________________
| કર્મ સિદ્ધાંત - ચિંતન
૨૧૯ |
મબંધન પરંપરાનો
નથી. આ કર્મનું સામાન્ય
કાર્યો છે. જેટલાં
વિભાગદશામાં રમણ કરનાર આત્મા જ વૈતરણી નદી અને કૂટશાલ્મલી વૃક્ષ છે. સ્વભાવદશામાં રમણ કરનારો આત્મા કામધેનુ અને નંદનવન છે. સુખ-દુઃખનો કર્તા ને ભોક્તા આત્મા સ્વયં જ છે. શુભ માર્ગે ચાલતો આત્મા પોતાનો મિત્ર છે અને અશુભ માર્ગે ચાલનાર આત્મા પોતે જ પોતાનો શત્રુ છે.
જૈનદર્શન સ્પષ્ટ કહે છે કે જીવને સુખ-દુઃખ મળે છે તેનો નિર્માતા આત્મા પોતે જ છે. આત્મા જેવાં કર્મ કરે તેવાં જ તેને ફળ ભોગવવાં પડે. વૈદિકદર્શન અને બૌદ્ધદર્શનની જેમ તે કર્મફળના સંવિભાગમાં વિશ્વાસ કરતા નથી. વિશ્વાસ કરતા તથી એટલું જ નહીં પણ તે વિચારધારાનું ખંડન પણ કરે છે. એક વ્યક્તિનું કર્મ બીજાને આપી શકાય નહીં. જો તે આપી શકાતું હોય તો પુરુષાર્થ અને સાધનાની કિંમત શું? પુણ્ય-પાપ કરશે કોઈ અને ભોગવશે કોઈ. તેથી તે સિદ્ધાંત યુક્તિસંગત નથી. (૩૦) કર્મનું કાર્ય :
કર્મનું મુખ્ય કાર્ય છે આત્માને સંસારમાં આબદ્ધ રાખવો. જ્યાં સુધી કર્મબંધન પરંપરાનો પ્રવાહ ચાલુ રહેશે ત્યાં સુધી આત્મા મુક્ત બની શકતો નથી. આ કર્મનું સામાન્ય કાર્ય છે. વિશેષ રૂપે જોઈએ તો ભિન્ન ભિન્ન કર્મોનાં ભિન્ન કાર્યો છે. જેટલાં કર્મ છે એટલાં જ કાર્ય છે. (૩૧) આઠ કર્મ :
જૈન કર્મશાસ્ત્રની દષ્ટિએ કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે. તેનાથી પ્રાણીઓને ભિન્ન ભિન્ન પ્રકારનાં ફળ મળે છે. તેનાં નામ છે- (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય.
આ આઠ કર્મ-પ્રકૃતિઓના બે અવાંતર ભેદ છે. તેમાં ચાર ઘાતી અને ચાર અઘાતી છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય (૪) અંતરાય. આ ચાર ઘાતી છે. (૧) વેદનીય (૨) આયુ (૩) નામ (૪) ગોત્ર. આ ચાર અઘાતી છે.
જે કર્મ આત્મા સાથે બંધાઈને તેના સ્વરૂપનો અથવા તેના સ્વાભાવિક ગુણોનો ઘાત કરે છે તે ઘાતી કર્મ છે. તેની અનુભાગ શક્તિની સીધી અસર આત્માના જ્ઞાન આદિ ગુણો પર થાય છે, તેનાથી ગુણોનો વિકાસ અટકે છે. જેવી રીતે વાદળાંઓ સૂર્યના પ્રકાશને આચ્છાદિત કરે, તેના કિરણોને બહાર ન આવવા દે. એ જ પ્રમાણે ઘાતકર્મ આત્માના મુખ્ય ગુણ (૧) અનંતજ્ઞાન (૨) અનંતદર્શન (૩) અનંતસુખ (૪) અનંતવીર્ય, જેવા ગુણોને પ્રગટ થવા દેતા નથી. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મ આત્મામાં જ્ઞાન-દર્શન શક્તિના પ્રાદુર્ભાવને રોકે છે. મોહનીય કર્મ આત્માના સભ્ય શ્રદ્ધા અને સમ્યક ચારિત્રગુણને રોકે છે તેથી આત્માને અનંતસુખ પ્રાપ્ત થતું નથી. અંતરાય કર્મ આત્માની અનંતવીર્ય શક્તિ આદિનો પ્રતિઘાત કરે છે તેનાથી આત્મા પોતાની અનંત વિરાટ શક્તિનો વિકાસ કરી શકતા નથી. આ પ્રમાણે ઘાતકર્મ આત્માના વિભિન્ન ગુણોનો ઘાત કરે છે.
જે કર્મ આત્માના નિજ ગુણનો ઘાત ન કરતાં માત્ર આત્માના પ્રતિજીવી ગુણોનો ઘાત કરે છે તે અઘાતી કર્મ છે. અઘાતી કર્મોનો સીધો સંબંધ પૌદ્ગલિક દ્રવ્યો સાથે હોય છે. તેની અનુભાગ શક્તિ જીવના ગુણો પર સીધી અસર કરતી નથી. અઘાતી કર્મોના ઉદયથી આત્માનો પૌગલિક દ્રવ્યો સાથે સંબંધ