________________
| અધ્યયન-રાઉજ્જિતક
૨૯
બીજુ અધ્યયન.
ઉન્જિતક
છા
અધ્યયન પ્રારંભ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! अज्झयणस्स दुहविवागाण समणेण भगवया महावीरेण जाव संपत्तेण के अढे पण्णत्ते ?
तए णं से सुहम्मे अणगारे जंबु अणगारं एवं वयासीભાવાર્થ :- [જબૂસ્વામીએ પ્રશ્ન કર્યો હે ભગવન્! જો મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દુઃખ વિપાકના પ્રથમ અધ્યયનનો આ અર્થ પ્રતિપાદિત કર્યો છે, તો હે ભગવન્! વિપાક સુત્રના દ્વિતીય અધ્યયનનો મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શું અર્થ કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे णामं णयरे होत्था । रिद्धिस्थिमियसमिद्धे, वण्णओ । तस्स णं वाणियग्गामस्स उत्तरपुरथिमे दिसीभाए दूइपलासे णामं उज्जाणे होत्था । तत्थ णं दूइपलासे सुहम्मस्स जक्खस्स जक्खाययणे होत्था । तत्थ णं वाणियग्गामे मित्ते णामं राया होत्था । वण्णओ। तस्स णं मित्तस्स रण्णो सिरी णामं देवी होत्था । वण्णओ । ભાવાર્થ - હે જંબૂ! તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ નામનું એક નગર હતું. જે ઋદ્ધિ-સ્તિમિત– સમુદ્ધ(ઋદ્ધિ અર્થાતુ ગગનચુંબી અનેક ઊંચા-ઊંચા મોટા મહેલો તથા અનેકાનેક માણસોથી વ્યાપ્ત, તિમિત અર્થાત્ સ્વચક્ર તથા પરચક્રના ભયથી બિલકુલ રહિત અને સમૃદ્ધ અર્થાત્ ધનધાન્યાદિ મહાઋદ્ધિઓથી સંપન્ન)હતું. તે વાણિજ્યગ્રામના ઈશાન ખૂણામાં ધુતિપલાશ નામનું એક ઉધાન હતું. તે ઉદ્યાનમાં "સુધર્મ" નામના યક્ષનું એક યક્ષાયતન હતું. તે વાણિજ્યગ્રામ નામના નગરમાં 'મિત્ર' નામનો રાજા અને તેની 'શ્રી' નામની પટરાણી હતી. નગરી, ઉદ્યાન, રાજા-રાણી વગેરેનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.