________________
માંગે છે. કારણ કે ઠાણાંગ આદિ સૂત્રોથી આ સ્પષ્ટ છે કે અંતિમ સમયમાં પ્રરૂપિત કલ્યાણવિપાક અને પાપવિપાકનાં પંચાવન–પંચાવન અધ્યયન છે તથા આ વિપાક સૂત્ર દસ દસ અધ્યયનાત્મક છે. સમવાયાંગ અને નંદીમાં વિપાક સૂત્રની જે પરિચય રેખા બતાવી છે તેમાં વીસ અધ્યયનોનો ઉલ્લેખ છે.
નંદી અને સમવાયાંગ સૂત્રમાં જે પદોની અને નિર્યુક્તિઓ વગેરેની સંખ્યા આપવામાં આવેલ છે, તેના અર્થ પરમાર્થની પરંપરા બહુશ્રુતગમ્ય છે, સાથે જ અન્વેષણીય પણ છે. વિપાક સૂત્રનો વિષયાવબોધ :
કર્મ સિદ્ધાંત જૈનદર્શનનો એક મુખ્ય સિદ્ધાંત છે. તે સિદ્ધાંતનું પ્રસ્તુત આગમમાંદાર્શનિક ગહન અને ગંભીર વિશ્લેષણ કરવામાં આવ્યું નથી પરંતુ ઉદાહરણોનાં માધ્યમ દ્વારા વિષયને સરળ રીતે પ્રતિપાદિત કરેલ છે.
સાંસારિક જીવ જે વિવિધ પ્રકારનાં કર્મોનાં બંધન કરે છે તેને વિપાકની દષ્ટિએ બે ભાગમાં વિભક્ત કરેલ છે. શુભ અને અશુભ, પુણ્ય અને પાપ અથવા કુશળ અને અકુશળ. આ બે ભેદોનો ઉલ્લેખ જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન અને ઉપનિષદ આદિમાં કરેલ છે.
જે કર્મના ફળની પ્રાણી અનુકૂળ અનુભવ કરે તે પુણ્ય અને જેનો પ્રતિકૂળ અનુભવ કરે તે પાપ છે. પુણ્યના શુભ ફળની તો બધાં ઈચ્છા કરે છે પરંતુ પાપના ફળની કોઈ ઈચ્છા કરતા નથી, તો પણ તેના વિપાકથી કોઈ બચી શકતું નથી.
જીવે જે કર્મ બાંધ્યાં છે તે આ જન્મમાં અથવા આગામી જન્મોમાં ભોગવવાં જ પડે છે. કતકર્મોનું ફળ ભોગવ્યા વિના આત્માનો છૂટકારો નથી. પ્રસ્તુત આગમમાં પાપ અને પુણ્યની ગહન ગ્રંથિઓને ઉદાહરણો દ્વારા સરળતાથી સમજાવેલ છે. જે જીવોએ પૂર્વભવમાં અનેક પ્રકારનાં પાપકૃત્ય કરેલ છે, તે જીવોને આગામી જીવનમાં દાક્સ વેદનાઓ સહન કરવી પડે છે. દુઃખવિપાકમાં તેવા પાપકૃત્ય કરનારા જીવોનું વર્ણન છે. જે જીવોએ પૂર્વભવમાં સુકૃત કર્યા હતાં, તેઓને સુખ મળ્યું. દ્વિતીય વિભાગમાં એવા સુકૃત્ય કરનારા જીવોના પ્રસંગોનું વર્ણન છે.
જેમ ક્રૂર કૃત્યો કરનારા દરેક જમાનામાં થાય છે તેમ સત્કાર્યો કરી જીવનને સાર્થક કરનારાઓ પણ દરેક યુગમાં મળી આવે છે. સારું અને નરસું એકાંતરૂપથી કોઈ
I
39