________________
વ્યક્તિપ૨ક છે. બે અધ્યયનોના ક્રમમાં અંતર છે. સ્થાનાંગમાં જે આઠમું અધ્યયન છે, તે વિપાકનું સાતમું અધ્યયન છે અને સ્થાનાંગમાં જે સાતમું અધ્યયન છે, તે વિપાકનું આઠમું અધ્યયન છે.
સ્થાનાંગમાં બીજા અધ્યયનનું નામ પૂર્વભવના નામના આધારે "ગોત્રાસક" રાખેલ છે અને આ સૂત્રમાં આગળના ભવના નામના આધારે ઉજ્જિતક રાખેલ છે. સ્થાનાંગમાં ત્રીજા અધ્યયનનું અંડ નામ પૂર્વભવના વ્યાપારના આધારે રાખેલ છે અને વિપાકમાં આગળના ભવના નામના આધારે "અભગ્નસેન" રાખેલ છે. સ્થાનાંગમાં નવમા અધ્યયનનું નામ સહસ્રોદ્દાહ આભરક અથવા સહસોદ્દાહ છે. સહસ્ર-હજારો વ્યક્તિઓને એકી સાથે બાળી દેવાના કારણે તેનું આ નામ રાખેલ છે અને વિપાકમાં પ્રસ્તુત અધ્યયનની મુખ્ય નાયિકા દેવદત્તા હોવાના કારણે અધ્યયનનું નામ દેવદત્તા રાખેલ છે. સ્થાનાંગમાં દસમા અધ્યયનનું નામ "કુમાર લિચ્છઈ" છે. લિચ્છવી કુમારોના આચાર પરથી આ નામ રાખેલ છે. જ્યારે વિપાકમાં તેનું નામ "અંજૂ" છે, જે કથાની મુખ્ય નાયિકા છે. વિદ્વાનોનું માનવું છે કે લિચ્છવીનો સંબંધ લિચ્છવી વંશ વિશેષ સાથે હોવો જોઈએ.
નંદી સૂત્ર અને સ્થાનાંગ સૂત્રમાં વિપાકના બીજા શ્રુતસ્કંધ સુખવિપાકનાં અધ્યયનોનું નામ નથી આવ્યું. સમવાયાંગમાં તો બંને શ્રુતસ્કંધોનાં અધ્યયનોનું નામ નથી. વિપાક સૂત્રમાં સુખવિપાકનાં અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે– (૧) સુબાહુકુમાર (૨) ભદ્રનંદી (૩) સુજાતકુમાર (૪) સુવાસવકુમાર (૫) જિનદાસકુમાર (૬) ધનપતિ (૭) મહાબળકુમાર (૮) ભદ્રનંદીકુમાર (૯) મહાચંદ્રકુમાર (૧૦) વરદત્તકુમાર.
સમવાયાંગના પંચાવનમા સમવાયમાં ઉલ્લેખ છે કે કારતક મહિનામાં અમાસની રાતે ચરમ તીર્થંકર મહાવીર પુણ્યના કર્મફળને બતાવતાં પંચાવન અધ્યયન અને પાપના કર્મફળ બતાવતાં પંચાવન અધ્યયન ધર્મદેશનાના રૂપે પ્રરૂપી નિર્વાણ પામ્યા. આમાં પ્રશ્ન એ થાય કે પંચાવન અઘ્યયનવાળું કલ્યાણ ફળવિપાક અને પંચાવન અધ્યયનવાળું પાપફળવિપાક બતાવતો આગમ આ વિપાક સૂત્ર છે ? કે આનાથી જુદું બીજું કોઈ આગમ છે ?
કેટલાક ચિંતકોનો એવો મત છે કે પ્રસ્તુત આગમ તે જ આગમ છે તેમાં પંચાવન–પંચાવન અધ્યયન હતાં પરંતુ પિસ્તાલીસ–પિસ્તાલીસ અધ્યયન તેમાંથી લુપ્ત થઈ ગયાં ને માત્ર વીસ અધ્યયન જ બાકી રહ્યાં. ચિંતકોની આ માન્યતા ચિંતન
38