________________
અધ્યયન-૧/મૃગાપુત્ર
સૂરિએ તેમાં ભિન્નતા બતાવતા કહ્યું છે કે– સામાન્ય વર્તમાનાવળિો વધુ कालः, विशिष्टः पुनस्तदेकदेश भूतः समयः ।
નફળઃ
સુત્રકારને કાળ શબ્દથી વર્તમાન અવસર્પિણીકાળનો ચોથો આરો છે અને સમય શબ્દથી ચોથા આરામાં જ્યારે ભગવાન સદેહે બિરાજમાન હતા ત્યારે આ કથા કહેવામાં આવી હતી. તે સમય અહીં અભિપ્રેત છે.
જંબૂસ્વામીની જિજ્ઞાસા :| ३ तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अंतेवासी अज्जजंबू णामं अणगारे सत्तुस्सेहे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
तए णं अज्जजंबू णाम अणगारे जायसड्ढे जाव जेणेव अज्जसुहम्मे अणगारे तेणेव उवागए, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जाव पज्जुवासमाणे एवं वयासी| ४ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दसमस्स अंगस्स पण्हावागरणस्स अयमढे पण्णत्ते, एक्कारसमस्स णं भंते ! अंगस्स विवागसुयस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ભાવાર્થ :- કાલે અને તે સમયે આર્ય સુધર્મા સ્વામીના શિષ્ય આર્ય જંબૂસ્વામી નામના અણગાર સાત હાથની ઊંચાઈવાળા યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
તે સમયે શ્રી જંબુસ્વામી જિજ્ઞાસાથી યુક્ત થઈ યાવત જ્યાં શ્રી સુધર્માસ્વામી હતા ત્યાં આવીને તેઓશ્રીના ચરણોમાં ઉપસ્થિત થઈને, જમણી બાજુથી ડાબી બાજુ ત્રણ વાર અંજલિબદ્ધ હાથ ફેરવતા આવર્તનરૂપ પ્રદક્ષિણા કર્યા પછી વંદન-નમસ્કાર કરીને તેનાથી ન અતિ દૂર કે ન અતિ નજીક એવા યોગ્ય સ્થાને રહીને તેમની સેવા કરતાં આ પ્રમાણે બોલ્યા
હે ભગવન્! પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગ સૂત્રનો ભગવાન મહાવીર સ્વામીએ જે અર્થ પ્રરૂપ્યો છે, તે મેં સાંભળ્યો. હવે હે ભગવન્! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ "વિપાકસૂત્ર" નામના અગિયારમા અંગ સૂત્રનો શો અર્થ ફરમાવ્યો છે? તે મને કહો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રશ્ન પૂછનારની માનસિક પૂર્વાવસ્થાનું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કર્યું છે. તેમાં નવસરે આદિ બાર પદનો પ્રયોગ નાવ– યાવત્ શબ્દ દ્વારા કર્યો છે. તેના અર્થ ક્રમશઃ આ પ્રમાણ છે– ગાય - શ્રદ્ધા = ઈચ્છા, રુચિ અથવા ઉત્સુક્તા, નાયણસા = સંશય – જિજ્ઞાસા,