________________
જે ભાવો સેવન કર્યા છે અને કર્મ કરવામાં જે તીવ્રતા કે મંદતાનો વ્યાપાર કર્યો છે, તે બધાં ભાવો આ કર્મ શરીરમાં સંચિત થઈ એક પ્રકારની સ્થિતિને પ્રાપ્ત કરે છે. કર્મ કર્યા પછી કર્મ કરનાર પોતાના કર્મો ભૂલી જાય છે. પોતાનો જન્મ પૂરો થતાં બીજા જન્મમાં ચાલ્યો જાય છે. જે જે જીવો સાથે સંપર્ક કર્યો હતો તે બધાં જીવો પણ વિખૂટા પડી જાય છે પરંતુ તેમનું આ સૂક્ષ્મ શરીર કોઇપણ ઝીણામાં ઝીણી કે મોટામાં મોટી વાતને જતું કરતું નથી. જ્ઞાન - અજ્ઞાન બધાં જ ભાવોની નોંધ લઇ લે છે અને એ જ વખતે એ કર્મ શરીર પુનઃ બીજા શરીરો પ્રાપ્ત થતાં, સમયનો પરિપાક થતાં પોતે જે કાંઇ ભાવો સંચિત કર્યા છે, તે ભાવોને ન્યાયોચિતરૂપે પ્રગટ કરે છે અને એક પ્રકારે પુનઃ જીવનને તેવી પરિસ્થિતિમાં કર્મને અથવા સુખ દુઃખને ભોગવવા બાધ્ય કરે છે. આમાં મૂળ પ્રશ્ન એ રહી જાય છે કે પાપ કર્મનું ફળ કડવું શા માટે ? અને જીવ કડવું ફળ શા માટે ભોગવે? પુણ્ય કર્મનું મીઠું ફળ શા માટે જીવ અનુભવે ? પરંતુ આ એક મહાન પ્રાકૃતિક નિયમ છે. પ્રકૃતિ જગત સ્વયં શાશ્વત નિયમોથી ભરેલું છે. એટલે એમાં નિયામકની જરૂર નથી. સ્વયં કર્તા સત્તા નિયામક છે. સામાન્ય જગતમાં કુકર્મના ફળ કડવા જોવા મળે છે અને કોઇપણ રાજા કે સત્તા સરકાર પાપકર્મની સજા આપે છે તો આ સામાન્ય નિયમને પ્રકૃતિ જગતનું રાજ્ય શા માટે ઉલ્લંઘન કરે ? આ સિદ્ધાંતને સ્વીકારવો તેને જ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન કહેવામાં આવે છે અને કર્મ સિદ્ધાંતને ન માને તો તે મિથ્યાદર્શન છે. જગતના બધાં શાસ્ત્રો કે જ્ઞાની પુરુષોએ આ સિદ્ધાંતને આધારે જ ધર્મની સ્થાપના કરી છે અને જૈનદર્શન કર્મશાસ્ત્રના વિવેચનમાં વિશ્વના કોઇપણ સૂક્ષ્મ શાસ્ત્રથી પણ અનેકગણું વધારે સૂક્ષ્મ એવું નિશ્ચિત શાસ્ત્ર છે. અહીં શ્રધ્ધાથી જ કામ લેવાનું છે. કર્મ સ્વયં ઐશ્વર્યશાળી છે. એટલે ખરું પૂછો તો કર્મ જ ઇશ્વરનું રૂપ છે.
અહીં વિપાક શબ્દ વાપર્યો છે તે ખાસ એક સૂચના કરે છે, તે છે કરેલાં કર્મોમાં પરિવર્તન થવાની શક્યતા. આપણે વિપાક શબ્દના અર્થમાં જ કહ્યું છે કે જો જીવમાં સદ્ભાવ ઉત્પન્ન થાય તો પોતાના કર્મોમાં તે ઘણે અંશે પરિવર્તન કરે છે. તે જ રીતે જીવમાં જો દુર્ભાવ ઉત્પન્ન થાય તો પોતાના પુણ્યકર્મોને પણ વિકૃત કરી શકે છે. સામાન્યરૂપે જે પ્રવાદ છે કે ભાગ્યમાં લખ્યું હોય તે જ ભોગવવું પડે તે એકાંત સત્ય નથી.
જૈન શાસ્ત્રમાં સફાઈ સ્કૂળ મોક્યો થિ | સૂત્ર મળે છે પરંતુ આ સૂત્રની