________________
શ્રી વિપાક સૂત્ર
બાયોડઇત્તે- કુતૂહલ = આશ્ચર્ય. કોઈ પણ દર્શનના ઉદ્ભવની પૂર્વભૂમિકા આ ત્રિપદી જ છે. કોઈ પણ અજ્ઞાત વસ્તુના વિષયમાં સહુ પ્રથમ ઈચ્છા થાય, ત્યાર પછી તેને જાણવાની જિજ્ઞાસા થાય અને ત્રીજી અવસ્થામાં એક આશ્ચર્ય ઉત્પન્ન થાય કે આનો પ્રત્યુત્તર શું મળશે ? આ પ્રક્રિયાથી જ દર્શનનો વિકાસ થાય છે. જેમ ઝાડ પરથી ફળને નીચે પડતું જોઈને ન્યૂટન નામના વૈજ્ઞાનિકને, "આ શું થયું ? કેવી રીતે થયું ?" તે જિજ્ઞાસા થઈ. તેમ જ આ ક્રિયાથી અંતરમાં આશ્ચર્યનો ભાવ ઉત્પન્ન થયો કે આ રીતે કેમ બની શકે ? તેની તે જ વિચારધારાએ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ કરી. પ્રસ્તુત આગમમાં પણ આ ત્રિપદીનો અનેક વાર પ્રયોગ થયો છે. જાત, ઉત્પન્ન, સંજાત અને સમુત્પન્ન—આ ચારે શબ્દ ક્રમિક વિકાસના સૂચક છે. જેમ બીજ વાવ્યું, અંકુરિત થયું, છોડ થયો અને અંતે પૂર્ણ રૂપે નિષ્પન્ન થયું. તે જ રીતે જાત = અસ્તિત્વમાં આવ્યું, ઉત્પન્ન = ઉત્પન્ન થયું, સંજાત = વૃઢિગત થયું અને સમુત્પન્ન = પૂર્ણ રૂપથી નિષ્પન્ન થયું.
સુધર્માસ્વામી દ્વારા વિપાકસૂત્રનું વિષય કથન :
५ तए णं अज्जसुहम्मे अणगारे जंबु अणगारं एवं वयासी- एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं एक्कारसमस्स अंगस्स विवागसुयस्स दो सुयक्खंधा पण्णत्ता, तं जहा- दुहविवागा य सुहविवागा य ।
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं एक्कारसमस्स अंगस्स विवागसुयस्स दो सुयक्खंधा पण्णत्ता, तं जहा - दुहविवागाय सुहविवागा य । पढमस्स णं भंते ! सुयक्खंधस्स दुहविवागाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पण्णत्ता ?
ભાવાર્થ :- ત્યાર પછી આર્ય સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું– હે જંબૂ ! યાવત્ મોક્ષસંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વિપાક સૂત્ર નામના અગિયારમા અંગ સૂત્રના બે શ્રુતસ્કંધો પ્રતિપાદિત કર્યા છે, જેમ કે– દુઃખવિપાક અને સુખવિપાક.
હે ભગવન્ ! જો મોક્ષસંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અગિયારમા અંગ વિપાકસૂત્રના બે શ્રુતસ્કંધો ફરમાવ્યા છે, જેમ કે– દુઃખવિપાક અને સુખવિપાક, તો હે ભગવન્ ! દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધમાં શ્રમણ ભગવાન મહાવીરે કેટલાં અધ્યયનો કહ્યાં છે ?
६ तए णं अज्जसुहम्मे अणगारे जंबु अणगारं एवं वयासी- एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं दस अज्झयणा पण्णत्ता, તેં નહીં
मियापुत्ते य उज्झिए, अभग्ग सगडे बहस्सई गंदी । उंबर सोरियदत्ते य, देवदत्ता य अंजू य ।। १ ।।