________________
| કર્મ સિદ્ધાંત - ચિંતન
.
[ ૨૨૧]
પ્રદેશોનું પરસ્પર બંધાવું તે પ્રદેશબંધ છે.
ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછયું, ભગવન ! જીવ અને પુદ્ગલ પરસ્પર એક બીજાથી બદ્ધ, એક બીજાથી સ્પષ્ટ, એક બીજામાં અવગાઢ, એક બીજામાં સ્નેહ-પ્રતિબદ્ધ હોય છે અને એક બીજામાં એકમેક થઈને રહે છે?
ઉત્તરમાં મહાવીરે કહ્યું- હે ગૌતમ ! હા, રહે છે. હે ભગવન્! આમ શા માટે કહો છો?
હે ગૌતમ ! જેવી રીતે એક હૃદ–સરોવર હોય તે પાણીથી કિનારા સુધી ભરેલું છે, પાણીથી છલોછલ છે, ભરેલા ઘડાની જેવું છે. જો કોઈ પુરુષ તે સરોવરમાં એક મોટી છિદ્રોવાળી નૌકા છોડે તો તે ગૌતમ ! તે નૌકા તે આશ્રવદ્વારો-છિદ્રો દ્વારા ભરાતી પાણીથી પરિપૂર્ણ, છેક સુધી ભરાયેલી, પાણીથી ઢંકાયેલી થઈને ભરેલા ઘડા જેવી થશે કે નહીં ?
હા, ભગવદ્ થશે.
હે ગૌતમ ! એ કારણે હું કહું છું કે જીવ અને પુગલ પરસ્પર બદ્ધ, પૃષ્ટ, અવગાઢ અને પ્રતિબદ્ધ છે અને પરસ્પર એકમેક થઈને રહે છે.
આ પ્રમાણે આત્મપ્રદેશો અને કર્મ-પુદ્ગલોનો સંબંધ પ્રદેશબંધ છે. (૩૫) પ્રકૃતિબંધ અને સ્થિતિબંધ :
યોગોની પ્રવૃત્તિ દ્વારા ગ્રહણ કરાયેલાં કર્મપરમાણુ જ્ઞાનને આવૃત કરે છે, દર્શનને ઢાંકે છે, સુખદુઃખનો અનુભવ કરાવે છે. કાર્મણવર્ગણાના પુદ્ગલો જ્યારે આત્મા સાથે બંધાયા તે પહેલાં એક સરખા હતા. આત્મા સાથે બંધાણા કે તરત જ તેમાં અનેક પ્રકારના સ્વભાવ ઉત્પન્ન થઈ જાય છે. આને શાસ્ત્રીય ભાષામાં પ્રકૃત્તિબંધ કહે છે.
પ્રતિબંધ અને પ્રદેશબંધ યોગોની પ્રવૃત્તિથી થાય છે. માત્ર યોગોની પ્રવૃત્તિ દ્વારા જે કર્મબંધ થાય છે તે સૂકી દીવાલ પર હવાના ઝોંકાની સાથે આવનારી રેતી સમાન છે. અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાને કષાયના અભાવના કારણે કર્મબંધ એ પ્રમાણે થાય છે. કષાયરહિત પ્રવૃત્તિથી થનાર કર્મબંધ, નિર્બળ, અસ્થાયી અને નામમાત્રનો હોય છે, તેનાથી સંસારની વૃદ્ધિ થતી નથી.
કષાય સહિત યોગોની જે પ્રવૃત્તિ થાય છે તેનાથી અમુક સમય સુધી આત્માથી કર્મ અલગ નથી પડતા. આવી સમયની મર્યાદા પુદ્ગલોમાં નિર્મિત થાય છે. આ કાળ મર્યાદાને જ આગમની ભાષામાં સ્થિતિબંધ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્મા દ્વારા ગ્રહણ કરાયેલા જ્ઞાનાવરણીય આદિ કર્મપુદ્ગલોનો સમૂહ કેટલા સમય સુધી આત્મપ્રદેશો સાથે રહેશે, તેની મર્યાદા તે સ્થિતિબંધ છે. (૩૬) અનુભાગ બંધ :
જીવ દ્વારા ગ્રહણ કરાયેલ શુભાશુભ કર્મોની પ્રકૃતિઓનો તીવ્ર, મંદ આદિ વિપાક તે અનુભાગબંધ છે. ઉદયમાં આવવા પર કર્મનો અનુભવ તીવ્ર યા મંદ થશે, તે પ્રકૃત્તિ આદિની જેમ કર્મબંધના સમયે જ