________________
શ્રી વિપાક સૂત્ર
मियादेवीए अत्तए मियापुत्ते णामं दारए जाइअंधे जाइअंधारूवे । णत्थि णं तस्स दारगस्स हत्था वा पाया वा कण्णा वा अच्छी वा णासा वा, केवलं से तेसिं अंगोवंगाणं आगिई आगिइमित्ते । तए णं सा मियादेवी जाव पडिजागरमाणी पडिजागरमाणी विहरइ ।
૧૦
तए णं से भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी - इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मियापुत्तं दारगं पासित्तए ।
अहासुहं देवाणुप्पिया !
ભાવાર્થ :- તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પ્રધાન શિષ્ય યાવત્ અનેક ગુણ સંપન્ન ઈન્દ્રભૂતિ અણગાર પણ ત્યાં બિરાજમાન હતા. તે સમયે ભગવાન ગૌતમ સ્વામીએ અંધ પુરુષને જોયો, જોઈને શ્રદ્ધા અને જિજ્ઞાસાથી યુક્ત થઈને યાવત્ આ પ્રકારે પૂછ્યું– હે ભદંત ! શું આ પુરુષ જેવો જન્માંધ તથા જન્માંધરૂપ(સર્વથા નેત્રહીન) બીજો પણ કોઈ પુરુષ છે ?
भगवाने इरभाव्यं - डा, गौतम ! छे.
હે પ્રભો ! તે પુરુષ ક્યાં છે ? જે જન્માંધ અને જન્માંધરૂપ છે.
ભગવાને કહ્યું– હૈ ગૌતમ ! આ મૃગગ્રામ નગરમાં વિજય ક્ષત્રિય રાજાનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક છે. તે જન્મથી જ અંધ અને જન્માંધરૂપ છે. તેને હાથ, પગ, કાન, આંખ અને નાસિકા આદિ અંગોપાંગ નથી. તે અંગોપાંગોના સ્થાને આકાર માત્ર છે અને તેની માતા મૃગાદેવી તેનું પાલન—પોષણ ઘણી સાવધાનીપૂર્વક ગુપ્ત રીતે કરી રહી છે.
ત્યાર પછી, ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને તેમને પ્રાર્થના કરી કે– હે ભગવન્ ! આપની આજ્ઞા મળે તો હું તે મૃગાપુત્ર બાળકને જોવા ઈચ્છું છું. તેના ઉત્તરમાં ભગવાને કહ્યું– ગૌતમ ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.
१३ तए णं से भगवं गोयमे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे हट्ठतुट्ठे समणस्स भगवओ महावीरस्स अंतियाओ पडिणिक्खमेइ, पडिणिक्खमित्ता अतुरियं जाव रियं सोहेमाणे जेणेव मियग्गामे णयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मियग्गामं णयरं अणुपविसइ, अणुप्पविसित्ता मियग्गामस्स णयरस्स मज्झमज्झेणं णिगच्छइ णिगच्छित्ता जेणेव मियादेवीए गिहे तेणेव उवागच्छइ ।