________________
[ ૨૧૬]
શ્રી વિપાક સૂત્ર
ભવિષ્યમાં થવાની છે અથવા જેની ઉદીરણા થવાની નથી તે અનુદીર્ણ કર્મપુદ્ગલોની પણ ઉદીરણા થતી નથી (૩) જે કર્મપુદ્ગલનો ઉદય થઈ ગયો છે (ઉદયાંતર પછી) તે શક્તિહીન થઈ ગયા છે, તેની પણ ઉદીરણા થતી નથી (૪) જે કર્મપુગલ વર્તમાનમાં ઉદીરણા યોગ્ય (અનુદીર્ણ પરંતુ ઉદીરણા યોગ્ય) છે, તેની જ ઉદીરણા થાય છે. (૨૩) ઉદીરણાનું કારણ :
કર્મ જ્યારે સ્વાભાવિક રૂપે ઉદયમાં આવે છે ત્યારે નવા પુરુષાર્થની આવશ્યકતા નથી રહેતી. અબાધાકાળની સ્થિતિ પૂર્ણ થતાં જ કર્મપુદ્ગલ સ્વતઃ ઉદયમાં આવે છે. સ્થિતિ ક્ષય પહેલાં જ ઉદીરણા દ્વારા કર્મને ઉદયમાં લાવી શકાય છે તેથી આમાં વિશેષ પ્રયત્ન અથવા પુરુષાર્થની આવશ્યકતા રહે છે. આમાં ભાગ્ય અને પુરુષાર્થનો સમન્વય છે. પુરુષાર્થથી કર્મમાં પણ પરિવર્તન થઈ શકે છે. આ વાત પૂર્ણ રૂપે સ્પષ્ટ છે.
કર્મની ઉદીરણા "કરણ"થી થાય છે. કરણનો અર્થ યોગ" છે. યોગના ત્રણ પ્રકાર મન, વચન અને કાયા. ઉત્થાન, બળ, વીર્ય આદિ તેના જ ભેદ છે. યોગ શુભ અને અશુભ બે પ્રકારે છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય રહિત યોગ શુભ છે અને કષાય સહિત યોગ અશુભ છે. સત્ પ્રવૃત્તિ અને અસત્ પ્રવૃત્તિ બંનેથી ઉદીરણા થાય છે. (૨૩) વેદના :
ગૌતમ સ્વામીએ પૂછ્યું, હે ભગવન્! અન્ય દર્શનીઓનો એવો મત છે કે બધા જીવો એવંભૂત વેદના (જેવી રીતે કર્મ બાંધ્યાં છે, તે પ્રમાણે) ભોગવે છે. તો શું આ વાત યથાર્થ છે?
ભગવાન– હે ગૌતમ! અન્ય દર્શનીઓનું તે એકાંત કથન મિથ્યા છે. મારો એવો અભિપ્રાય છે કે કેટલાક જીવો એવંભૂત વેદના ભોગવે છે અને કેટલાક અન–એવંભૂત વેદના પણ ભોગવે છે.
ગૌતમ- ભગવન્! એ કેવી રીતે?
ભગવાન- જે જીવ કૃત કર્માનુસાર વેદના ભોગવે છે તે એવંભૂત વેદના ભોગવે છે અને જે જીવ કૃતકર્મથી અન્યથા વેદના ભોગવે છે તે અન–એવંભૂત વેદના ભોગવે છે. કારણ કે કેટલાંક કર્મોમાં ઉદ્વર્તન અપવર્તન અને સંક્રમણ વગેરે થવાથી પરિવર્તિત રૂપે પણ વેદના ભોગવાય છે. (ર૪) નિર્જરા :
આત્મા અને કાર્મણવર્ગણાના પરમાણુ એ બંને પૃથક છે.જ્યાં સુધી તે અલગ છે ત્યાં સુધી આત્મા, આત્મા છે અને પરમાણુ-પરમાણુ છે, જ્યારે બંનેનો સંયોગ થાય છે ત્યારે પરમાણુ "કર્મ" કહેવાય છે. કર્મ–પ્રાયોગ્ય પરમાણું જ્યારે આત્મા સાથે ચોટે છે ત્યારે તે કર્મ કહેવાય છે. તેના પર પોતાનો પ્રભાવ પાડ્યા પછી તે અકર્મ બની જાય છે. અકર્મ થતાં જ તે આત્માથી અલગ પડી જાય છે. જ્યારે અલગ પડે ત્યારે તેને નિર્જરા કહેવાય છે.
કેટલાંક ફળ ડાળ પર પાક્યાં પછી તૂટે છે તો કેટલાંક ફળ પ્રયત્નથી પકાવવામાં આવે છે. બંને