________________
કર્મ સિદ્ધાંત – ચિંતન
૨૧૭
ફળ પાકે તો છે પરંતુ બંનેની પાકવાની પ્રક્રિયા પૃથક્—પૃથક્ છે. જે સ્વાભાવિક પાકે તેમાં ઘણો સમય લાગે અને જે પ્રયત્નથી પકાવવામાં આવે તેને અલ્પ સમય લાગે. કર્મનો પરિપાક પણ આ જ પ્રમાણે થાય છે. નિશ્ચિત કાળ મર્યાદાથી જે કર્મ પરિપાક થાય છે તે નિર્જરા ને વિપાકી નિર્જરા કહે છે. તેને માટે કોઈ પણ પ્રકારનો નવો પ્રયત્ન કરવો પડતો નથી તેથી આ નિર્જરા ધર્મ પણ નથી અને અધર્મ પણ નથી.
નિશ્ચિત કાળ મર્યાદા પહેલાં શુભ યોગથી કર્મનો પરિપાક થઈને નિર્જરા થાય છે, તે અવિપાકી નિર્જરા કહેવાય છે. આ નિર્જરા સહેતુક છે. તેનો હેતુ શુભ-પ્રયાસ છે, તેથી ધર્મ છે.
(રપ) પહેલાં આત્મા કે કર્મ ?
પ્રશ્ન :- પહેલાં આત્મા કે કર્મ ? બંનેમાં પહેલું કોણ અને પછી કોણ ? આ પ્રશ્ન છે.
ઉત્તર ઃ- આત્મા અને કર્મ બંને અનાદિ છે. આત્મા સાથે કર્મ સંતતિનો અનાદિકાળથી સંબંધ છે. પ્રતિપળ –પ્રતિક્ષણ જીવ નવાં કર્મ બાંધે છે. એવી કોઈ પણ ક્ષણ નથી જેમાં સંસારી જીવ કર્મ ન બાંધતો હોય. આ દૃષ્ટિએ આત્માની સાથે કર્મનો સંબંધ સાદિ પણ કહી શકાય પરંતુ કર્મ સંતતિની અપેક્ષાએ આત્માની સાથે કર્મનો સંબંધ અનાદિ છે.
(૨૬) અનાદિનો અંત કેવી રીતે ?
પ્રશ્ન :- આત્માની સાથે કર્મનો સંબંધ અનાદિથી છે તો તેનો અંત કેવી રીતે થઈ શકે ? કારણ કે જે અનાદિ છે તેનો નાશ નથી થતો.
ઉત્તર :– અનાદિનો અંત નથી થતો, આ સામુદાયિક નિયમ છે. તે જાતિ સાથે સંબંધ રાખે છે. વ્યક્તિ વિશેષમાં આ નિયમ એકાંતે ઘટી શકતો નથી. સુવર્ણ અને માટીનો સંબંધ અનાદિ છે તો પણ તે પૃથ-પૃથક્
થાય છે. એ જ પ્રમાણે આત્મા અને કર્મના અનાદિ સંબંધનો અંત આવે છે. એક વ્યક્તિની અપેક્ષાએ કોઈ પણ કર્મ અનાદિ નથી. કોઈ એક કર્મ વિશેષનો અનાદિકાળથી આત્મા સાથે સંબંધ નથી. પૂર્વબદ્ધ કર્મસ્થિતિ પૂરી થતાં જ કર્મ આત્માથી છૂટા પડી જાય છે. નવાં કર્મ બંધાતાં રહે. આ પ્રમાણે પ્રવાહ રૂપે આત્માની સાથે કર્મોનો સંબંધ અનાદિ કાળથી છે, એક કર્મની અપેક્ષાએ નહીં. તેથી અનાદિકાળનાં કર્મોનો અંત થાય છે. સંવરથી નવાં કર્મોનો આવતો પ્રવાહ અટકે છે અને તપથી સંચિત કર્મોનો ક્ષય થાય છે, ત્યારે આત્મા મુક્ત બને છે.
(૨૦) આત્મા બળવાન કે કર્મ ?
આત્મા અને કર્મમાં વધારે શક્તિશાળી કોણ ? આત્મા કે કર્મ ?
સમાધાન– આત્મા પણ બળવાન છે અને કર્મ પણ બળવાન છે. આત્મામાં અનંત શક્તિ છે, તો કર્મમાં પણ અનંત શક્તિ છે. ક્યારેક જીવ કાળ આદિ લબ્ધિઓની અનુકૂળતા હોય તો કર્મોને હરાવી દે છે અને ક્યારેક કર્મોનું જોર વધી જાય તો જીવ તેનાથી દબાઈ જાય છે.
ખાણ દષ્ટિએ કર્મ બળવાન હોય પરંતુ અંતર્દષ્ટિએ આત્મા જ બળવાન છે કારણ કે કર્મનો કર્તા આત્મા છે. તે કરોળિયાની જેમ પોતે જ જાળ બાંધી તેમાં ફસાય છે. જો તે ઈચ્છે તો કર્મોને કાપી શકે છે. કર્મ