________________
| ૨૨૦ |
શ્રી વિપાક સૂત્ર
જોડાય છે તેથી આત્મા" અમૂર્તો મૂર્ત રૂવ" રહે છે. તેને શરીર રૂપી કારાગૃહમાં કેદ થઈ બંધાવું પડે છે. તે આત્માના ગુણ (૧) અવ્યાબાધ સુખ (૨) અક્ષયસ્થિતિ ગુણ (૩) અમૂર્તિકત્વ (૪) અગુરુલઘુભાવ ને પ્રગટ થવા દેતા નથી. વેદનીય કર્મ આત્માના આવ્યાબાધ સુખને ઢાંકે છે. આયુષ્ય કમે આત્માના અક્ષયસ્થિતિ ગુણને પ્રગટ થવા ન દે. નામકર્મ આત્માના અરૂપીગુણને ઢાંકે છે. ગોત્ર કર્મ આત્માના અગુરુલઘુ ગુણને ઢાંકે છે. અઘાતીકર્મ આ પ્રમાણે પોતાનો પ્રભાવ દેખાડે છે. જ્યારે ઘાતકર્મનો નાશ થાય છે ત્યારે આત્મા કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક અરિહંત બની જાય છે અને અઘાતી કર્મનો નાશ થાય છે ત્યારે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની જાય છે.
આઠે કર્મોની અવાંતર અનેક ઉત્તર પ્રવૃત્તિ છે. વિસ્તાર ભયથી અહીં તે આપેલ નથી. (૩ર) કર્મફળની તીવ્રતા-મંદતા :
કર્મફળની તીવ્રતા અને મંદતાનો મુખ્ય આધાર તગ્નિમિત્તક કષાયોની તીવ્રતા અને મંદતા છે. કષાયોની તીવ્રતા જેનામાં જેટલી વધારે હશે એટલાં જ અશુભકર્મ પ્રબળ બનશે અને કષાયોની મંદતા જેટલી વધારે હશે, તેટલાં તેનાં શુભ કર્મ પ્રબળ બંધાશે. (૩૩) કર્મોના પ્રદેશનું વિભાજન :
આત્મા માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓ દ્વારા જે કર્મપ્રદેશોનો સંગ્રહ કરે છે તે પ્રદેશો અનેક પ્રકારે વિભક્ત થઈને આત્મા સાથે બંધાય છે. આઠ કર્મોમાં આયુકર્મને સૌથી થોડો હિસ્સો મળે છે. નામ અને ગોત્ર બંનેને બરાબર હિસ્સો મળે છે. તેનાથી થોડો વધારે ભાગ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોને મળે છે. આ ત્રણેનો હિસ્સો બરાબર રહે છે. તેનાથી વધારે ભાગ મોહનીય કર્મને મળે છે. સહુથી વધારે ભાગ વેદનીયકર્મને મળે છે. આ પ્રદેશોનું પુનઃ ઉત્તર પ્રવૃત્તિઓમાં વિભાજન થાય છે. પ્રત્યેક પ્રકારનાં બંધાયેલાં કર્મ પ્રદેશોની ન્યૂનતા કે અધિકતાનો આ જ મુખ્ય આધાર છે. (૩૪) કર્મબંધ :
આખા લોકમાં કોઈ સ્થાન એવું નથી જ્યાં કર્મવર્ગણાના પુગલ ન હોય. આત્મા માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ કરે છે અને કષાયાગ્નિથી ઉદીપ્ત થાય છે તેથી તે કર્મયોગ પુગલોને સર્વ દિશાઓથી ગ્રહણ કરે છે. આગામોમાં સ્પષ્ટ નિર્દેશ છે કે એકેંદ્રિય જીવ વ્યાઘાત ન પડે તો છ દિશામાંથી કર્મ ગ્રહણ કરે છે. જો વ્યાઘાત હોય તો ક્યારેક ત્રણ, ચાર અને ક્યારેક પાંચ દિશામાંથી ગ્રહણ કરે છે પરંતુ શેષ જીવો નિયમથી સર્વ દિશામાંથી કર્મ ગ્રહણ કરે છે પરંતુ ક્ષેત્રમાં મર્યાદા છે કે જે ક્ષેત્રમાં તે સ્થિત હોય તે જ ક્ષેત્રમાં સ્થિત કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, અન્યત્ર સ્થિત પુગલોને નહીં. સાથે એ પણ યાદ રાખવું કે યોગોની ચંચળતામાં જેટલી અધિકાધિકતા હશે તે પ્રમાણે ચૂનાધિક રૂપે જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરશે. યોગોની પ્રવૃત્તિ મંદ હશે તો પરમાણુઓની સંખ્યા પણ ઓછી હશે. શાસ્ત્રીય ભાષામાં આને જ પ્રદેશબંધ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્માના અસંખ્યાત પ્રદેશ છે તે પ્રદેશોમાં એક એક પ્રદેશ પર અનંતાનંત કર્મપ્રદેશોનો બંધ થાય તે પ્રદેશબંધ છે અર્થાત્ જીવના પ્રદેશો અને કર્મ પુદ્ગલોના