________________
| અધ્યયન-૧/મૃગાપુત્ર
११ ।
ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને પ્રસન્ન અને સંતુષ્ટ થયેલા ગૌતમસ્વામી, ભગવાનની પાસેથી મૃગાપુત્રને જોવા માટે નીકળ્યા. જરા પણ ઉતાવળ કર્યા વિના યાવતું ઈર્યાસમિતિનું યથોચિત પાલન કરતાં ભગવાન ગૌતમસ્વામીએ મૃગગ્રામ નગરમાં પ્રવેશ કર્યો અને નગરની મધ્યમાંથી પસાર થઈને જ્યાં મૃગાદેવીનું ઘર હતું, ત્યાં આવ્યા. १४ तए णं सा मियादेवी भगवं गोयम एज्जमाणं पासइ, पासित्ता हट्ठतुट्ठ जाव एवं वयासी- संदिसंतु णं देवाणुप्पिया ! किमागमणप्पओयणं?
तए णं भगवं गोयमे मियादेवि एवं वयासी- अहं णं देवाणुप्पिए ! तव पुत्तं पासिउं हव्वमागए।
तए णं सा मियादेवी मियापुत्तस्स दारगस्स अणुमग्गजायए चत्तारि पुत्ते सव्वालंकार विभूसिए करेइ, करेत्ता भगवओ गोयमस्स पाएसु पाडेइ, पाडेत्ता एवं वयासी- एए णं भंते ! मम पुत्ते, पासह । ભાવાર્થ - ત્યારે મૃગાદેવીએ ગૌતમ સ્વામીને આવતાં જોયા, જોઈને હર્ષિત–પ્રમુદિત થઈ યાવતુ આ પ્રમાણે પૂછયું- ભગવન્! આપના આગમનનું શું પ્રયોજન છે ?
ઉત્તરમાં ગૌતમ સ્વામીએ કહ્યું- હે દેવાનુપ્રિયે ! હું તમારા પુત્રને જોવા માટે આવ્યો છું.
ત્યારે મૃગાદેવીએ મૃગાપુત્ર પછી જન્મેલા ચાર પુત્રોને વસ્ત્રાભૂષણાદિથી અલંકૃત (શણગારીને) કરીને ભગવાન ગૌતમ સ્વામીના ચરણોમાં નમસ્કાર કરાવીને કહ્યું- હે ભગવન્! આ મારા પુત્રો છે, તેને આપ જોઈ લો. | १५ तए णं से भगवं गोयमे मियादेवि एवं वयासी- णो खलु देवाणुप्पिए ! अहं एए तव पुत्ते पासिउहव्वमागए । तत्थ णं जे से तव जेट्टे मियापुत्ते दारए जाइअंधे जाइअंधारूवे. जं णं तमं रहस्सियंसि भूमिघरंसि रहस्सिएणं भत्तपाणेण पडिजागरमाणी पडिजागरमाणी विहरसि, तं णं अहं पासिउं हव्वमागए ।
तए णं सा मियादेवी भगवं गोयम एवं वयासी- से के णं गोयमा ! ते तहारूवे णाणी वा तवस्सी वा, जेणं एसमढे मम ताव रहस्सीकए तुब्भं हव्वमक्खाए, जओ ण तुब्भे जाणह?
तए णं भगवं गोयमे मियादेवि एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! मम धम्मायरिए समणे भगवं महावीरे तहारूवे णाणी वा तवस्सी वा, जेणं एसमढे तव ताव रहस्सीकए मम हव्वमक्खाए तओ णं अहं जाणामि ।