________________
શ્રી વિપાક સૂત્ર
જૈન ઈતિહાસની દષ્ટિએ ચૌદ પૂર્વોમાં આઠમું પૂર્વ "કર્મપ્રવાદ" છે. તેમાં કર્મ વિષયક વર્ણન હતું. તે સિવાય પૂર્વના એક વિભાગનું નામ "કર્મપ્રાભૃત" હતું અને પાંચમા પૂર્વના એક વિભાગનું નામ "કષાયપ્રામૃત' હતું. તેમાં પણ કર્મસંબંધી જ ચર્ચાઓ હતી. આજે તે અનુપલબ્ધ છે પરંતુ પૂર્વ સાહિત્યમાંથી ઉદ્ધૃત કર્મશાસ્ત્ર આજે પણ બંને જૈન પરંપરાઓમાં ઉપલબ્ધ છે. સંપ્રદાય અલગ હોવાના કારણે નામમાં ભિન્નતા હોય તે સ્વાભાવિક છે. દિગંબર પરંપરામાં "મહાકર્મપ્રકૃતિ પ્રામૃત" (ખંડાગમ) અને કષાયપ્રાભૃત આ બે ગ્રંથ પૂર્વમાંથી ઉદ્ધૃત માનવામાં આવે છે. શ્વેતાંબર પરંપરામાં કર્મપ્રકૃતિ, શતક, પંચસંગ્રહ અને સપ્તતિકા આ ચાર ગ્રંથ પૂર્વોતૃત માનવામાં આવે છે.
૨૦૦
પ્રાકરણિક કર્મશાસ્ત્રમાં કર્મસંબંધી અનેક ગ્રંથ આવે છે. તેનો મૂળ આધાર પૂર્વોધૃત કર્યસાહિત્ય છે. પ્રાકરણિક કર્મ ગ્રંથોનું લેખન વિક્રમની આઠમી, નવમી શતાબ્દીથી લઈ સોળમી, સત્તરમી શતાબ્દી સુધી થયું. આધુનિક વિદ્વાનોએ કર્મ વિષયક સાહિત્યનું જે મુજબ સર્જન કરેલ છે તે મુખ્ય રૂપે કર્મગ્રંથોના વિવેચનના રૂપમાં છે.
કર્મસાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત અને પ્રાદેશિક ભાષાઓમાં છે. પૂર્વાત્મક અને પૂર્વોતૃત કર્મગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. પ્રાકરણિક કર્મ સાહિત્યનો ઘણો અંશ પ્રાકૃતમાં જ છે. મૂળ ગ્રંથો સિવાય તેના પર લખાયેલી વૃત્તિઓ અને ટિપ્પણીઓ પણ પ્રાકૃતમાં છે. ત્યાર પછી કેટલાક કર્મગ્રંથ સંસ્કૃતમાં પણ લખાયા, પરંતુ મુખ્યરૂપે સંસ્કૃત ભાષામાં તેના પર વૃત્તિઓ જ લખવામાં આવી છે. સંસ્કૃતમાં લખાયેલા મૂળ કર્મગ્રંથ પ્રાકરણિક કર્મશાસ્ત્રમાં આવે છે. પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલું કર્મ સાહિત્ય કન્નડ, ગુજરાતી અને હિન્દીમાં છે. તેમાં મૌલિક અંશ ઘણો અલ્પ છે, અનુવાદ અને વિવેચન જ મુખ્ય છે. કન્નડ અને હિન્દીમાં દિગંબર સાહિત્ય અને ગુજરાતીમાં શ્વેતાંબર સાહિત્ય વધારે લખાયેલ છે.
વિસ્તારથી તે બધા ગ્રંથોનો પરિચય અહીં આપી ન શકાય. સંક્ષેપમાં ઉપલબ્ધ દિગંબરીય કર્મ સાહિત્યનું પ્રમાણ લગભગ પાંચ લાખ શ્લોકો છે અને શ્વેતાંબરીય કર્મસાહિત્યનું પ્રમાણ લગભગ બે લાખ શ્લોકો છે.
શ્વેતામ્બરીય કર્મ–સાહિત્યનો પ્રાચીનતમ સ્વતંત્ર ગ્રંથ શિવશર્મસૂરિ કૃત "કર્મપ્રકૃતિ" છે. તેમાં ૪૭૫ ગાથાઓ છે. તેમાં આચાર્યે કર્મસંબંધી બંધનકરણ, સંક્રમણકરણ, ઉદ્ધર્તનાકરણ, અપર્વતનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિત્તિકરણ અને નિકાચનાકરણ; આ આઠ કરણો (કરણનો અર્થ છે આત્માના પરિણામ વિશેષ) અને સત્તા, આ બે અવસ્થાઓનું વર્ણન છે. તેના પર એક ચૂર્ણિ પણ લખેલ છે. પ્રસિદ્ધ ટીકાકાર મલયગિરિ અને ઉપાધ્યાય યશોવિજયજીએ સંસ્કૃત ભાષામાં તેના પર ટીકા લખી છે. આચાર્ય શિવશર્માની એક બીજી રચના "શતક" છે. તેના પર પણ શ્રી મલયગિરિએ ટીકા લખી છે. પાર્શ્વૠષિના શિષ્ય ચંદ્રર્ષિ મહત્તરે પંચસંગ્રહની રચના કરી અને તેના પર સ્વોપજ્ઞવૃત્તિ પણ લખી. તેની પૂર્વે પણ દિગંબર પરંપરામાં પ્રાકૃતમાં પંચસંગ્રહ ઉપલબ્ધ હતો પરંતુ તેની કર્મવિષયક કેટલીક માન્યતાઓ આગમ સાહિત્ય સાથે સંમત ન હતી તેથી ચંદ્રર્ષિ મહત્તરે નવા પંચસંગ્રહની રચના કરીને તેમાં આગમ માન્યતાઓનો ઉલ્લેખ કર્યો. આચાર્ય મલયગિરિએ તેના પર પણ ટીકા લખી. જૈન પરંપરાના પ્રાચીન આચાર્યોએ પ્રાચીન કર્મગ્રંથ પણ લખ્યા હતા. તેના પર તેનું પોતાનું સ્વોપજ્ઞ વિવરણ છે. પ્રાચીન કર્મગ્રંથોના