगंधव्व-णट्टकुसला संगय-गय-भणिय-हसिय-विहिय विलास-सललिय-सलाव- णिउणजुत्तोवयारकुसला सुंदरत्थण-जहण-वयण-कर-चरण-णयण-लावण्णविलासकलिया ऊसियज्झया सहस्सलंभा, विदिण्णछत्त-चामर वालवीयणीया, कण्णीरहप्पयाया यावि होत्था । बहूणं गणियासहस्साणं आहेवच्चं जाव पालेमाणी विहरइ । ભાવાર્થ :- વાણિજ્યગ્રામ નગરમાં કામધ્વજા નામની ગણિકા હતી. તે દોષરહિત, પરિપૂર્ણ, પાંચે ઈન્દ્રિયોથી યુક્ત શરીરવાળી, રેખા વગેરે લક્ષણો, મસાતલ વગેરે વ્યંજનો તેમજ શરીરના ગુણોથી પરિપૂર્ણ, માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ સુડોળ તથા સર્વાગ સુંદર અંગોપાંગવાળી, ચંદ્રમાની સમાન સૌમ્ય આકૃતિવાળી, કમનીય, પ્રિયદર્શના, પરમ સુંદરી, ૬૪ કળાઓમાં કુશળ, ગણિકાના ૬૪ ગુણોથી યુક્ત, ર૯ પ્રકારના વિષયોના ગુણોમાં રમણ કરનારી, ૨૧ પ્રકારના રતિ ગુણોમાં પ્રધાન, કામશાસ્ત્ર પ્રસિદ્ધ પુરુષના ૩ર ઉપચારોમાં કુશળ, સુખ નવ અંગોથી જાગૃત અર્થાત્ જેના નવ અંગ(બે કાન, બે આંખ, બે નાક, એક જીભ, એક ત્વચા અને મન) જાગૃત હતાં. ૧૮ દેશી ભાષાઓમાં વિશારદ હતી, શૃંગાર પ્રધાન વેષયુક્ત અર્થાત તે સુંદર વેષભૂષા અને શૃંગાર રસનું ઘર હતી. સંગીતવિદ્યા, કામક્રીડા, વાજિંત્ર યુક્ત ગીત, નૃત્યકળામાં કુશળ, મનને આકર્ષિત કરનારી, સુંદર ચાલવાળી, હાસ્ય, બોલચાલ, વ્યવહાર, વિલાસ, લાલિત્ય, સંલાપમાં નિપુણ અને ઉચિત ઉપચારોમાં કુશળ, સ્તનાદિગત સૌન્દર્યથી યુક્ત, ગીત, નૃત્યાદિ કળાઓથી હજાર મુદ્રા લેનારી(જેનો એક રાત્રિનો પગાર એક હજાર સોનામહોર હતો) તેના વિલાસભવન ઉપર ઊંચી ધ્વજા ફરકતી હતી, તેને રાજા તરફથી છત્ર, ચામર, નાનો પંખો કપાપૂર્વક ઈનામમાં આપવામાં આવેલ હતાં, તે કર્ણરથ નામના રથમાં ગમનાગમન કરતી કરતી હતી. તે કામધ્વજાનામની ગણિકા હજારો ગણિકાઓ પર આધિપત્ય, સ્વામિત્વ અને નેતૃત્વ કરી રહી હતી.
ઉઝિતક-પરિચય :| ४ तत्थ णं वाणियग्गामे विजयमित्ते णामं सत्थवाहे परिवसइ । वण्णओ । तस्स णं विजयमित्तस्स सुभद्दा णामं भारिया होत्था ।