________________
શ્રી વિપાક સૂત્ર
o)
- પહેલું અધ્યયના
મૃગાપુત્ર
અધ્યયન પ્રારંભ :| १ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था । वण्णओ । पुण्णभद्दे चेइए । वण्णओ । ભાવાર્થ :- કાળે– અવસર્પિણી કાળના ચોથા આરામાં અને તે સમયે- ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યારે ચંપા નામની એક નગરી હતી. તે નગરીની બહાર ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય-ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન પણ ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.
२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जसुहम्मे णामं अणगारे जाइसंपण्णे जाव पंचहिं अणगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुव्वि चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव चंपाणयरी जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता, अहापडिरूवं उग्गहं उग्गिण्हइ, अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । परिसा णिग्गया । धम्म सोच्चा णिसम्म जामेव दिसिं पाउब्भूया तामेव दिसि पडिगया । ભાવાર્થ :- કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી આર્ય સુધર્મા નામના અણગાર જાતિસંપન્ન યાવત્ પાંચસો અણગારો સાથે ક્રમશઃ ચાલતાં ગ્રામાનુગ્રામ સુખપૂર્વક વિચરતાં
જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ઉધાન હતું, ત્યાં પધાર્યા અને સંયમના અનુરૂપ શય્યા સસ્તારકની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહેવા લાગ્યા. ધર્મકથા સાંભળવા માટે પરિષદ (લોકોનો વિશાળ સમુદાય) નગરીમાંથી નીકળી. ધર્મકથા સાંભળીને હૃદયમાં ધારણ કરીને જે દિશામાંથી આવી હતી, તે બાજુ પાછી ચાલી ગઈ અર્થાત્ સહુ સ્વસ્થાને પાછા ફર્યા.
વિવેચન :
વ્યવહારમાં કાળ અને સમય, આ બન્ને શબ્દ એકાર્ણવાચી હોવા છતાં ટીકાકાર શ્રી અભયદેવ