________________
સૂચિત બધા ભેદ પ્રભેદ જોડવાથી તોતેર(૭૩)ની થાય છે. કાળક્રમે આગળ વધતા જુદી જુદી પરંપરામાં તે જ આગમોની સંખ્યા ચોર્યાસી (૮૪), પિસ્તાલીશ(૪૫) અને બત્રીશ(૩ર) આગમના રૂપમાં પ્રસિદ્ધિ પામવામાં આવેલ છે.
પુસ્તકારૂઢ થયા પછી આગમોનું સ્વરૂપ મૂળ રૂપે સુરક્ષિત થઈ ગયું, પરંતુ કાળ-દોષ, શ્રમણ-સંઘોના આંતરિક મતભેદ, સ્મૃતિની મંદતા, પ્રમાદ અને ભારત ભૂમિ પર બહારનાં આક્રમણોને કારણે વિપુલ જ્ઞાનભંડારોના વિધ્વંસ આદિ અનેક કારણોથી આગમજ્ઞાનની વિપુલ સંપત્તિ, અર્થબોધની સમ્યક ગુપરંપરા ધીરે ધીરે ક્ષીણ એવં વિલુપ્ત થતી રહી. આગમોનાં અનેક મહત્વપૂર્ણ પદ, સંદર્ભ તથા તેનાં ગૂઢાર્થોનું જ્ઞાન છિન્ન-વિચ્છિન્ન થતું ગયું. પરિપક્વ ભાષાજ્ઞાનના અભાવમાં જે આગમ હસ્તલિખિત હતાં તે પણ શુદ્ધ પાઠવાળાં ન હતાં. તેના સમ્યફ અર્થનું જ્ઞાન દેનારા પણ વિરલા જ હતા. આ પ્રમાણે અનેક કારણોથી આગમની પવિત્ર ધારા ક્ષીણ થતી ગઈ, મંદ થતી ગઈ.
વિક્રમની સોળમી શતાબ્દીમાં વીર લોકાશાહે આ દિશામાં ક્રાંતિકારી પ્રયત્ન કર્યો. આગમોના શુદ્ધ અને યથાર્થ અર્થજ્ઞાનને નિરૂપિત કરવાનો સાહસિક ઉપક્રમ પુનઃ શરૂ થયો. પરંતુ થોડા સમય પછી તેમાં પણ વિક્ષેપ આવવા લાગ્યા. સાંપ્રદાયિક વિદ્વેષ, સૈદ્ધાંતિક વિગ્રહને કારણે આગમોની ઉપલબ્ધિમાં ઘણાં મોટા વિન થયા, આગમ અભ્યાસીઓને શુદ્ધ પ્રતો મળવી પણ દુર્લભ થઈ ગઈ.
ઓગણીસમી શતાબ્દીના પ્રથમ ચરણમાં આગમ મુદ્રણની પરંપરા ચાલી, તેથી બુદ્ધિમાન પાઠકોને થોડી સુવિધા મળી. ધીરે ધીરે પ્રયત્નોથી આગમોની પ્રાચીન ચૂર્ણિઓ, નિર્યુક્તિઓ, ટીકાઓ આદિ પ્રકાશમાં આવી અને તેના આધારે આગમોનો સ્પષ્ટ–સુગમ ભાવબોધ સરળ ભાષામાં પ્રકાશિત થયો. તેથી આગમ–સ્વાધ્યાયી તથા જ્ઞાનપિપાસુઓને સુવિધા થઈ. ફલતઃ આગમના પઠન-પાઠનની પ્રવૃત્તિ વધી. જનતામાં આગમો પ્રતિ આકર્ષણ અને ચિ વધ્યાં છે. આ ચિની જાગૃતિમાં અનેક આગમ વિશેષજ્ઞ કે વિદેશી વિદ્વાનો અને ભારતીય જૈનેતર વિદ્વાનોની આગમ-શ્રુત સેવાનો પણ પ્રભાવ અને યોગદાન છે, તે આપણે ગૌરવ સહિત સ્વીકારીએ છીએ. વિપાક સૂત્ર પરિશીલન :
બાર અંગમાં વિપાકનું અગિયારમું સ્થાન છે. આચાર્ય વીરસેને કર્મોના ઉદય અને ઉદીરણાને વિપાક કહેલ છે. આચાર્ય પૂજ્યપાદ અને આચાર્ય અકલંકદેવે લખ્યું
36