________________
જ મહત્ત્વપૂર્ણ છે અને સાધનાનું ગણિત ઘણા વિપાકોથી ભરપૂર ઘણા સાક્ષાત ઉદાહરણો ઉપસ્થિત કરે છે. સમસ્ત જીવો વિભિન્ન પ્રકારની યોનિઓમાં વિપાકની આ પ્રચંડ જાળમાં સંડોવાયોલા છે. દેવ, મનુષ્ય કે પશુ – પંખી હોય અથવા તેથી પણ નીચી ગતિ હોય, બધી જગ્યાએ વિપાકનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને તેના કેટલાંક ઉદાહરણો ઉપસ્થિત કરવા માટે આ વિપાક શાસ્ત્રની રચના કરવામાં આવી છે.
હવે આપણે મૂળભૂત સિધ્ધાંત પર દષ્ટિપાત કરીએ. જૈનશાસ્ત્ર અથવા કર્મને માનનારા કોઇપણ શાસ્ત્રો એમ કહે છે કે કુકર્મના કુફળ અને સુકર્મના સુફળ હોય છે. અહીં એ પ્રશ્ન થાય છે કે આ થીયરી કેવી રીતે ઘટિત થાય છે? કર્મ કરવાનું ક્ષેત્ર અલગ છે અને ફળ મળે છે ત્યારે ક્ષેત્ર અલગ છે. આવી ગણત્રી કોણ કરે છે? કુકર્મનું કુફળ આપનારું કોણ છે ? અર્થાત્ શું કોઇપણ કર્મનું ફળ આપનારું કોઇ છે ? શું કર્મમાં જ કોઇ આવી શકિત નિહિત છે ? શું જડ કર્મ આવાફળ આપવાની શક્તિ ધરાવે છે? મૂળ વાત તો એ છે કે વ્યવહારમાં કર્મનું ફળ તે જ ક્ષણે મળે છે. જો કોઇ અગ્નિને અડે તો દાઝી જાય, કોઇ મીઠું ફળ ખાય તો તેને સ્વાદ આવે, આમ બધાં સામાન્ય કર્મો તત્ક્ષણ ફળનો અનુભવ કરાવે છે પરંતુ લાંબા કાળ પછી જીવે જે કર્મ કર્યું છે તે તો નષ્ટ થઈ ગયું છે. એ કૃતિને યાદ કરીને જીવાત્માને કોણ બળપૂર્વક ફળ ભોગવવા માટે બાધ્ય કરે છે? આખો પ્રશ્ન એ થયો કે શું આ કર્મ સિધ્ધાંત માન્ય છે? અથવા કર્મનો નિર્ણાયક કોણ છે?
પ્રથમ કર્મ વિશે થોડું સમજી લઇએ. જીવાત્મા પાસે શરીર, વાણી અને મન એ ત્રણ સાધન છે. ઉપરાંત લોભ, તૃષ્ણા, મોહ ઇત્યાદિ આધ્યાત્મિક દોષોનો પણ ઘણો સંગ્રહ છે. આ બધાં સાધનોથી જીવાત્મા કર્મ કરે છે. આ કર્મનો સ્થૂળ અર્થ એ છે કે જીવ જે કામ કરે છે તેને પણ કર્મ કહેવાય છે પરંતુ કર્મ કર્યા પછી તે કર્મ સર્વથા નાબૂદ થઈ જાય છે, તેવું નથી. તેની એક સૂક્ષ્મ પ્રતિક્રિયા પણ થાય છે અને સ્થૂળ કર્મ કર્યા પછી તે કર્મના પ્રભાવથી સૂક્ષ્મ કર્મ પણ સંચિત થાય છે. અનંત જ્ઞાનીઓએ આપેલું આ વિજ્ઞાન છે અને સમ્રગ કર્મની જે કાંઈ ખરાબ કે સારી અસર છે તેની પણ તેમાં ચોક્કસ રેખા અંકિત થઈ જાય છે. આમ સ્થૂળકર્મ સૂક્ષ્મકર્મરૂપે જીવાત્મા સાથે બંધાય છે કારણ કે કોઇપણ સાધનોથી કર્મ કરનાર જીવાત્મા તો હાજર છે. સ્થૂળ કર્મનો નાશ થયો પણ જીવાત્માનું સૂક્ષ્મ જગત નાશ પામતું નથી. તેને જૈન શાસ્ત્રોમાં એક કર્મ શરીર પણ કહેવામાં આવે છે. આ કર્મ શરીર જીવાત્માનું બહુ મોટું કોમ્યુટર છે. તેમાં ફક્ત કર્મની જ નોંધ થતી નથી પરંતુ કર્મ કરતી વેળાએ જીવે જે