________________
સાધુ સાધ્વી દરેક સાધકો માટે અગિયાર અંગોનું અધ્યયન શક્ય બન્યું તથા તે તરફ બધાની ગતિ, મતિ રહી.
તે સમયે લખવાની પરંપરા ન હતી, લખવાનાં સાધનોનો વિકાસ પણ અલ્પતમ હતો, માટે શાસ્ત્રોને સ્મૃતિના આધારે અથવા ગુરુપરંપરાથી કંઠસ્થ કરીને સુરક્ષિત રાખવામાં આવતાં હતાં. સંભવતઃ તેથી જ આગમજ્ઞાન 'શ્રુતજ્ઞાન' પણ કહેવાય છે અને તેથી જ અન્ય ગ્રંથોમાં શ્રુતિ, સ્મૃતિ જેવા સાર્થક શબ્દોનો વ્યવહાર કરવામાં આવ્યો છે.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ પરંપરા પર જ અવલંબિત રહ્યું. પછી સ્મૃતિમંદતા, ગુરુપરંપરાનો વિચ્છેદ, દુષ્કાળપ્રભાવ આદિ અનેક કારણોથી ધીરે ધીરે આગમજ્ઞાન લુપ્ત થતું ગયું. મહાસરોવરનું જળ સૂકાતાં સૂકાતાં ગોષ્પદ માત્ર રહ્યું. એક બાજુ મુમુક્ષુ શ્રમણો માટે આ ચિંતાનો વિષય હતો તો બીજી બાજુ ચિંતનની તત્પરતા અને જાગૃતિ પણ હતી. તે શ્રુતજ્ઞાન-નિધિના સંરક્ષણ માટે તત્પર થયા. ત્યારે મહાન ઋતપારગામી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વિદ્વાન શ્રમણોનું એક સંમેલન બોલાવ્યું અને સ્મૃતિ દોષથી લુપ્ત થતાં આગમજ્ઞાનને સુરક્ષિત અને એકઠું કરીને રાખવાનું આહ્વાન કર્યું. સર્વ સંમતિથી આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યાં, જિનવાણીને પુસ્તકારૂઢ કરવાનું આ ઐતિહાસિક કાર્ય વસ્તુતઃ આજની સમગ્ર જ્ઞાનપિપાસ પ્રજા માટે એક અવર્ણનીય ઉપકાર સિદ્ધ થયો. સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મવિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને વહેતી રાખવાનો આ ઉપક્રમ વીરનિર્વાણના ૯૮૦ થી ૯૩ વર્ષ પછી પ્રાચીન વલભીપુરનગરી (હાલ સૌરાષ્ટ્રમાં વળા ગામોમાં આચાર્ય શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વમાં થયું. આમ તો જૈન આગમોની આ બીજી અંતિમ વાચના હતી, પરંતુ લિપિબદ્ધ કરવાનો પ્રથમ પ્રયાસ હતો. આજે પ્રાપ્ત જૈન સૂત્રોનાં અંતિમ સ્વરૂપ સંસ્કાર આ જ વાચનામાં પૂર્ણ કરવામાં આવેલ હતાં.
લિપિબદ્ધ કરવાની આ વાચના સમયે દ્વાદશાંગીમાંથી અગિયાર અંગ આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા. પરંતુ બારમું દષ્ટિવાદ અંગ અતિવિશાળ અને લખવાનું અશક્ય હોવાના કારણે તેનું સંપૂર્ણ લખાણ ન કરતાં તેના આધારે બીજા નાના મોટા સૂત્રોની રચના કરીને લખવામાં આવ્યાં. નંદી સૂત્રની રચના પણ તે સમયે જ કરવામાં આવી અને તેમાં બધા લિખિત સૂત્રોને ઉäકિત કરવામાં આવ્યાં. આજે પણ નંદી સૂત્રમાં તે સમસ્ત નાના-મોટા સૂત્રોનાં નામ મોજૂદ છે. તે સૂત્રોની સંખ્યા ત્યાં
35