________________
શ્રી વિપાક સૂત્ર
मियापुत्तं दारगं रहस्सियंसि भूमिघरंसि रहस्सिएणं भत्तपाणेणं पडिजागरमाणी पडिजागरमाणी विहरइ ।
८
- તે
ભાવાર્થ :- તે મૃગગ્રામ નગરમાં વિજય નામના ક્ષત્રિય રાજા હતા. તે વિજય રાજાની મૃગા નામની રાણી હતી. તે સર્વાંગ સુંદર અને પરિપૂર્ણ ઈન્દ્રિય યુક્ત શરીરવાળી હતી, વગેરે રાજા–રાણીનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે વિજય ક્ષત્રિયનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ મૃગાપુત્ર નામનો એક બાળક હતો. તે જન્મથી જ આંધળો, મૂંગો, બહેરો, પંગુ, હુંડ(તેના શરીરના બધા અવયવ કઢંગા હતા) અને વાતરોગી હતો. તેને હાથ, પગ, કાન, નેત્ર અને નાસિકા પણ ન હતાં પરંતુ તે અંગોપાંગોના માત્ર આકાર જ હતા. તે આકાર પણ નામ માત્ર હતા. મૃગાદેવી ગુપ્ત ભૂમિગૃહ(અંડર ગ્રાઉન્ડ ભોંયરા)માં ગુપ્તરૂપથી આહારાદિ દ્વારા તે મૃગાપુત્ર બાળકનું પાલન-પોષણ કરતી હતી.
९ तत्थ णं मियग्गामे णयरे एगे जाइअंधे पुरिसे परिवसइ । से णं एगेणं सचक्खुएणं पुरिसेणं पुरओ दंडएणं पगड्डिज्जमाणे पगड्डिज्जमाणे फुट्टहडाहडसीसे मच्छिया-चडगरपहकरेणं अण्णिज्जमाणमग्गे मियग्गामे णयरे गिहे गिहे कालुणवडियाए वित्ति कप्पेमाणे विहरइ ।
ભાવાર્થ :- તે મૃગગ્રામમાં એક જન્માંધ પુરુષ રહેતો હતો. તે લાકડીના આધારે તે ચાલતો હતો. આંખોવાળો એક પુરુષ તેની લાકડી પકડીને તેને ચલાવતો હતો. તેના માથાના વાળ અત્યંત વિખરાયેલા હતા, અત્યંત મલિન હોવાના કારણે તેની પાછળ માખીઓનાં ઝુંડના ઝુંડ ગણગણતાં હતાં, એવો તે જન્માંધ પુરુષ મૃગગ્રામ નગરના ઘર—ઘરમાં દીનભાવે ભિક્ષાવૃત્તિથી પોતાની આજીવિકા ચલાવી રહ્યો હતો.
१० तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव समोसरिए । परिसा णिग्गया । तए णं से विजए खत्तिए इमीसे कहाए लद्धट्ठे समाणे जहा कूणिए तहा णिग्गए जाव पज्जुवासइ ।
ભાવાર્થ :– તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત્ નગરની બહાર ચંદનપાદપ ઉદ્યાનમાં પધાર્યા. તેમના પદાર્પણના સમાચાર મળતાં જ જનતા નગરની બહાર દર્શનાર્થે નીકળી. ત્યાર પછી વિજય નામના ક્ષત્રિય રાજા પણ મહારાજા કુણિકની જેમ ભગવાનના ચરણોમાં જઈને યાવત્ પર્યુપાસના—સેવાભક્તિ કરવા લાગ્યા.
११ तए णं से जाइअंधे पुरिसे तं महया जणसद्दं जाव सुणेत्ता तं पुरिसं एवं वयासी - किं णं देवाणुप्पिया ! अज्ज मियग्गामे णयरे इंदमहे इ वा खंदमहे इ वा उज्जाण-गिरिजत्ता इ वा, जओ णं बहवे उग्गा भोगा एगदिसिं गाभिमुहा णिग्गच्छंत्ति ? तए णं से पुरिसे जाइअंधं पुरिसं एवं वयासी- णो खलु