________________
[ રરર |
શ્રી વિપાક સૂત્ર
નક્કી થઈ જાય છે તેને અનુભાગબંધ કહે છે.
કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે પોતાની મૂળ પ્રકૃત્તિ પ્રમાણે જ ફળ આપે છે. જ્ઞાનાવરણીયકર્મ ફળ દેવાની પોતાની શક્તિ પ્રમાણે જ્ઞાનનું આચ્છાદન કરે છે. દર્શનાવરણીયકર્મ દર્શનને ઢાંકે છે. આ પ્રમાણે બીજાં કર્મ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે તીવ્ર યા મંદ ફળ પ્રદાન કરે છે. તેની મૂળ પ્રકૃતિમાં ફેરફાર નથી થતો. પરંતુ ઉત્તર પ્રવૃતિઓના સંબંધમાં આ નિયમ સંપૂર્ણપણે લાગુ પડતો નથી. એક કર્મની ઉત્તર પ્રકૃતિ તે જ કર્મની અન્ય ઉત્તર પ્રકૃતિરૂપે પરિવર્તન પામી શકે છે. જેવી રીતે મતિજ્ઞાનાવરણીયકર્મ, શ્રુતજ્ઞાનાવરણીયકર્મરૂપે પરિણત થઈ જાય છે અને તેનું ફળ પણ શ્રુતજ્ઞાનાવરણરૂપે જ હોય છે. ઉત્તર પ્રકૃતિઓમાં પણ ઘણી પ્રકૃતિ એવી છે કે જે સજાતીય હોવા છતાં પણ પરસ્પર સંક્રમાતી નથી. જેવી રીતે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. આયુકર્મની ઉત્તર પ્રવૃત્તિઓમાં પણ સંક્રમણ નથી થતું. જેવી રીતે નારકીનું આયુષ્ય તિર્યંચના આયુષ્ય રૂપે અથવા અન્ય આયુષ્યરૂપે પરિવર્તન પામતું નથી. એ જ પ્રમાણે બીજાં આયુષ્ય પણ સમજવાં.
પ્રકૃતિના સંક્રમણની જેમ બંધકાલીન રસમાં પણ પરિવર્તન થઈ શકે છે. મંદ રસવાળાં કર્મ, તીવ્ર રસવાળાં કર્મ રૂપે બદલાઈ જાય છે અને તીવ્ર રસવાળાં મંદરસ રૂપે બદલી શકાય છે. અતઃ જીવ એવંભૂત તથા અન–એવંભૂત વેદના સહે છે. (૩૦) કર્મની અગિયાર અવસ્થાઓ :
જિજ્ઞાસા થાય કે કર્મોનું વેદન એવંભૂત એ અન–એવંભૂત હોય તો તેમાં મૂળ કારણ શું છે? જૈન કર્મસાહિત્ય સમાધાન કરે છે કે કર્મની વિભિન્ન અવસ્થાઓ છે. તેના મુખ્ય અગિયાર ભેદ છે. (૧) બંધ (૨) સત્તા (૩) ઉદ્વર્તન-ઉત્કર્ષ (૪) અપવર્તન-અપકર્ષ (૫) સંક્રમણ (૬) ઉદય (૭) ઉદીરણા (૮) ઉપશમન (૯) નિધત્ત (૧૦) નિકાચિત (૧૧) અબાધાકાળ. (૧) બંધઃ- આત્મા સાથે કર્મ પરમાણુઓનું જોડાવું, ક્ષીર–નીરવત્ એકમેક થવું, તે બંધ છે. બંધના ચાર પ્રકારનું વર્ણન પૂર્વે થઈ ગયું છે. (૨) સત્તા ઃ- બંધાયેલું કર્મ પોતાનું ફળ આપીને જ્યાં સુધી આત્માથી અલગ નથી પડતું ત્યાં સુધી તે આત્મા સાથે જ જોડાઈને રહે છે. તેને જૈન દાર્શનિકો સત્તા કહે છે. (૩) ઉદ્દવર્તન-ઉત્કર્ષ :- આત્માની સાથે બંધાયેલાં કર્મની સ્થિતિ અને અનુભાગબંધ તત્કાલીન પરિણામોમાં પ્રવહમાન કષાયની તીવ્ર અથવા મંદધારાને અનુરૂપ હોય છે. ત્યાર પછીની સ્થિતિ વિશેષ અથવા ભાવવિશેષના કારણે તે સ્થિતિ અને રસમાં વૃદ્ધિ થવી તે ઉદ્દવર્તન—ઉત્કર્ષ છે. (૪) અપવર્તન–અપકર્ષ :- પૂર્વબદ્ધ કમબંધની સ્થિતિ અને અનુભાગને કાલાંતરમાં ઘટાડી દેવા તે અપવર્તન અપકર્ષ છે. આ પ્રમાણે ઉદ્વર્તન-ઉત્કર્ષથી વિપરીત અપવર્તન-અપકર્ષ છે. (૫) સંક્રમણ :- એક પ્રકારના કર્મ પરમાણુઓનું બીજા પ્રકારના કર્મ પરમાણુઓના રૂપમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને સંક્રમણ કહે છે. આ પ્રકારના પરિવર્તન માટે કેટલીક નિશ્ચિત મર્યાદાઓ છે, તેનો ઉલ્લેખ પહેલાં કરેલ છે. સંક્રમણના ચાર પ્રકાર છે– (૧) પ્રકૃત્તિ સંક્રમણ (૨) સ્થિતિ સંક્રમણ (૩) અનુભાગ