________________
કર્મ સિદ્ધાંત – ચિંતન
આધારે દેવેન્દ્રસૂરિએ નવા પાંચ કર્મગ્રંથ લખ્યા. તેના નામ આ પ્રમાણે છે– (૧) કર્મવિપાક (ર) સ્તવ (૩) બંધ–સ્વામિત્વ (૪) સપ્તતિકા (૫) શતક. આ પ્રમાણે જૈન પરંપરામાં કર્મ વિષયક સાહિત્ય પર્યાપ્ત-સંપૂર્ણ રૂપે પ્રકાશમાં છે. મધ્યયુગના આચાર્યોએ તેના પર બાલાવબોધ પણ લખેલ છે. તેને પ્રાચીન ભાષામાં "બા" કહેવાય છે.
૨૦૧
(૩) જૈનદર્શનનું મંતવ્ય :
કર્મવાદના સમર્થક દાર્શનિક ચિંતકોએ કાળવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, યદચ્છાવાદ, ભૂતવાદ, પુરુષવાદ આદિ માન્યતાઓનો સુંદર સમન્વય કરીને આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલ છે. વિશ્વની વિચિત્રતાનું મુખ્ય કારણ કર્મ છે અને કાળ આદિ તેનાં સહકારી કારણ છે. કર્મને મુખ્ય કારણ માનવાના કારણે પ્રત્યેક મનુષ્યના મનમાં આત્મવિશ્વાસ અને આત્મબળ ઉત્પન્ન થાય છે અને સાથે જ તે પુરુષાર્થશીલ પણ બને છે. સુખ-દુઃખનું મુખ્ય કારણ અન્યત્ર ન શોધતાં પોતાની અંદર જ શોધવું તે બુદ્ધિમત્તા છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરે લખ્યું છે કે કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ; આ પાંચમાંથી કોઈ એકને જ કારણ માનવામાં આવે અને બાકીનાં કારણોની ઉપેક્ષા કરે તો તે મિથ્યાત્ત્વ છે. કાર્ય નિષ્પત્તિમાં કાળ આદિ સર્વ કારણોનો સમન્વય કરવો તે સમ્યક્ત્ત્વ છે. આ વાતનું સમર્થન આચાર્ય હરિભદ્રે પણ કરેલ
દૈવ, કર્મ, ભાગ્ય અને પુરુષાર્થના વિષયમાં અનેકાંત દષ્ટિ રાખવી જોઈએ. આચાર્ય સમંતભ લખ્યું છે કે– બુદ્ધિપૂર્વક કાર્ય ન કરવા પર પણ શુભ-અશુભ થવું, ઈષ્ટ અથવા અનિષ્ટ વસ્તુ મળવી તે દૈવાધીન છે. બુદ્ધિપૂર્વક પ્રયત્નથી ઈષ્ટાનિષ્ટની પ્રાપ્તિ થવી તે પુરુષાર્થને આધીન છે. ક્યારેક દૈવની મુખ્યતા હોય તો ક્યાંક પુરુષાર્થની પ્રધાનતા હોય. દૈવ અને પુરુષાર્થના સમ્યક્ સમન્વયથી જ અર્થસિદ્ધિ થાય છે.
જૈનદર્શનમાં જડ અને ચેતન પદાર્થોના નિયામકના રૂપમાં ઈશ્વર અથવા પુરુષની સત્તા માનવામાં આવેલ નથી. તેનું મંતવ્ય છે કે ઈશ્વર અથવા બ્રહ્મને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના કારણ માનવા અથવા સંચાલક માનવા નિરર્થક છે. કર્મ આદિ કારણોથી જ પ્રાણીઓનાં જન્મ, જરા અને મરણ આદિની સિદ્ધિ કરવામાં આવેલ છે. તેથી કર્મમૂલક વિશ્વવ્યવસ્થા માનવી તર્કસંગત છે. કર્મ પોતાના નૈસર્ગિક સ્વભાવથી સ્વયં ફળ પ્રદાન કરવામાં સમર્થ છે.
(૪) વૈદિક દર્શનમાં કર્મ :
ઐતિહાસિક દષ્ટિએ કર્મવાદ પર ચિંતન કરવા માટે આપણે સર્વ પ્રથમ વેદકાલીન કર્મસંબંધી વિચારોને જોઈએ. ઉપલબ્ધ સાહિત્યમાં વેદ સર્વથી પ્રાચીન છે. વૈદિક યુગના મહર્ષિઓને કર્મ સંબંધી જ્ઞાન હતું કે નહીં એ બાબતમાં વિદ્વાનોનાં બે મત છે. કેટલાક વિદ્વાનોનો મત એવો છે કે વેદોમાં (સંહિતાગ્રંથોમાં) કર્મવાદનું વર્ણન આવ્યું નથી તો કેટલાક વિદ્વાનો કહે છે કે વેદોના રચિયતા ઋષિગણ કર્મવાદના જ્ઞાતા હતા.
જે વિદ્વાનો એમ માને છે કે વેદોમાં કર્મવાદની ચર્ચા નથી. તેમનું કહેવું છે કે વૈદિકકાળના ઋષિઓએ