________________
દુઃખ વિપાક
(૪) પછી સરીસૃપ(સર્પ, નોળીયો વગેરે) થશે.
(૫) ત્યાર પછી બીજી નરકમાં જશે.
(૬) ત્યાંથી પક્ષીયોનિમાં ઉત્પન્ન થશે.
(૭) ત્રીજી નરકમાં જશે.
(૮) સિંહરૂપે જન્મ લેશે.
(૯) ચોથી નરકમાં જશે.
(૧૦) ઉ૨પરિસર્પ જાતિમાં જશે.
(૧૧) પાંચમી નરકમાં જશે.
(૧૨) સ્ત્રીરૂપે જન્મ લઈ પાપાચારનું સેવન કરશે.
(૧૩) છઠ્ઠી નરકમાં જશે.
(૧૪) મનુષ્યભવમાં અધર્મનું સેવન કરશે. (૧૫) સાતમી નરકમાં જશે.
૩
ત્યાર પછી લાખો વખત જલચર જીવોની સાડા બાર લાખ કુલકોટિમાં, ચતુષ્પદોમાં, ઉ૨પરિસર્પોમાં, ભુજપરિસર્પોમાં, ખેચરોમાં, ચૌઉરેન્દ્રિયમાં, તેઈન્દ્રિયમાં, બેઈન્દ્રિયમાં, કડવી વનસ્પતિમાં, વાયુકાય, અપકાય, તેઉકાય તથા પૃથ્વીકાયમાં લાખો–લાખો વખત જન્મ ધારણ કરશે. દીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરી અપાર વેદનાઓ ભોગવ્યા પછી બળદ રૂપે જન્મ થશે. તત્પશ્ચાત્ તેને મનુષ્યભવની પ્રાપ્તિ થશે. ત્યાં સંયમની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેનો આત્મા સિદ્ધ થશે.