________________
[ ૨૮]
શ્રી વિપાક સૂત્ર
રહેતો.
આ રીતે દૂર આચરણ કરતો તે ૫૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંની ત્રણ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી અહીં ઉઝિતકકુમારપણે જભ્યો અને પૂર્વકૃત શેષ કર્મોના કારણે તે આ દારુણ દુઃખ ભોગવી રહ્યો છે.
ઉક્ઝિતકનો પૂર્વભવ સાંભળી તેના ભવિષ્યના વિષયમાં ગૌતમ સ્વામીએ પૂછયું. ભગવાને તેનું ભવિષ્ય ભાખ્યું કે આજે સાંજે શૂળી ઉપર ચઢી રપ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાપિષ્ટ વાંદરો થશે. ત્યાર પછી વેશ્યાપુત્ર પ્રિયસેન નામનો કૃત નપુંસક થશે. ત્યાં એકસો એકવીસ(૧૨૧) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. પછી મૃગાપુત્રની સમાન નરક, તિર્યંચ ગતિમાં ભવભ્રમણ કરશે. અંતે પાડો બનશે, ત્યાંથી કાળ કરીને શ્રેષ્ઠીપુત્ર થશે, સંયમ પાલન કરી દેવલોકમાં જશે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ પ્રાપ્ત કરશે.