________________
| કર્મ સિદ્ધાંત - ચિંતન
|
૨૧૫ |
કર્મ બાંધવામાં જીવ સ્વતંત્ર છે પરંતુ તેનું ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી. જેમ કોઈ વ્યક્તિ ભાંગ પીવામાં સ્વતંત્ર છે પરંતુ તેનું પરિણામ ભોગવવામાં પરતંત્ર છે. તેની ઈચ્છા ન હોય તો પણ ભાંગ તેનું પરિણામ પ્રદર્શિત કરે જ છે, ત્યાં તેની ઈચ્છાનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી.
પૂર્વોક્ત કથનનો ભાવ એવો નથી કે બંધાયેલાં કર્મોના વિપાકમાં આત્મા કાંઈ પણ પરિવર્તન કરી શકતો નથી. જેવી રીતે ભાંગના નશાની વિરોધી વસ્તુનું સેવન કરવામાં આવે તો ભાંગનો નશો ચડતો નથી અથવા તો થોડો જ ચડે છે. એ જ પ્રમાણે પ્રશસ્ત અધ્યવસાયોથી પૂર્વબદ્ધ કર્મના વિપાકને મંદ કરી શકાય છે તથા નષ્ટ પણ કરી શકાય છે. તે અવસ્થામાં કર્મ પ્રદેશોદયથી જ નિર્જીર્ણ થઈ જાય છે. તેની કાલિક મર્યાદા(સ્થિતિકાળ)ને ઘટાડીને શીધ્ર ઉદયમાં પણ લાવી શકાય છે.
*
*
બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે જીવને કાળ આદિ લબ્ધિઓની અનુકૂળતા જ્યારે હોય છે ત્યારે તે કર્મોને હરાવી શકે છે અને કર્મોની બહુલતા હોય છે ત્યારે જીવ તેનાથી દબાઈ જાય છે. તેથી ક્યારેક જીવ કર્મને આધીન હોય છે અને ક્યારેક કર્મ જીવને આધીન હોય છે. કર્મના બે પ્રકાર છે– (૧) નિકાચિત- જેનો વિપાક નિષ્ફળ ન જાય તે (૨) અનિકાચિત- જેનો વિપાક નિષ્ફળ પણ થઈ શકે છે. બીજા શબ્દોમાં– (૧) નિરુપક્રમ- તેનો કોઈ પ્રતિકાર હોતો નથી, તેનો ઉદય અન્યથા ન થઈ શકે (૨) સોપક્રમ- જે ઉપચાર સાધ્ય હોય છે. તેના ઉદયમાં પરિવર્તન સંભવ છે.
જીવ નિકાચિત કર્મોદયની અપેક્ષાએ કર્માધીન હોય છે. દલિકની અપેક્ષાએ બંને વાતો છે– જ્યાં સુધી જીવ તે કર્મનો ક્ષય કરવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી જીવ તે કર્મને આધીન જ હોય છે અને જ્યારે જીવ પ્રબળ પુરુષાર્થથી મનોબળ અને શરીરબળ આદિ સામગ્રીના સહયોગથી સત્પુરુષાર્થ કરે છે ત્યારે કર્મ તેને આધીન બને છે. જેમ કે- ઉદયકાળ પહેલાં કર્મને ઉદયમાં લાવી ખપાવી દેવાં, તેની સ્થિતિ અને રસને મંદ કરી દેવાં. તપશ્ચર્યા દ્વારા પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ અને ફળ-શક્તિ નષ્ટ કરી તેને અતિ શીઘ્રતાએ ખપાવવામાં આવે છે.
પાતંજલ યોગભાષ્યમાં પણ અદષ્ટજન્ય વેદનીય કર્મની ત્રણ ગતિઓ બતાવી છે. તેમાં એક ગતિ એ છે કેટલાંક કર્મ ફળ આપ્યા વિના જ પ્રાયશ્ચિત આદિ દ્વારા ક્ષય પામે છે, તેને જૈન પારિભાષિક શબ્દોમાં પ્રદેશોદય કહેલ છે.
(૨૧) ઉદીરણા :
ઉદીરણાનો અર્થ છે કાલમર્યાદાનું પરિવર્તન. ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો– ભગવન્! જીવ ઉદીર્ણ કર્મ પુદ્ગલોની ઉદીરણા કરે છે અથવા અનુદીર્ણ કર્મ પુદ્ગલોની ઉદીરણા કરે છે?
ઉત્તર - જીવ અનુદીર્ણ અને ઉદીરણા કરવા યોગ્ય કર્મ–પુદગલોની ઉદીરણા કરે છે– (૧) ઉદીર્ણ કર્મ-પુગલોની ઉદીરણા પુનઃ કરવામાં આવે તો તે ઉદીરણાની ક્યાંય પણ પરિસમાપ્તિ થતી નથી, તેથી ઉદીર્ણની ઉદીરણા નથી થતી (૨) જે કર્મ પુદ્ગલોની ઉદીરણા વર્તમાનમાં નહીં પરંતુ સુદૂર